કરીના કપૂરના કારણે ફિલ્મથી બહાર ગયો બોબી દેઓલ? શાહિદે પાછળથી લીધી એન્ટ્રી

કરીના કપૂરના કારણે ફિલ્મથી બહાર ગયો બોબી દેઓલ? શાહિદે પાછળથી લીધી એન્ટ્રી
કરીના, બોબી અને શાહિદ

બોબી દેઓલે કહ્યું હતું કે તેણે જ આ ફિલ્મ માટે કરીના કપૂરનું નામ સૂચવ્યું હતું. તે સમયે કરીના અને નિર્માતાઓ તે ફિલ્મ માટે તૈયાર નહોતા.

 • Share this:
  હાલમાં બોલિવૂડની સુપરહિટ ફિલ્મ જબ વી મેટ (Jab we Met)ને 13 વર્ષ પૂરા થયા. આ ફિલ્મને યાદ કરીને કરીના કપૂર (Kareena Kapoor)એ શાહિદ કપૂર (Shahid Kapoor) અને નિર્દેશક ઇમ્તિયાઝ અલી (Imtiaz Ali)ની સાથે એક સરસ ફોટો શેર કર્યો હતો. ફિલ્મની સ્ટોરી જેટલી રસપ્રદ હતી તેટલી જ ચોંકવનારી વાતો પણ તેનાથી જોડાયેલી છે. તમને આવી એક વાત અમે જણાવવા જઇ રહ્યા છીએ. તમને જાણીને નવાઇ લાગશે પણ આ ફિલ્મને પહેલા કરીના કપૂરની સાથે અભિનેતા બોબી દેઓલ (Bobby Deol) કરવાના હતા. પણ છેલ્લે ટાઇમે બોબી દેઓલ આ ફિલ્મની બહાર ગયા અને એક્ટર શાહિદ કપૂર તેમને રિપ્લેસ કર્યા. મીડિયા રિપોર્ટની માનીએ તો આ બધુ કરીનાના કારણે થયું.
  જબ વી મેટ ફિલ્મ માટે બોબી દેઓલની પહેલી પસંદ હતી, અને વાત બોબી દેઓલે પોતે પણ કબૂલી છે. હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ મુજબ બોબી દેઓલે આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે એવું શું થયું કે પછીથી શાહિદ કપૂર તેમની જગ્યાએ આવ્યા? બોબી દેઓલે કહ્યું હતું કે તે અભય દેઓલની ફિલ્મ 'સોચા ના થા' થી ઇમ્તાઝ અલીથી તે ખૂબ પ્રભાવિત હતા અને તેમણે ઈમ્તિયાઝ સાથે કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં જ્યારે તેને 'જબ વી મેટ' મળી ત્યારે તેણે તરત જ હા પાડી. તે સમયે ફિલ્મનું નામ 'ગીત' હતું.  બોબી દેઓલે કહ્યું હતું કે તેણે જ આ ફિલ્મ માટે કરીના કપૂરનું નામ સૂચવ્યું હતું. તે સમયે કરીના અને નિર્માતાઓ તે ફિલ્મ માટે તૈયાર નહોતા. પરંતુ થોડા સમય પછી તેણે વાંચ્યું કે કરીનાએ ઈમ્તિયાઝને હા પાડી છે અને ફિલ્મમાં શાહિદ કપૂર તેની જગ્યાએ આવ્યો છે.

  વધુ વાંચો : Diwali 2020 : દિવાળીમાં ચમકતા સુંદર વાળ જોઇએ છે તો ટ્રાય કરો આ Hair Pack

  મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે કરીના કપૂરે શાહિદ કપૂરને આ ફિલ્મમાં લેવા માટે બોબી દેઓલને ફિલ્મમાંથી નીકાળ્યો હતો. નોંધનીય છે કે જબ વી મેટ વખતે શાહિદ કપૂર, કરીના કપૂરનો બોયફ્રેન્ડ હતો. અને મનાય છે કે પોતાના બોયફ્રેન્ડને કામ આપવા માટે તેણે આમ કર્યું હતું.

  નોંધનીય છે કે હાલમાં જ સની દેઓલે પણ કહ્યું હતું કે તે બોબી સારો અભિનેતા છે અને તેને જે મળી રહ્યું છે તેના કરતા પણ તે વધુ મેળવવા માટે હકદાર છે.
  Published by:Chaitali Shukla
  First published:October 27, 2020, 20:51 pm

  ટૉપ ન્યૂઝ