ઇરફાન ખાને કહ્યું - પ્રવાસી મજૂરો જોડે આપણે જે કર્યું તે માટે હું શુક્રવારે ઉપવાસ કરીશ

ઇરફાન ખાન

"મને લાગે છે કે આપણે મૂળભૂત રીતે બદલાવવાની જરૂર છે."- ઇરફાન ખાન

 • Share this:
  કેન્સર સામે જંગ લડવાની સાથે જ અંગ્રેજી મીડિયમ ફિલ્મ દ્વારા ઇરફાન ખાને હાલમાં જ બોલિવૂડમાં વાપસી કરી હતી. ત્યારે લોકડાઉન અને કોરોના વાયરસના આ સમયે ઇરફાન એક ટ્વિટ કરીને પ્રવાસી મજૂરો સાથે થયેલા અન્યાય અંગે રોષ વ્યક્ત કર્યો છે. અને સાથે જ તે માટે પસ્તાવા રૂપ એક દિવસનો ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. તે 10 એપ્રિલ સવારે 6 વાગ્યાથી રાતના 6 વાગ્યા સુધી ભૂખ્યા રહેશે.

  ઇરફાને આ પોસ્ટ શેર કરતા કહ્યું છે કે "હું આનું સમર્થન કરું છું કારણ કે મને લાગે છે કે આપણે મૂળભૂત રીતે બદલાવવાની જરૂર છે."  ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે દેશભરમાં 21 દિવસો માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ દરમિયાન લોકોએ પોતાના ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. પણ લોકડાઉનની જાહેરાત થવાની સાથે જ મજૂરોએ પોત પોતાના ગામ પાછા ફરવા માટે હિજરત કરવાની શરૂઆત કરી દીધી. આ કારણે મોટી સંખ્યામાં લોકો રસ્તામાં કેટલાય દિવસ સુધી ભૂખ્યા તરસ્યા બાળકો સાથે ચાલતા જોવા મળ્યા. તો અનેક લોકો વચ્ચે જ ફસાઇ પડ્યા. જેના વિરોધમાં હવે ઇરફાન ખાને આ જાહેરાત કરી છે.

  વધુમાં ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. સ્વાસ્થય મંત્રાલયના આંકડા મુજબ કોરોના વાયરસના સંક્રમણના 5799 કેસ આવયા છે. ખાલી ગુજરાતમાં જ આજે 50 જેટલા નવા કેસ સામે આવયા છે. કર્ણાટકમાં પણ તેના 10 કેસ સામે આવ્યા છે. વળી દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 167 પહોંચ્યો છે અને તે હજી પણ વધી રહ્યો છે. વળી આ સાથે જ લોકડાઉન વધારવાની પણ અપીલ અનેક રાજ્ય સરકાર કરી રહી છે. ઓડિસ્સામાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં પણ આવી જ તૈયારી ચાલી રહી છે.
  Published by:Chaitali Shukla
  First published: