Home /News /entertainment /

Jawaani Jaaneman Trailer : સૈફ ફરી એક વાર પ્લેયબૉય અંદાજમાં પણ એક ટ્વિસ્ટ છે!

Jawaani Jaaneman Trailer : સૈફ ફરી એક વાર પ્લેયબૉય અંદાજમાં પણ એક ટ્વિસ્ટ છે!

જવાની જાનેમન

    હમ તુમ થી લઇને કૉકટેલ સુધી સૈફ અલી ખાનનો પ્લેબૉય અંદાજ દર્શકોને હંમેશા પસંદ આવ્યો છે. અને જો તમે સૈફના તે અંદાજને મિસ કરી રહ્યા હોવ તો ફરી તમને તે જ સૈફ જવાની જાનેમનના ટ્રેલરમાં જોવા મળશે. કેટલાક સમયથી સૈફ પોતાના રોલ સાથે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. ત્યારે લાંબા સમય પછી આજે જ્યારે જવાની જાનેમન (Jawaani Jaaneman Trailer) રીલિઝ થયું છે તો એક ટ્વિસ સાથે તમે ફરી આવ તે દેખશો. આ ફિલ્મમાં સૈફ સાથે તબૂ (Tabu) સાથે આલિયા ફર્નીચરવાલા બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે.

    ટ્રેલરની શરૂઆતમાં સૈફ યુવતીઓ સાથે ફ્લર્ટ કરતો નજરે પડે છે. તેવામાં તેને એક યુવતી મળે છે જે સૈફને તેના પિતા હોવાનો દાવો કરે છે. અને આ યુવતી છે આલિયા. આલિયાને પહેલી ફિલ્મમાં જ તબ્બૂ અને સૈફ જેવા દિગ્ગજ સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી છે. અને ટ્રેલરમાં કોમેડિયન કીકૂ શારદા પણ નજરે પડી રહ્યા છે.


    આ ફિલ્મનું નિર્દેશન નિખિલ કક્કડે કર્યું છે. ફિલ્મ ખૂબ જ ફ્રેશ લાગી રહી છે. જવાની જાનેમન 31 જાન્યુઆરીએ રીલિઝ થશે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Saif ali khan, બોલીવુડ

    આગામી સમાચાર