બોલિવુડના શાનદાર અભિનેતા કાદર ખાને એક જાન્યુઆરીએ કેનેડાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. 81 વર્ષીય કાદર ખાન લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા, અને કેનેડામાં તેમની સારવાર ચાલી રહી હતી. હવે જાણકારી સામે આવી રહી છે કે, તેમનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે. કાદર ખાનના નિધનથી બોલિવુડમાં શોક છે. લોકોએ પોતાની રીતે તેમને શ્રદ્ધાંજલી આપી છે.
ભારતીય સમયાનુસાર, બુધવારે મોડી રાત્રે કાદર ખાનને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. સૌથી પહેલા તેમના શરીરને મસ્જિદમાં બપોરે લઈ જવામાં આવ્યું. અહીં જનાજાની નમાજ પઢવામાં આવી અને પછી તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા. તેમની અંતિમ વીધી કેનેડામાં જ કરવામાં આવી.
Canada: #Visuals from veteran actor & screenwriter Kader Khan's funeral ceremony held in Mississauga yesterday. He passed away at the age of 81 in a hospital in Toronto on January 1 pic.twitter.com/08TPt8AWMg
તમને જણાવી દઈએ કે, તેમના અંતિમ સંસ્કારમાં બોલિવુડના કોઈ કલાકાર જોવા ન મળ્યા. જ્યારે કેટલાએ કલાકારોએ તેમની સાથે અનેક ફિલ્મો કરી છે. પરંતુ આ દુખના સમયમાં તેમના પરિવાર સાથે કોઈ ઉભુ રહેલું જોવા ન મળ્યું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર