જાહન્વી કપૂરે બેડરૂમનો વીડિયો શેર કરી ખોલી 'દોસ્તાના 2'ની ટીમની પોલ

જાહન્વી કપૂરે બેડરૂમનો વીડિયો શેર કરી ખોલી 'દોસ્તાના 2'ની ટીમની પોલ
જાહન્વી કપૂર

જાહન્વી કપૂરની કહેવું છે કે તે તો શૂટિંગ માટે તૈયાર છે પણ...

 • Share this:
  બોલિવૂડ (Bollywood)ની ઘડક ગર્લ જાહન્વી કપૂર (Jahnvi Kapoor) હાલ પોતાની આવનારી ફિલ્મની શૂટિંગને લઇને વ્યસ્ત છે. તે પોતાની શૂટિંગ અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્યારે જાહન્વી હાલ અમૃસરતના પ્રવાસે છે. તેણે અહીં સ્વર્ણ મંદિરની લેટેસ્ટ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેને તેના ફેન્સે ખૂબ જ પસંદ કરી હતી. જાહન્વી હાલમાં જ તેની આવનારી ફિલ્મ દોસ્તાનાનો એક તેવો વીડિયો શેર કર્યો છે જેનાથી તેની આવનારી ફિલ્મનો મોટું રહસ્ય છતું થયું છે.

  જાહન્વી કપૂર (Jahnvi Kapoor)નો આ વીડિયો સ્પોર્ટબોયે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે આ વીડિયોમાં તે શૂટિંગ માટે તૈયાર દેખાય છે પણ તેના ક્રૂ મેમ્બર્સ સૂઇ રહ્યા છે. અને પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે "હું તો શૂટિંગ માટે તૈયાર છું પણ?"
  જાન્હવીએ આ વીડિયોમાં યેલો રંગનો કૂર્તો પહેર્યો છે. અને તે આમાં ક્યૂટ અને સુંદર લાગી રહી છે. વીડિયોથી સાફ રીતે સમજાય છે કે તે પોતાની આવનારી ફિલ્મ દોસ્તાના 2ને લઇને કેટલી એક્સાઇટેડ છે.

  ઉલ્લેખનીય છે કે જાહન્વીએ પોતાના ફિલ્મ કેરિયરની શરૂઆત ધડક ફિલ્મથી કરી હતી. ઇશાન ખટ્ટર સાથેની આ ફિલ્મમાં તેનો દમદાર રોલ હતો. વર્કફંટની વાત કરીએ તો આ પછી હવે તે દોસ્તાના 2 અને કારગિલ ગર્લ તથા રુહી અફઝા તથા કરણની ફિલ્મ તખ્તમાં નજરે પડશે.
  Published by:News18 Gujarati
  First published:March 16, 2020, 16:57 pm

  ટૉપ ન્યૂઝ