‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નાવિદ લેપિડના નિવેદનને અન્ય જ્યૂરીનું સમર્થન
Kashmir Files row: ગોવામાં IFFI દરમિયાન નાદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને અભદ્ર પ્રચાર ગણાવ્યો હતો. ત્યારે હવે 3 અન્ય જ્યૂરી સભ્યોએ તેમના સમર્થનમાં નિવેદન જાહેર કર્યું છે. તેમના મતે લેપિડનું નિવેદન સાચું હતું.
મુંબઈઃ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ઇઝરાયલી ફિલ્મ પ્રોડ્યુસર નાદવ લેપિડનું નિવેદન હજુ ચર્ચાઈ રહ્યુ છે. લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી હતી. ત્યારબાદ સમગ્ર વિવાદ ઉભો થયો હતો. હવે લેપિડના અન્ય સાથી જ્યૂરી મેમ્બર્સે પણ તેમના નિવેદને ટેકો જાહેર કર્યો છે. બાફ્ટા વિનર જિનકો ગોથ (જિન્કો ગોટોહ), જે આ જ્યૂરીના એક સભ્ય છે, તેમણે લેપિડના નિવેદનનું સમર્થન કર્યુ છે. ગોથે લેપિડને સપોર્ટ કરતા પોતાની વાત લખી હતી. ગોથના અન્ય સાથી જ્યૂરી મેમ્બર પાસ્કલ ચાવાંસ અને જેવિયર એન્ગુલો બાર્ટને પણ તેમને સાથ આપ્યો હતો.
જિનકો ગોથે ટ્વિટર દ્વારા પોતાની વાત મૂકી છે. જિનકોએ લખ્યુ હતુ કે, ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમની દરમિયાન 15મી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે નાદિવ લેપિડે આપેલા નિવેદનમાં અમે તેમની સાથે છીએ. ગોથે લખ્યુ હતુ કે, 'અમે ફિલ્મના કન્ટેન્ટને લઈને કોઈપણ પ્રકારની રાજનીતિ નથી કરી રહ્યા. આ અમારો આર્ટિસ્ટિક દૃષ્ટિકોણ છે. આપણા બધા માટે ખૂબ જ દુઃખની વાત છે કે, આ ફેસ્ટિવલનો રાજકીય અને વ્યક્તિગત હુમલા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યૂરીનો ક્યારેય આવો કોઈ ઈરાદો નહોતો.’
ગોથે પોતાનો મુદ્દો લખતા પહેલાં લેપિડનું નિવેદન ટાંક્યું હતુ. લેપિડે કહ્યુ હતુ કે, ‘15મી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈને અમે બધા હેરાન અને આશ્ચર્યચકિત છીએ. આ જોઈને અમને સમજાયું છે કે, આ એક વલ્ગર પ્રોપેગન્ડા ફિલ્મ છે. તેમજ આ કળાના માધ્યમમાં પ્રતિસ્પર્ધા કરવા માટે યોગ્ય નથી.’
લેપિડનું આ નિવેદન સામે આવ્યા બાદ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. વિવેકે કહ્યુ હતુ કે, આ તેમના માટે નવી વાત નથી. આતંકવાદી સંગઠનો અને ગેંગ આ રીતે ભારતના ટુકડા કરતા રહે છે. વિવેકે એમ પણ કહ્યુ હતુ કે, મને આશ્ચર્ય છે કે, ભારત સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં એ લોકોને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે કે જે લોકો કાશ્મીરના ટુકડા કરવાની વાત કરી રહ્યા છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર