Birthdayની ઉજવણીના ચક્કરમાં કંગના ભૂલી કોરોના વાયરસને, લોકોએ કરી Troll

News18 Gujarati
Updated: March 24, 2020, 5:29 PM IST
Birthdayની ઉજવણીના ચક્કરમાં કંગના ભૂલી કોરોના વાયરસને, લોકોએ કરી Troll
કંગના રનૌટ

કંગનાનો આટલા બધા લોકો સાથે મેળ મેળાપ તેના ફેન્સને કંઇ ખાસ ગમ્યો નહીં.

  • Share this:
કોરોના વાયરસ (Corona Virus) ફેલાવતો અટકાવવા માટે સરકાર, પોલીસ અને ડોક્ટર્સ જ્યાં દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ત્યાં જ કેટલાક લોકો હજી પણ તેની ગંભીરતા નથી સમજી રહ્યા. દેશમાં આવેલા આ ભયંકર સંકટની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લોકોને ઘરમાં બેસી રહેવાની સલાહ આપે છે. તેમ છતાં ભારતમાં 500થી વધુ કોરોના વાયરસના સંક્રમણના કેસ સામે આવી ચૂક્યા છે. અને 10 લોકોની આ કારણે મોત થઇ ચૂકી છે. ત્યારે પોતાનો 33મો જન્મદિવસ મનાવી રહેલી અભિનેત્રી કંગના રનૌટે હાલમાં જ તેના જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયામાં મૂકી હતી. અને આ તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયામાં લોકોએ કંગનાની બેજવાબદારી માટે તેને ટોકી હતી.

કંગનાએ સોમવારે તેનો 33મો જન્મદિવસ મનાવ્યો હતો. આ જન્મદિવસ કંગનાએ તેના હોમ ટાઉનમાં ઉજવ્યો હતો. જેમાં તેણે કન્યા પૂજા કરી હતી. આ સાથે જ પરિવાર અને મિત્રો સાથે એક પાર્ટી પણ કરી હતી. કોરોના વાયરસના કારણે જ્યાં સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવાની વાત કહેવામાં આવી રહી છે. ત્યાં કંગનાનો આટલા બધા લોકો સાથે મેળ મેળાપ તેના ફેન્સને કંઇ ખાસ ગમ્યો નહીં.




અને આ જ કારણે સોશિયલ મીડિયામાં લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં જ આ બિમારીના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અહીં કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે. ત્યારે લોકોએ કંગનાને કોરોનામાં લોકોથી દૂર રહેવાની સલાહ આપી હતી.
કંગના થઇ ટ્રોલ
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોના વાયરસના વધતા કેસને જોતા મોટા અને જ્યાં પરિસ્થિતિ વણસી છે તેવી જગ્યાઓ પર લોકડાઉન અને કર્ફ્યૂ લગાવી રહી છે. લોકોને અત્યંત જરૂરી ના હોય ત્યાં સુધી ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે કંગનાને તેના બર્થ ડે પર લોકોની શુભેચ્છા સાથે સલાહ પણ સાંભળી પડી હતી. જો કે તેને કે તેની બહેને આ પર હજી કોઇ નિવેદન નથી આપ્યું.
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर