Home /News /entertainment /'Hera Pheri 3'માં કાર્તક નહીં પણ અક્ષય... ડિરેક્ટર જુઓ શું બોલી ગયા
'Hera Pheri 3'માં કાર્તક નહીં પણ અક્ષય... ડિરેક્ટર જુઓ શું બોલી ગયા
ફાઇલ ફોટો
ફિલ્મ 'હેરા ફેરી (Hera Pheri)' સાથે જોડાયેલી એક શાનદાર અપડેટ સામે આવી રહી છે. પિન્કવિલાના રિપોર્ટ અનુસાર ફિલ્મ અક્ષય કુમાર (Akshay Kumar) વિના નહીં બની શકે. ફિલ્મના ઓરિજનલ એક્ટરની સાથે ફિલ્મની ટીમ પરત ફરવાનો વિચાર કરી રહી છે. અક્ષયની સાથે ફિરોઝ નાડિયાડવાલા એકવાર ફરી ચર્ચા કરી રહ્યા છે અને બધુ ઠીક રહ્યુ તો અક્ષય જ રાજૂના પાત્રમાં પરત ફરશે.
મુંબઈઃ હાલ ફિલ્મ 'હેરા ફેરી' (Hera Pheri)ના આગળના ભાગને લઈને ચર્ચામાં છે. જણાવી દઈએ કે હાલમાં અક્ષય કુમારે એક ઈન્ટરવ્યુ દરમિયાન કન્ફર્મ કર્યુ હતું કે અનીસ બઝ્મી દ્વારા ડિરેક્ટ કરેલી ફિલ્મ 'હેરા ફેરી 3'નો ભાગ નહીં રહે. આ ખબર બાદ અટકળો લગાવવામાં આવી હતી કે ડિરેક્ટર અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન (Kartik Aryan)ને કાસ્ટ કરશે. હવે આ ખબરમાં એક શાનદાર અપડેટ સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ફિલ્મ 'હેરા ફેરી' અક્ષય વિના પણ બની શકે છે. ફિરોઝ નાડિયાડવાલા અક્ષય સાથે ફરી વાત કરવાનું શરુ કરી દીધું છે. જો બધુ ઠીક થઈ જશે તો ફિલ્મમાં દર્શકોને અક્ષયની કોમેડી જોવા મળશે.
જણાવી દઈએ કે 'હેરા ફેરી 3'માં અક્ષયની જગ્યાએ કાર્તિકના કાસ્ટિંગને લઈને અક્ષય ફેન્સથી ખૂબ જ નારાજ છે. એક્ટરના ફેન્સ અને યુઝર્સ સોશિયલ મીડિયા પર હંગામો કરી રહ્યા છે, હેરા ફેરી ફ્રેન્ચાઈઝીના ફેનનું કહેવું છે કે અક્ષય કુમાર વિના હેરા ફેરી અધુરી છે. ફેન્સે પોતાની નારાજગી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર #NoAkshayNoHeraFeri કેમ્પેઇન શરુ કર્યો છે. હવે આ મામલે પિન્ક વિલાના રિપોર્ટની માનીએ તો ફિરોઝ નાડિયાડવાલા, અનીસ બઝ્મી અને રાજ શાંડિલ્ય સહિત ઘણા ડિરેક્ટરોની વાતચીત પર કહેવામાં આવી રહ્યુ છે કે સ્ક્રિપ્ટ પરવી વાત હજુ ફાઈનલ જ થઈ રહી છે.
રિપોર્ટ અનુસાર સૂત્રો દ્વારક જણાવવામાં આવ્યુ છે કે, ફેન્સની સાર્વજનિક માંગ પર ફિરોઝ નડિયાડવાલાએ 'હેરા ફેરી ફ્રેન્ચાઈઝી'માં રાજૂના રુપે પરત ફરવા અક્ષય કુમાર સાથે ફરી વાત કરી રહ્યા છે. વળી કાર્તિક આર્યનની સાથે હેરા ફેરી 3ની કાસ્ટિંગના સંબંધિત કાગળ પર બધુ બરાબર છે. કાસ્ટિંગ બદલવાના ચાન્સ હજુ પણ છે.
રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યુ છે કે પાછલા 10 દિવસોમાં, ફિરોઝે અક્ષય કુમાર સાથે ઘણી મુલાકાત કરી છે જેથી તમામ મતભેદને દૂર કરી શકાય અને પસંદગીની ફ્રેન્ચાઈઝીમાં પરત લાવી શકાય. તેમને ખબર છે કે તેમનું કેરેક્ટર કેટલું પાવરફુલ છે. તેની સાથે જ તેમણે સ્વીકાર કરી લીધો છે કે કેરેક્ટરને નવી ઉંચાઈ પર લઈ જવાનો શ્રેય અક્ષયના પાત્રને નિભાવવની રીત પર જાય છે. જોકે, અક્ષય ફિલ્મમાં જશે કે નહીં તે નક્કી નથી.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર