બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હાલ ફરી ચર્ચામાં છે પણ તે આ વખતે તે તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. કારણ કે તેમના ભાઇના લગ્ન છે. હાલમાં સોશિયલ મીડિયા દ્વારા દેશ સાથે જોડાયેલા સામાજિક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળતી કંગના હા તેના ભાઇના લગ્ન અને તેની વિવિધ રસમોમાં વ્યસ્ત છે. તેના ભાઇનો લગ્ન છે. અને કંગનાનો પૂરો પરિવાર હાલ આ લગ્નના કાર્યક્રમમાં વ્યસ્ત છે. કંગનાના ભાઇ અક્ષત રનૌતની મહેંદી સેરેમનીની હાલ તસવીરો બહાર આવી છે. જ્યાં કંગના ખૂબ જ સુંદર રીતે તૈયાર થયેલી નજરે પડે છે.
અક્ષતની મહેંદી સેરેમનીમાં, કંગનાએ ગોલ્ડન રેશમી ડીપ નેક અને બેકલેસ ટાઇપનો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાથે કંગનાએ પણ તેના ભાઈના લગ્નમાં સરસ ડાન્સ પણ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તેના ભાઈ અક્ષતની મહેંદી સેરેમનીના ફોટો પણ બહાર આવ્યા છે. આ ફોટો કંગના રનૌત અને તેની બહેન રંગોળીએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. આ પોસ્ટમાં કંગના તેના ભાઇની મહેંદી સમારોહમાં પહોંચી હતી. તેણે ગોલ્ડન કલરનો સિલ્ક ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ સાથે તેણે ગળામાં સોનાનો ગળાનો હાર પહેરેલો છે, કંગનાએ આ લુકમાં તેના કાનમાં કંઈ જ નહોતું પહેર્યું પણ તે ખૂબ જ ક્લાસી લાગતી હતી.
કંગનાના એકાઉન્ટર પણ તેણે પોતાના ભાઇ અને ભાભીની આ મહેંદી સેરેમનીની તસવીરો પણ શેર કરી હતી. કંગનાએ જે તસવીરો શેર કરી છે. તેમાં તેનો ભાઈ અને ભાભી થનારા વહુ અને વરરાજાની જેમ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. બંનેએ પીળો અને ગુલાબી રંગનું કોમ્બિનેશન ડ્રેસ પહેર્યું છે. વળી કંગનાની બહેન રંગોલીએ પણ આ બંનેના ખૂબ જ સુંદર ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં કંગના અને રંગોલી પોતાના ભાઈના હાથમાં મહેંદી લગાવતી જોવા મળી રહી છે.
આ સાથે જ કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ભાઇની મહેંદી સમારોહમાં રંગોલી સાથે તેનો જોરદાર ડાન્સનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં આ બંને બહેનો આનંદથી નૃત્ય કરતી જોવા મળી રહી છે.
Published by:Chaitali Shukla
First published:November 11, 2020, 20:36 pm