PM મોદીના બાયોપિક પોસ્ટરમાં નામ જોઈ ભડક્યા જાવેદ અખ્તર, શું છે કારણ?

News18 Gujarati
Updated: March 22, 2019, 8:03 PM IST
PM મોદીના બાયોપિક પોસ્ટરમાં નામ જોઈ ભડક્યા જાવેદ અખ્તર, શું છે કારણ?
જાવેદ અખ્તરના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર જબરદસ્ત બબાલ શરૂ થઈ ગઈ છે. જાવેદનું ટ્વીટ શેર કરી દરેક કોઈ આ પ્રશ્નનો જવાબ માંગી રહ્યા છે

જાવેદ અખ્તરના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર જબરદસ્ત બબાલ શરૂ થઈ ગઈ છે. જાવેદનું ટ્વીટ શેર કરી દરેક કોઈ આ પ્રશ્નનો જવાબ માંગી રહ્યા છે

  • Share this:
હોળીના બીલકુલ એક દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જિંદગી પર આધારિત બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'નું ટ્રેલર રિલીઝ થયું છે. રિલીજ થતા જ આ ટ્રેલર જબરદસ્ત ચર્ચામાં આવી ગયું છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએમ મોદીનો અભિનય કરતો જોવા મળશે. ટ્રેલર જોયા બાદ કોઈ ફિલ્મના વખાણ કરી રહ્યા છે તો, કોઈ તેની ભૂલો શોધી રહ્યા છે. આ બધા વચ્ચે જાવેદ અખ્તરે પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા આ ફિલ્મ વિરુદ્ધ પોતાની નારાજગી જાહેર કરી છે. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા એક તસવીર પણ શેર કરી છે.

તમને જણાવ દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીના ટ્રેલરના અંતમાં ફિલ્મ સાથે જોડાયેલા નિર્માતા-નિર્દેશક અને પુરી ટીમનું નામ દેખાડવામાં આવ્યું છે. આમાં એકદમ છેલ્લે જાવેદ અખ્તરનું નામ પણ સામેલ છે. તેમનું નામ આ ફિલ્મમાં લેરિક્સ ક્રેડિટમાં લખવામાં આવ્યું છે. જ્યારે જાવેદ અખ્તરે આ જોયું તો, તેમને ગુસ્સો આવી ગયો કેમ કે, તે કોઈ પમ પ્રકારે આ ફિલ્મ સાથે જોડાયેલા નથી અને એવામાં કોઈ કારમ વગર તેમનું નામ ફિલ્મની ક્રેડિટમાં લખવામાં આવ્યું છે.

તેમણે ટ્વીટર પર તેનો ફોટો પણ શેર કરીને લખ્યું છે કે, હું ફિલ્મના પોસ્ટરમાં પોતાનું નામ જોઈ આશ્ચર્ય છુ કારણ કે, મે આ ફિલ્મ માટે કોઈ ગીત લખ્યું નથી. જાવેદ અખ્તરના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર જબરદસ્ત બબાલ શરૂ થઈ ગઈ છે. જાવેદનું ટ્વીટ શેર કરી દરેક કોઈ આ પ્રશ્નનો જવાબ માંગી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જાવેદ અખ્તર આ પહેલા પુલવામા આતંકી હુમલા દરમ્યાન ચર્ચામાં આવ્યા હતા. તેમણે આ મામલાની જબરદસ્ત નીંદા કરતા પાકિસ્તાનમાં પોતાના મ્યુઝિક કોન્સર્ટ કેન્સલ કરી દીધા હતા. તેમના આ પગલાના લોકોએ વખાણ કર્યા હતા.
First published: March 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading