Home /News /entertainment /Heeramandiમાં આ મોટા સ્ટારની એન્ટ્રી, 20 વર્ષ પછી ભણસાલી સાથે કામ કરશે આ એક્ટર

Heeramandiમાં આ મોટા સ્ટારની એન્ટ્રી, 20 વર્ષ પછી ભણસાલી સાથે કામ કરશે આ એક્ટર

Heeramandiમાં આ મોટા સ્ટારની એન્ટ્રી

Sanjay Leela Bhansali Heeramandi:સંજય લીલા ભણસાલી બોલીવુડના એવા ફિલ્મમેકર છે, જેમની ફિલ્મોના લોકો દિવાના છે. તેમની ફિલ્મો દર્શકોને થિયેટરોમાં જવા મજબૂર કરે છે. હવે ટૂંક સમયમાં જ સંજય તેની આગામી ફિલ્મ 'હીરામંડી' લઈને આવશે. હાલમાં જ તેની ફિલ્મ સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી છે.

વધુ જુઓ ...
Sanjay Leela Bhansali Heeramandi: સંજય લીલા ભણસાલી બોલીવુડના પ્રખ્યાત નિર્દેશક છે. નિર્દેશનની બાબતમાં સંજય લીલા ભણસાલીનો કોઈ મુકાબલો નથી. સંજય લીલા ભણસાલીના ડ્રીમ પ્રોજેક્ટ 'હીરામંડી'ને લઈને કેટલાક દિવસોથી નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે ફરદીન ખાન આ સીરિઝથી લગભગ 12 વર્ષ બાદ OTT ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં એક નવું નામ ઉમેરાયું છે.

આ પણ વાંચો: "શા માટે હું અશ્વગંધા બાઉન્સને સૂંઘુ...?" આલિયા ભટ્ટની બાથરૂમ સેલ્ફી વાયરલ
 સંજય લીલા ભણસાલી 12 વર્ષથી પોતાની સીરિઝ 'હીરામંડી' બનાવવા માંગે છે. તેમની આ પીરિયડ ડ્રામા સિરીઝ ઘણા સમયથી ચર્ચામાં છે. માધુરી દીક્ષિત ઉપરાંત હુમા કુરેશી, સોનાક્ષી સિંહા, મનીષા કોઈરાલા, મુમતાઝ પણ આમાં મહત્વના રોલમાં છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. હવે આ ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને એક નવી માહિતી સામે આવી છે.

'હીરામંડી'માં જેકી શ્રોફની એન્ટ્રી

પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, જેકી શ્રોફ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હીરામંડી'માં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. તે આ સિરીઝમાં પણ મહત્વના રોલમાં જોવા મળશે. અહીં એક ખાસ વાત એ છે કે સંજય લીલા ભણસાલી અને જેકી શ્રોફ 20 વર્ષ પછી એક પ્રોજેક્ટમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ પહેલા બંનેએ વર્ષ 2002માં રિલીઝ થયેલી શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મ 'દેવદાસ'માં સાથે કામ કર્યું હતું.
First published:

Tags: Bollywood Actors, Jackie shroff, Sanjay Leela Bhansali