રાધેના સેટ પર દિશા પટની માટે ‘ગાંઠિયા’ લઈને જતા હતા જેકી શ્રોફ, જાણો કેવું છે બંને વચ્ચેનું બોન્ડિંગ

જેકી શ્રોફ અને દિશા પટનીએ હાલમાં જ ‘રાધે’ મૂવી (Radhe: Your Most Wanted Bhai) માં સાથે કામ કર્યું હતુ. (ફાઇલ તસવીર)

Disha Patani Loves Ganthiya: દિશા પટનીને ગાંઠિયા ખૂબ જ પસંદ છે, ગુજજુ જેકી શ્રોફ રાધેના સેટ પર આપતો હતો ‘ગાંઠિયા ટ્રિટ’

 • Share this:
  મુંબઈ. બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff) અને દિશા પટની (Disha Patani)ની વચ્ચે લાંબા સમયથી રોમેન્ટિક રિલેશન હોવાની અટકળો કરવામાં આવી રહી છે. બંનેની વચ્ચે રિલેશનશિપને લઈ બી-ટાઇનમાં લાંબા સમયથી ચર્ચા છે. દિશા પટની અનેકવાર ટાઇગરની માતા આયશા (Ayesha Shroff) અને બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)ની સાથે સમય પસાર કરતાં જોવા મળી છે. હાલમાં જ ટાઇગરના પિતા જેકી શ્રોફ (Jackie Shroff)એ દિશાની સાથે પોતાના વર્કિંગ એક્સપીરિયન્સ વિશે વાત કરી. બંનેએ હાલમાં જ ‘રાધે’ મૂવી (Radhe: Your Most Wanted Bhai) માં સાથે કામ કર્યું હતું. જેકીએ એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે, દિશાને ગાંઠિયા ખાવા ખૂબ જ પસંદ છે તેથી તેના માટે સેટ પર ખાસ ગાંઠિયા (Ganthiya) લઈને જતા હતા.

  જેકી શ્રોફે ઇ-ટાઇમ્સ સાથેની વાતચીત દરમિયાન પોતાના દીકરા ટાઇગર શ્રોફ અને રૂમર્ડ ગર્લફ્રેન્ડ દિશા પટનીની સાથે કામ કરવા વિશે જણાવ્યું. જેકીએ કહ્યું કે, દિશા રિયલમાં ખૂબ સિમ્પલ દેખાય છે, પરંતુ જ્યારે તે ડાન્સ કરે છે તો તે બિલકુલ કમાલની લાગે છે. તેના સોશિયલ મીડિયા પર અસંખ્ય ફોલોઅર્સ છે. મારા માટે આ બાળકો મારાથી ખૂબ જ આગળ છે. તેઓ અનુશાસિત છે અને તેમની પાસે સ્ટ્રોંગ વર્ક એથિક્સ છે.

  આ પણ જુઓ, પીળી સાડી પહેરી યુવતીઓએ કર્યો O Saki Saki પર ધમાકેદાર ડાન્સ, વીડીયો જોઈને તમે પણ કહેશો- WOW!

  જેકી શ્રોફ (Jackie Shroff) વધુમાં જણાવ્યું કે, હું મારા ફિલ્મની તમામ લીડિંગ લેડીનું સન્માન કરું છું. હું તે તમામ સાથે એક સમાન વ્યવહાર કરું છું, ભલે તે ન્યૂકમર હોય કે સીનિયર્સ હોય. આવા જ આદર સાથે મેં દિશા સાથે સેટની નૈતિકતા નિભાવી. પરંતુ હા, અમે સેટ પર અમારું ટિફિન શૅર કરતાં હતાં. તેને ગાંઠિયા ખાવા ખૂબ પસંદ છે (Disha Patani loves Ganthiya) અને હું તેના માટે ખાસ ગાંઠિયા (Ganthiya) લઈને જતો હતો.

  આ પણ જુઓ, VIDEO: માધુરી દીક્ષિતના ફેમસ સોન્ગ પર યુવતીએ રેડ સાડી પહેરી કર્યો ધાંસૂ ડાન્સ, લોકોએ કહ્યું- ‘બડી મુશ્કિલ’

  આ પહેલા ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણાએ પણ પોતાના ભાઈના રિલેશનશિપ પર વાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ પોતાના નિર્ણય લેવા માટે કોઇ પર નિર્ભર નથી. કૃષ્ણાએ કહ્યું કે, હું મારા ભાઈને લઈ ઘણી પ્રોટેક્ટિવ છું, પરંતુ તે એક એડલ્ટ છે અને પોતાના નિર્ણય જાતે લઈ શકે છે. તે જાણે છે કે તેના માટે શું યોગ્ય છે. મને લાગે છે કે હું મારા ભાઈને કોઈ સલાહ આપવી જોઈએ.
  Published by:Mrunal Bhojak
  First published: