વહીદા રહેમાનના આ ગીત પર જાન્હવી કપૂર એવી નાચી કે...

News18 Gujarati
Updated: February 26, 2020, 11:14 AM IST
વહીદા રહેમાનના આ ગીત પર જાન્હવી કપૂર એવી નાચી કે...
જાન્હવી કપૂર

"જ્યારે તમે સંતુલન ખોઇ દો છો તો અંતમાં પોતાને મજબૂત બનાવવા માટે ઓવર ડ્રામેટિક રીત અપનાવી પડે છે"

  • Share this:
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર (Janhvi Kapoor) હાલ તેની આવનારી ફિલ્મની તૈયારીમાં જોડાયેલી છે. 2018માં ફિલ્મ ઘડકથી જોરદાર ડેબ્યૂ કરનાર જાન્હવી 1 વર્ષ સુધી મોટા પડદાથી ગાયલ છે. 2020માં નેટફ્લિક્સ પર તેમની વેબ સીરીઝ ધોસ્ટ સ્ટોરીજ આવી હતી. પણ હવે આ વર્ષે તેમની એક બે નહીં કુલ ત્રણ મોટી ફિલ્મો આવવાની છે. જાન્હવી આવનારા પ્રોજેક્ટ માટે પોતાને તૈયાર કરી રહી છે. ત્યારે હાલમાં જ જાન્હવીએ બોલીવૂડની વેટ્રન અભિનેત્રી વહીદા રહમાન ક્લાસિકલ ગીત પણ સરસ ડાન્સ કરતી નજરે પડે છે (Janhvi Kapoor Dance Video) જાન્હવીનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

જાન્હવી કપૂરે તેનો ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો મૂક્યો છે. આ વીડિયોમાં તે વહીદા રહેમાનની પ્રસિદ્ધ ગીત "પિયા તોસે નૈના લાગે રે" ડાન્સ કરતી નજરે પડી હતી. આ વીડિયામાં તેમની સાથે અન્ય એક ડાન્સર પણ નજરે પડી રહી છે. આ ડાન્સ પ્રેક્ટિસ પછી ગીત રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ ડાન્સ માટે જાન્હવીએ બ્લૂ અને વ્હાઇટ અનારકલી સૂટ નજરે પડી હતી. અને બંનેના ડાન્સના ખૂબ જ વખાણ થયા.

આ વીડિયો જોઇને ક્યાસ લગાવી શકાય છે કે પોતાની આવનારી ફિલ્મ માટે ડાન્સિંગ નંબર માટે પોતાને તૈયાર કરવા જાન્હવી ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે. જાન્હવીએ કેપ્શનમાં લખ્યું છે કે "જ્યારે તમે સંતુલન ખોઇ દો છો તો અંતમાં પોતાને મજબૂત બનાવવા માટે ઓવર ડ્રામેટિક રીત અપનાવી પડે છે" ઉલ્લેખનીય છે કે આ લાઇન જાન્હવી છેલ્લે તે જ્યારે અરીસાથી અથડાય છે તે માટે લખી છે.

વર્ક ફંટની વાત કરીએ તો જાન્હવી કપૂર અને કરણ જોહરની ફિલ્મ તખ્તની તૈયારીમાં પડી છે. આ એક પીરિયડ ડ્રામા છે. આ સિવાય જાન્હવીની ફિલ્મ ગુંજન સક્સેના : કારગિલ ગર્લ અને રાજકુમાર રાવની સાથે રુહી આફજાના તથા કાર્તિક આર્યન સાથે દોસ્તાના 2માં નજરે પડશે.
First published: February 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading