Home /News /entertainment /શાહરૂખનો લાડલો આર્યન ખાન નોરા ફતેહીને કરી રહ્યો છે ડેટ! બંનેએ દુબઈમાં ન્યૂ યર સેલિબ્રેશન કર્યું
શાહરૂખનો લાડલો આર્યન ખાન નોરા ફતેહીને કરી રહ્યો છે ડેટ! બંનેએ દુબઈમાં ન્યૂ યર સેલિબ્રેશન કર્યું
આર્યન ખાન અને નોરા ફતેહીની ન્યૂ યર પાર્ટીની તસવીર વાયરલ
નોરા અચાનક કરણ જોહર અને તેના મિત્રોની ખૂબ નજીક આવી ગઈ છે. હવે તે દુબઈમાં ન્યૂ યર પાર્ટીમાં આર્યન ખાન સાથે ડિનર કરતી જોવા મળી હતી. હવે આમાં કેટલું સત્ય છે તે ખબર નથી, પરંતુ આર્યન અને નોરા ફરી ચર્ચામાં આવી ગયા છે.
બોલિવૂડમાં, અવારનવાર અફેરના સમાચારોને દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે, જોકે એવું કહેવાય છે કે 'ઇશ્ક ઔર મુશ્ક છિપાયે નહીં છિપતે...' અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચે ન્યૂ યર પાર્ટીમાં થયેલી KISS સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. હવે ન્યૂ યરની પાર્ટીમાંથી એક અન્ય કપલ સાથે હોવાના સમાચારે બધાને આશ્ચચકિત કરી દીધા છે. આ સમાચાર છે, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને બોલીવુડ અભિનેત્રી-ડાન્સર નોરા ફતેહી વચ્ચે ડેટિંગ. વાસ્તવમાં બંને આ વખતે નવા વર્ષ પર દુબઈમાં હતા.
પરંતુ અવારનવાર આવા સમાચારો પર જ્યાં યૂઝર્સ સોશિયલ મીડિયા પર મજાક ઉડાવે છે તો બીજી તરફ આ પોસ્ટ પર ઘણા યુઝર્સ ઓરિજિનલ પોસ્ટ કરનાર વ્યક્તિને પોતાની વિચારસરણીને બદલવાની સલાહ આપી રહ્યા છે. વાસ્તવમાં એક Reddit યુઝરે બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નોરા અને આર્યન અલગ-અલગ તસવીરોમાં જોવા મળી રહ્યા છે, પરંતુ તેમની એક ફેન છે જે બંને સાથે જોવા મળી રહી છે. પછી શું, અહીંથી આ યુઝરે કનેક્શન હોવાનું માની લીધું. આ યુઝરે લખ્યું, 'તાજેતરમાં સાંભળ્યું કે નોરા અચાનક કરણ જોહર અને તેના મિત્રોની ખૂબ નજીક આવી ગઈ છે. હવે તે દુબઈમાં ન્યૂ યર પાર્ટીમાં આર્યન ખાન સાથે ડિનર કરતી જોવા મળી હતી.
હવે જ્યાં આ વિચારથી ઘણા લોકો ખુબ ખુશ થયા છે તો બીજી તરફ ઘણા લોકોએ કહ્યું કે માત્ર આ તસવીરોના આધારે આવું કહેવું વાહિયાત છે. હવે આમાં કેટલું સત્ય છે તે ખબર નથી, પરંતુ આર્યન અને નોરા ફરી ચર્ચામાં આવી ગયા છે.
આર્યન ખાનની વાત કરીએ તો તે જલ્દી જ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. જોકે, કેમેરા પર આવવાને બદલે આર્યન કેમેરાની પાછળ પોતાના નવા પ્રોજેક્ટ માટે રાઈટિંગ કરતો અને દિગ્દર્શિત કરતો જોવા મળશે.આર્યનની આ ફિલ્મ શાહરૂખ અને ગૌરી ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ હેઠળ બની રહી છે. એવા અહેવાલો છે કે આર્યનની આ દિગ્દર્શિત ડેબ્યૂ વેબ સિરીઝ હશે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર