Home /News /entertainment /Birthday Special: જૂહી ચાવલાએ સલમાન ખાન સાથે કેમ ના કરી કોઈ ફિલ્મ? સલમાન ખાનને ખટકી રહી છે આ વાત!

Birthday Special: જૂહી ચાવલાએ સલમાન ખાન સાથે કેમ ના કરી કોઈ ફિલ્મ? સલમાન ખાનને ખટકી રહી છે આ વાત!

ફાઇલ ફોટો

પોતાની સ્માઇલથી લોકોને દિવાના બનાવનારી જૂહી ચાવલા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. જૂહીએ પોતાની ફિલ્મી કરિયરમાં સલમાન ખાન સિવાય લગભગ બધા સાથે કામ કર્યુ છે. સલમાન અને જૂહીએ આ કારણોથી ક્યારેય સાથે કામ નથી કર્યુ.

    મુંબઈઃ પોતાના સુંદર હાસ્યથી દરેકને ઘાયલ કરનારી જૂહી ચાવલા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. 13 નવેમ્બરે 1967માં જન્મેલી જૂહી મિસ ઈન્ડિયા બનવ્યા બાદ બોલિવૂડ તરફ પોતાની કારકિર્દી આગળ વધારવા તરફ આવી હતી. તેણીએ ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને હજુ પણ એક્ટિંગની દુનિયામાં સક્રિય છે. જૂહીએ આમિર ખાન અને શાહરુખ ખાનની સાથે ઘણી ફિલ્મો કરી છે પરંતુ સલમાન ખાન સાથે તેણીની કોઈપણ ફિલ્મ નથી. એવું તો શું કારણ હતું કે તેણીએ સલમાન ખાન સાથે કોઈપણ ફિલ્મ નથી કરી? ચાલો, જાણીએ.

    જૂહી ચાવલાએ 1984માં મિસ ઈન્ડિયા બન્યા બાદ ફિલ્મોની શરુઆત કરી હતી. 1986માં તે ફિલ્મ 'સલ્તનત'માં જોવા મળી હતી. ત્યારબાદ તે 1988માં ફિલ્મ 'કયામત સે કયામત તક'માં જોવા મળી હતી. આ ફિલ્મ પણ હિટ સાબિત થઈ હતી. ફિલ્મ બાદ જૂહીનું કરિયર ગગન ચુંબવા લાગ્યુ અને આમિર ખાન સાથે તેણીની જોડીને પસંદ કરવામાં આવવા લાગી.

    આ પણ વાંચોઃ The Terminal: 18 વર્ષ એરપોર્ટ પર વિતાવનાર મેહરાન કરીમી નાસેરીનું થયું નિધન, તેમના જીવનથી પ્રેરિત હતી ફિલ્મ 'ધ ટર્મિનલ'

    શાહરુખ માટે કર્યો હતો ઈન્કાર


    જૂહીએ આમિર ખાન સાથે ઘણી ફિલ્મો કરી અને બંનેની જોડીને દર્શકોનો ઘણો પ્રેમ પણ મળ્યો. ત્યાર બાદ જૂહીએ શાહરુખ ખાન સાથે 'રાજૂ બન ગયા જેન્ટલમેન'માં કામ કર્યુ. પહેલા તે નવા હિરો શાહરુખ ખાન સાથે કામ કરવા નહતી માંગતી. પણ નિર્માતાએ જણાવ્યુ તે આમિર ખાન જેવો જ દેખાય છે, તેથી જૂહીએ તેના માટે હા પાડી હતી. ત્યારબાદ બંનેએ ઘણી ફિલ્મો સાથે કરી હતી.

    આ પણ વાંચોઃ તલાકની અફવાઓ વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકની સૌથી મોટી જાહેરાત


    જૂહીને લાગે છે નારાજ છે સલમાન


    જૂહી 80ના દાયકાની પ્રખ્યાત એક્ટ્રેસ બની ગઈ હતી. ત્યારે, સલમાન ફિલ્મી દુનિયામાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર એક ફિલ્મમાં જૂહીની સાથે નિર્માતા સલમાનને લેવા માંગતા હતા. પરંતુ જૂહીએ તે સમયે તેને ભાવ ના આપ્યો અને ફિલ્મમાં આમિરને લેવાનું કહ્યુ. બસ, આ વાત સલમાનને ખટકી અને પછી તેણે જૂહી સાથે કામ ના કરવાનું નક્કી કર્યુ. ત્યારે, જૂહીએ કરણ જોહરના એક શો પર કહ્યુ હતું કે, મને નથી ખબર કે અમે કેમ સાથે કામ નથી કરી શક્યા. મને નથી યાદ કે મે ક્યારેય તેની સાથે કામ કરવાની ના પાડી હતી. પરંતુ, મને એવું લાગે છે કે સલમાન કોઈ કારણોસર નારાજ છે.

    આ પણ વાંચોઃ શાહરુખ નહીં, તેના બૉડિગાર્ડ રવિસિંહને કસ્ટમ અધિકારીએ મુંબઈ એરપોર્ટ પર રોક્યો હતો

    જણાવી દઈએ કે, ફિલ્મો સિવાય સલમાન અને જૂહી વચ્ચે સારી મિત્રતા છે.

    કહેવામાં આવી રહ્યુ છે કે જૂહીના કહેવા પર જ 1997માં આવેલી ફિલ્મ 'દીવાના મસ્તાના'માં સલમાનને કેમિયો કર્યો હતો.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, Juhi chawla, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन