Tamilrockers પર પહેલા દિવસે જ લીક થઇ 'પંગા' અને 'સ્ટ્રીટ ડાન્સર 3ડી'

પંગા અને સ્ટ્રીટ ડાન્સર 3ડી

વેબસાઇટ તમિલરોક્સ પર આ બંને ફિલ્મો લીક કરવામાં આવી હતી.

  • Share this:
    શુક્રવારે જ બોલિવૂડની બે મોટી ફિલ્મ કંગનાની પંગા અને વરુણ ધવનની સ્ટ્રીટ ડાન્સર 3ડી રીલિઝ થઇ. સોશિયલ મીડિયામાં અને લોકોમાં આ ફિલ્મને લઇને જબદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. પણ આ બંને ફિલ્મો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેના કારણે તેમના બોક્સ ઓફિસની કમાણી પર પણ ખરાબ અસર થઇ શકે છે. ખબરોની માનીએ તો કંગના રનૌતની ફિલ્મ પંગા અને વરુણ ધવનની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર રીલીઝના પહેલા દિવસે જ લીક થઇ ગઇ છે.

    બોલિવૂડ લાઇફની એક ખબરની માનીએ તો કુખ્યાત વેબસાઇટ તમિલરોક્સ પર આ બંને ફિલ્મોના રીલિઝના દિવસે જ લીક કરવામાં આવી હતી. આ બંને ફિલ્મો લીક થઇ જતા આ ફિલ્મની કમાણી પર તેની સીધી અસર પડશે.

    ઉલ્લેખનીય છે કે ફિલ્મ બનવા માટે અનેક મહિનાની મહેનત, લાખો-કરોડો રૂપિયાનું બજેટ અને અનેક લોકોની મહેનત લાગે છે. પણ તમિલ રોક્સ જેવી વેબસાઇટ પાયરેસી દ્વારા આ તમામ લોકોની મહેનતને નુક્શાન પહોંચાડે છએ. અમે આ લેખ દ્વારા અપીલ કરવા માંગીએ છીએ કે તમે તમિલરોક્સ વેબસાઇટના કૃત્યને વધુ તૂત ના આપો.

    જો કે આ બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો પહેલા દિવસે પંગાએ 2 થી 5 કરોડ સુધીની કમાણી કરી હોય તેમ મનાય છે. અને વરુણ ધવન અને શ્રદ્ઘા કપૂરની સ્ટ્રીટ ડાન્સરે 10 કરોડની કમાણી કરી છે. ત્યારે માનવામાં આવે છે 26 જાન્યુઆરીની રજા દરમિયાન આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકે.
    Published by:Chaitali Shukla
    First published: