ફરીથી 'ઓલે ઓલે' કરતો નજરે પડશે સૈફ અલી ખાન, Jawaani Jaaneman નવું ગીત

News18 Gujarati
Updated: January 22, 2020, 5:07 PM IST
ફરીથી 'ઓલે ઓલે' કરતો નજરે પડશે સૈફ અલી ખાન, Jawaani Jaaneman નવું ગીત
સૈફ અલી ખાન

જવાની જાનેમનમાં પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નીચરવાલા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

  • Share this:
સૈફ અલી ખાન (Saif Ali khan) ફરી એકવાર પોતાની આવનારી ફિલ્મ જવાની જાનેમન (Jawaani Jaaneman) પોતાના જૂના પ્લેબૉય લૂકમાં નજરે પડશે. આ ફિલ્મનું નવું ગીતે (Ole Ole 2.0) રીલિઝ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સૈફ અલી ખાનની ફિલ્મ યે દિગલગીનું રિક્રિએટેડ વર્ઝન છે. આ નવા ગીતમાં સૈફ ફરી એક વાર મસ્તી ભરેલા અંદાજમાં નજરે પડશે. આવું પહેલાવાર થઇ રહ્યું છે કે કોઇ ગીતનું રીક્રિએટેડ વર્ઝનમાં તેના ઓરિજનલ સ્ટાર પર જ ફિલ્માવવામાં આવ્યું હોય.

જવાની જાનેમનમાં આ નવા ગીતને મ્યૂઝિક કંપોઝર તનિષ્ક બાગ્ચીએ તૈયાર કર્યું છે. અને તેને અમિત મિશ્રાએ લખ્યું છે. ત્યારે તમે પણ આ ગીત અહીં સાંભળો.


ઉલ્લેખનીય છે કે જ્યારે સૈફ અલી ખાનની ફિલ્મ યે દિલલગીમાં ઓલે ઓલે ગીત રીલિઝ થયું તો આ ગીત તે સમયનું સૌથી પોપ્યુલર ગીતોમાંથી એક હતું. અને આ ગીતથી સૈફ અલી ખાનની પ્લેબૉય ઇમેજ હિટ થઇ હતી. ત્યારે આ પછી જવાની જાનેમનમાં લાંબા સમય પછી સૈફનો આ અંદાજ દર્શકોને રૂપેરી પડદે નજરે પડશે. અને ફરી એક વાર આ ગીત સુપરહિટ થશે તેવી પણ સંભાવના છે.

નોંધનીય છે કે જવાની જાનેમનમાં પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નીચરવાલા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. અને આ ફિલ્મમાં સૈફ અને આલિયા સિવાય તબ્બૂ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ એક આલિયા તેના પિતાને શોધતી હોય છે અને પિતાના રૂપમાં તેને સૈફ મળે છે જે અયૈશીમાં મોટાભાગનો સમય વીતાવે છે.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर