બોલિવૂડ (Bollywood)ની 'ચાંદની' અને બોલિવૂડની પહેલી ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવી (Sridevi)ની આજે બીજી પુણ્યતિથિ (Death Anniversary) છે. બે વર્ષ પહેલા જ્યારે આ ખબર દુનિયાભરને થઇ હતી ત્યારે લોકો થોડીક ક્ષણ સુધી આ ખબર સાચી જ છે તે પણ નહતા સ્વીકારી શકતા. કારણ કે ખૂબ જ નાની ઉંમરે શ્રીદેવીએ આપણા બધાની વચ્ચેથી વિદાય લીધી હતી. દુબળમાં એક પારિવારીક લગ્ન માણવા ગયેલી શ્રીદેવી મૃત્યુના થોડા સમય પહેલા સમગ્ર પરિવાર સાથે લગ્નની ખુશીઓ માણી રહી હતી. અને થોડીક જ ક્ષણમાં તેમણે બાથરૂમમાં દમ તોડી દીધો. આજે તેમની પુણ્યતિથિ પર શ્રીદેવીની મોટી પુત્રી જાન્હવી કપૂરે (Janhvi Kapoor) આ પ્રસંગે તેની અને શ્રીદેવીની તસવીર શેર કરીને લખ્યું "મા હું તમને રોજ ખૂબ જ યાદ કરું છું."
ઉલ્લેખનીય છે કે જાન્હવી પહેલા પણ સોશિયલ મીડિયા પર શ્રીદેવી સાતે અનેક ફેમિલી ફોટો શેયર કરી ચૂકી છે. જાન્હવી કપૂરની આ તસવીર પણ તેના નાનપણની છે જેમાં તે શ્રીદેવીને પ્રેમથી વળગી રહી છે. જાન્હવી કપૂરની આ તસવીર પર જાણીતા નિર્માતા-નિર્દેશક કરણ જોહર, જોયા અખ્તર સમેત અનેક સેલેબ્રિટીએ શ્રદ્ધાજંલિ અર્પી હતી અને આ તસવીરને લાઇક પણ કરી હતી.
શ્રીદેવી બોલિવૂડનું જાણીતું નામ છે. તેમની આ અચાનક વિદાય કોઇ મોટા શોકથી ઓછું નથી. જો કે મોત પછી આજે બે વર્ષ થઇ ગયા તેમ છતાં તે વાત સાફ નથી થઇ કે શ્રીદેવીની મોત કાર્ડિયક અરેસ્ટથી થઇ હતી કે પછી તેમણે દવાઓનો હેવી ડોઝ લીધો હતો! તેમની મોત પછી દુબઇમાં ફોરેંસિંક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેમને કોઇ હદયની બિમારી નહતી અને ના જ તેમને હાર્ટ અટેક જેવું કંઇક થયું છે. જાન્હવી કપૂર આજે પણ પોતાની માના તમામ નિયમો પાલન કરે છે. શાહરૂખ ખાન સ્ટારર જીરો શ્રીદેવીની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી. આ ફિલ્મ તેમને ડેડિકેટ કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર