200 કરોડના મની લોન્ડ્રીંગ કેસના આરોપીને ડેટ કરી રહી હતી જેકલીન ફર્નાન્ડીઝ? જુઓ - અભિનેત્રીએ શું જવાબ આપ્યો

મની લોન્ડ્રીંગ કેસના આરોપીને ડેટ કરી રહી હતી જેકલીન ફર્નાન્ડીઝ?

ચંદ્રશેખરના વકીલે મીડિયાને જણાવ્યું કે, જેક્લીન 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશને ડેટ કરી રહી છે

 • Share this:
  મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને બે વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ દરમિયાન અભિનેત્રી વિશે મીડિયામાં તમામ પ્રકારના સમાચારો સામે આવ્યા હતા. શનિવારે 23 ઓક્ટોબરે ચંદ્રશેખરના વકીલે મીડિયાને જણાવ્યું કે, જેક્લીન 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશને ડેટ કરી રહી છે. હવે જેકલીનના પ્રવક્તાએ અભિનેત્રી વતી નિવેદન જારી કરીને કહ્યું છે કે, તે સુકેશ કે તેની પત્ની લીના મારિયા પોલ સાથે જોડાયેલી નથી.

  સુકેશના વકીલે કોર્ટ સમક્ષ દાવો કર્યો છે કે, નોરા ફતેહી અને જેકલીનને આ કેસમાં સીધો ફાયદો થયો છે અને તે પોતાને પીડિત ગણાવી રહી છે.

  તો, જેકલીનના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું છે કે, 'ઇડી જેકલીન ફર્નાન્ડિસને સાક્ષી તરીકે જુબાની આપવા માટે બોલાવી રહી છે. તેણીએ પોતાના નિવેદનો નોંધ્યા છે અને ભવિષ્યની તપાસમાં પણ એજન્સીને સંપૂર્ણ સહકાર આપશે. જેક્લિને આ કપલ સાથેના તેના સંબંધોને લઈને કરાયેલા કથિત નિંદાત્મક નિવેદનોને નકારી કાઢ્યા છે.

  આ પણ વાંચોBIG NEWS: 26 વર્ષ બાદ નવા રૂપમાં આવશે 'દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે', આદિત્ય ચોપરા કરશે દિગ્દર્શન

  તમને જણાવી દઈએ કે, ચંદ્રશેખરના વકીલ અનંત મલિકે કહ્યું હતું કે, જેકલીન અને સુકેશ ડેટિંગ કરી રહ્યા હતા. ઓગસ્ટમાં, અભિનેત્રી 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં પોતાનું નિવેદન નોંધવા માટે ED સમક્ષ હાજર થઈ હતી. બુધવારે તેમનું નિવેદન 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ'ની જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવ્યું હતું. દેખીતી રીતે એજન્સી તેના અને મુખ્ય આરોપી (ચંદ્રશેખર અને તેની પત્ની લીના મારિયા પોલ)ની કેટલાક નવા પુરાવા સાથે પૂછપરછ કરવા માંગે છે.
  Published by:kiran mehta
  First published: