Home /News /entertainment /ફિલ્મ ઈમરજન્સીનું સંસદમાં થશે શૂટિંગ? કંગનાએ કરી સ્પષ્ટતા
ફિલ્મ ઈમરજન્સીનું સંસદમાં થશે શૂટિંગ? કંગનાએ કરી સ્પષ્ટતા
kangana ranaut instagram
કંગના રનૌતે એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેની આગામી ફિલ્મ ઈમરજન્સી સંસદની અંદર શૂટ થનારી પ્રથમ ફિલ્મ બની છે. આ ફિલ્મનું નિર્દેશન કંગનાએ કર્યું છે. કંગનાએ આ પોસ્ટ અંગે પોતાની સ્પષ્ટતા કરી છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) ઈન્સ્ટાગ્રામ પર પોતાની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી (Emergency)’નું સંસદમાં શુંટીંગ કરવા માટે મંજૂરી મળવાના સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અગાઉ સમાચાર એજન્સી PTIએ જણાવ્યું હતું કે, કંગના રનૌતે સંસદમાં પોતાની ફિલ્મના શુટીંગ માટે મંજૂરી માંગી હતી. જણાવવામાં આવ્યું હતું કે, તેના આ પત્ર અંગે વિચાર કરવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું છે અને તેનો અસ્વીકાર થવાની સંભાવના છે.
કંગના રનૌતે ફરીથી પોસ્ટ શેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ‘પહેલી વાર કોઈ ફિલ્મનું સંસદમાં શુટીંગ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. ફિલ્મ ઈમરજન્સીનો એક નાનકડો ભાગ સંસદમાં શૂટ કરવામાં આવશે.’ આ પોસ્ટ પર રિએક્ટ કરતા અભિનેત્રીએ જણાવ્યું છે કે, આ એક ફેક ન્યૂઝ છે.
અગાઉ PTIએ જણાવ્યું હતું કે, કંગના રનૌતે લોકસભા સચિવાલયને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં ઈમરજન્સી ફિલ્મનું શુટીંગ સંસદમાં કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, પ્રાઈવેટ કંપનીઓને સંસદ પરિસરમાં કોઈપણ પ્રકારની વિડીયોગ્રાફી કે શુટીંગ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. કોઈપણ અધિકારી કે સરકારી કામ માટે આ એક અલગ મામલો હોઈ શકે છે. રાજ્યના પ્રસારકો દૂરદર્શન અને સંસદ ટીવી સંસદમાં શુટીંગ કરી શકે છે.
ફિલ્મ ઈમરજન્સી એક પોલિટીકલ ડ્રામા છે, કંગના રનૌતે આ ફિલ્મ ડાયરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં કંગના રનૌત તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે. ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર કંગના રનૌતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી અને ભારત રત્ન શ્રીમકી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર શત શત નમન. #IndiraGandhi’
આ ફિલ્મમાં કંગના રનૌતની સાથે સાથે અનુપમ ખેર, મિલિંદ સોમન, મહિમા ચૌધરી, સતીષ કૌશિક અને શ્રેયસ તલપડે મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. જૂન 2022માં આ ફિલ્મનું શુટીંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની ટીમે આસામમાં આ ફિલ્મનું શુટીંગ પૂરું કરી લીધું છે.
કંગના રનૌતે વર્ષ 2021માં ફિલ્મ ઈમરજન્સીની જાહેરાત કરી હતી. રિતેશ શાહે આ ફિલ્મ લખી હતી. ફિલ્મ ધાકડ પણ રિતેશ શાહે જ લખી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો જલવો દેખાડી શકી ન હતી. તેમણે કૂ પર આ અંગે જાહેરાત કરી છે કે, ‘ફિલ્મ ઈમરજન્સી પર એક વર્ષથી વધુ સમય સુધી કામ કર્યા બાદ ફરી એકવાર નિર્દેશકની ભૂમિકા ભજવીને ખૂબ જ ખુશી થઈ રહી છે. મને લાગી રહ્યું છે કે, મારા કરતા સારી રીતે કોઈપણ વ્યક્તિ આ ફિલ્મ નિર્દેશિત કરી શકે નહીં. હું આ ફિલ્મ પર કામ કરવા માટે ખૂબ જ દ્રઢ છું અને ખૂબ જ ઉત્સાહિત છે.#Emergency #Indira.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર