જૂહી ચાવલાએ આ ડરથી છુપાવી હતી પોતાના લગ્નની વાત, 25 વર્ષ પછી કર્યો ખુલાસો

News18 Gujarati
Updated: March 17, 2020, 10:34 AM IST
જૂહી ચાવલાએ આ ડરથી છુપાવી હતી પોતાના લગ્નની વાત, 25 વર્ષ પછી કર્યો ખુલાસો
જૂહી ચાવલા અને જય મહેતા

જૂહીએ જણાવ્યું કે એક વખત તો તેમના જન્મદિવસ પર જયે ટ્રક ભરીને લાલ ગુલાબ મોકલ્યા હતા.

  • Share this:
આજના સોશિયલ મીડિયાના સમયમાં ફિલ્મ સ્ટાર્સની કોઇ પણ વાત ખાનગી નથી રહેતી. વળી તે લોકો સામેથી જ પોતાના એકાઉન્ટ દ્વારા ફેન્સને તેમના જીવનની અલગ અલગ પળોને શેર કરતા રહે છે. પણ આ તમામની વચ્ચે જૂહી ચાવલા (Juhi Chawla)નો એક દાયકો હતો. જેમાં તેણે બોલિવૂડ પર રાજ કર્યું. અને તેમ છતાં લાંબા સમય સુધી પોતાના લગ્નની વાતને મીડિયા અને લોકોથી છુપાવીને રાખી. જો કે આજે આ વાતને વર્ષો વીત્યા પછી એક ઇન્ટરવ્યૂના માધ્યમથી જૂહી ચાવલાએ આ અંગે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે કેમ 25 વર્ષ સુધી જૂહીએ આ વાતની ભનક પણ કોઇને નહતી પડવા દીધી.

જૂહી ચાવલાએ રાજીવ મસંદને ઇન્ટરવ્યૂ આપતા પોતાના લગ્નને વાતને લઇને ખુલાસો કર્યો હતો. જૂહીને સવાલ કરવામાં આવ્યો કે તેમણે જય મહેતા સાથેના લગ્નને આટલા સિક્રેટીવ કેમ રાખ્યા? જે પર ક્ષણભર માટે ખચકાઇને જૂહીએ કહ્યું કે "તે સમયે ઇન્ટરનેટ નહતું, લોકોના ફોનમાં કેમેરા નહતા. વળી તે એવો સમય હતો જ્યારે હું મારી ઓળખ બનાવી રહી હતી અને સારું કામ કરી રહી હતી. આ સમયે જય મારા જીવનમાં આવ્યા. મને ડર હતો કે મારા લગ્નની ખબરના કારણે મારું કેરિયર ડૂબી જશે. હું મારા કેરિયરને ચાલુ રાખવા માંગતી હતી. અને આ માટે મને આ વચ્ચેનો રસ્તો નીકાળવો કે લગ્નને છુપાવી રાખું તે જ શ્રેષ્ઠ લાગ્યો"જૂહી ચાવલાએ આ ઇન્ટરવ્યૂમાં પોતાની લવ સ્ટોરીને લઇને પણ ખુલાસો કર્યો તેણે કહ્યું કે તેના કેરિયરની શરૂઆતમાં જ તે જયને મળી હતી. થોડા સમય સુધી બંને વચ્ચે વાત નહતી થઇ પણ જ્યારે બંને મળ્યા તો જય તેમના દિવાના થઇ ગયા. જૂહી જ્યાં પણ જતી જય ફૂલો અને પ્રેમ ભરેલી નોટ્સ લઇને આવી જતા. જૂહીએ જણાવ્યું કે એક વખત તો તેમના જન્મદિવસ પર જયે ટ્રક ભરીને લાલ ગુલાબ મોકલ્યા હતા. જેને જોઇને તે ચોંકી ગઇ.

તમને જણાવી દઇએ કે બિઝનેસમેન જય સાથે જૂહી ચાવલાના લગ્ન 1995માં થયા હતા. તેમના આ લગ્ન વિષે શરૂઆતમાં ખાલી તેમના નજીકના સંબંધો અને મિત્રોને જ ખબર હતી. બોલિવૂડના આ પાવરફૂલ કપલે હવે લગ્નને 25 વર્ષ સાથે પૂરા કર્યા છે. અને જૂહી ચાવલાને બે બાળકો પણ છે. તેમની પુત્રીનું નામ જાહન્વી અને પુત્રનું નામ અર્જૂન છે.
First published: March 17, 2020, 10:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading