સલમાન ખાનને આ એક્ટરે આપી ચેલેન્જ, 'હું ત્રણ વર્ષમાં બનાવી દઈશ સુપર ફ્લોપ'


Updated: December 30, 2019, 7:35 AM IST
સલમાન ખાનને આ એક્ટરે આપી ચેલેન્જ, 'હું ત્રણ વર્ષમાં બનાવી દઈશ સુપર ફ્લોપ'
સલમાન ખાનની ફાઈલ તસવીર

લગભગ દરેક બોલિવૂડ સ્ટાર્સે સલમાન ખાનના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, એક એવો પણ એક્ટર છે જેણે સલમાન ખાન સાથે પંગો લીધો હતો. આ એક્ટરનું નામ કમાલ આર ખાન છે.

  • Share this:
નવી દિલ્હીઃ બોલિવૂડ (Bollywood) એક્ટર સલમાન ખાનને (Salman khan) શુક્રવારે પોતાનો 54મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમણે આ દરમિયાન પરિવાર અને મિત્રો સાથે પાર્ટી કરી હતી. લગભગ દરેક બોલિવૂડ સ્ટાર્સે સલમાન ખાનના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, એક એવો પણ એક્ટર છે જેણે સલમાન ખાન સાથે પંગો લીધો હતો. આ એક્ટરનું નામ કમાલ આર ખાન (KRK) છે. કેઆરકેએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર સલમાન ખાન અંગે પોસ્ટ કરી છે. જેમાં તેમણે સલમાન ખાનને ચેલેન્જ કરી છે કે, તે સલમાન ખાનને ત્રણ વર્ષમાં સુપર ફ્લો બનાવી દેશે.

ફિલ્મ એક્ટર અને ક્રિટિક્સ કેઆર કે (Kamaal r Khan)ને પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર સલમાન ખાનના જન્મદિવસ ઉપર તેની ફિલ્મ દબંગ 3 અંગે નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું કે, 'સલમાન ખાન સર, તમે ખુબ જ નસિબદાર સુપરસ્ટાર છો, તમને એક્ટિંગ ન આવડતા હોવા છતાં સુપરસ્ટાર છો'

બીજી પોસ્ટમાં કેઆરકેએ સલમાન ખાનના જન્મ દિવસની શુભેચ્છા આપી અને લખ્યું હતું કે, ભાઈજાન સલમાન ખાન હવે તમે સુપરફ્લોપ છો. તેમ છતાં હું તમને પસંદ કરું છું. હું તમને જન્મદિવસની શુભેચ્છા આપું છું. તમે દબંગ 3 જેવી ફિલ્મો આપતા રહો. કેઆરકેએ સલમાન ખાનની ફિલ્મ દબંગ 3ને 2019નો સૌથી મોટો ડિઝાસ્ટર કહી છે.


ત્યારબાદ કેઆરકેને ટ્વીટ કર્યું છે કે, 'હું સલમાન ખાનની ફિલ્મમાં રેસ 3, ટ્યૂબલાઈટ, ભારત અને દબંગ 3 બર્બાદ કરી છે. હું સલમાન ખાનને શાહરુખ ખાનની જેમ જ આગામી ત્રણ વર્ષની અંદર સુપર ફ્લોપ બનાવી દઈશ. સહ બ્રાન્ડ કેઆરકેની ચેલેન્જ છે. પંગો લેવો ન જોઈતો હતો ભાઈ'

 કેઆરકેએ એક અન્ય પોસ્ટમાં દાવો કર્યો કે સલમાન ખાને ટ્વીટરથી તેમની ફરિયાદ કરી છે. તેમના સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યા છે. તેમણે લખ્યું છે કે, મને ટ્વીટરના નિયમો ખબર છે. પરંતુ મારા બે ટ્વીટ સહી ન શક્યા તો તમે સુપરસ્ટાર કેવી રીતે કહેવાઓ.
First published: December 28, 2019
વધુ વાંચો
अगली ख़बर