Video: જોની લીવરની Coronaને ધમકી, ‘ઈન્ડિયા મેં ઘૂસને કી તૂ કર બૈઠા નાદાની, તેરી મરેગી નાની’

News18 Gujarati
Updated: April 10, 2020, 3:33 PM IST
Video: જોની લીવરની Coronaને ધમકી, ‘ઈન્ડિયા મેં ઘૂસને કી તૂ કર બૈઠા નાદાની, તેરી મરેગી નાની’
કોમેડિયન જોની લીવરે પોતાના આગવા અંદાજમાં કોરોનાથી બચવા માટે આપ્યો સંદેશ, જુઓ વીડિયો

કોમેડિયન જોની લીવરે પોતાના આગવા અંદાજમાં કોરોનાથી બચવા માટે આપ્યો સંદેશ, જુઓ વીડિયો

  • Share this:
મુંબઈઃ સમગ્ર દુનિયામાં હાલ કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ચાલુ છે અને દુનિયાભરની સરકારો પોતાના દેશને આ ભયંકર સંકટથી બચાવવામાં લાગી ગઈ છે. દરેક પોતપોતાની જવાબદારી નિભાવવા લાગ્યા છે. બોલિવૂડ (Bollywood)ની સેલિબ્રિટીઝ પણ પોતપોતાની રીતે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કોમેડી જગતના જાણીતા નામ જોની લીવર (Johny Lever)એ પોતાના આગવા અંદાજમાં કોરોના વાયરસ (COVID-19)ને ધમકી આપી દીધી છે.

જોની લીવરે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે કોરોના વાયરસને એક ગીત ગાઈને ધમકી આપતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેઓ કહે છે કે, ‘આઓ કોરોના, અબ નિકલેગા તેરા રોના..ભાગેગા તૂ કોરોના માંગેગા ન પાની, ઈન્ડિયામાં ઘૂસીને કી તૂ જો કર બૈઠા નાદાની, તેરી મરેંગી નાની, હમ હિન્દુસ્તાની...ઘર મેં રહકર તુજકો હમ તો દૂર ભગાએેં, તૂ બાહર હી સડ જાએ તેરે હાથ ન આએં. કુચલ કે રખ દેં, મસલ કે રખ દેં, રહે ન કોઈ નિશાની, હમ હિન્દુસ્તાની હમ હિન્દુસ્તાની...તેરી મરેગી નાની, કોરોના... હમ હિન્દુસ્તાની.’


આ પણ વાંચો, કોરોનાઃ માસ્ક ઘરે કેવી રીતે બનાવાય? સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરી રીત

જોની લીવરે ટ્વિટર પર વીડિયો શૅર કરતાં લખ્યું છે કે, ‘Warning to Corona’.  જોની લીવરનો આ અંદાજ તેમના પ્રશંસકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેમનો આ વીડિયો અનેક લોકો શૅર પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો, કોરોના વાયરસ શરીરમાં ઘૂસીને કેવી રીતે સાજા માણસને મરણ પથારીએ લાવી દે છે?




 
First published: April 10, 2020, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading