ઇરફાન ખાનને થઇ ગંભીર બીમારી, ચાહકોને કહ્યું, મારા માટે દુઆ કરો'

ઇરફાને પોતે આ વિશે સોશિયલ મીડિયા પર એક પોષ્ટ મુકીને તેની જાણકારી આપી છે. જોકે આ પોષ્ટમાં તેણે તે નથી લખ્યું કે,  તેમને કઇ બીમારી થઇ છે

ઇરફાને પોતે આ વિશે સોશિયલ મીડિયા પર એક પોષ્ટ મુકીને તેની જાણકારી આપી છે. જોકે આ પોષ્ટમાં તેણે તે નથી લખ્યું કે,  તેમને કઇ બીમારી થઇ છે

  • Share this:
    મુંબઇ: ઇન્ડસ્ટ્રીનાં વર્સેટાઇલ એક્ટર ઇરફાન ખાન કોઇ ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા છે. ઇરફાને પોતે આ વિશે સોશિયલ મીડિયા પર એક પોષ્ટ મુકીને તેની જાણકારી આપી છે. જોકે આ પોષ્ટમાં તેણે તે નથી લખ્યું કે,  તેમને કઇ બીમારી થઇ છે.

    ઇરફાન ખાને તેમની પોસ્ટમાં લખ્યું છે કે, 'ક્યારેક ક્યારેક આપ એવાં ઝાટકા સાથે ઉઠો છો કે આપનું જીવન હચમચી જાય છે મારાં જીવનનાં છેલ્લા 15 દિવસ પણ એક સસ્પેન્સ સ્ટોરી જેવા જ રહ્યાં છે. મને નહોતી ખબર કે  દુર્લભ કહાનીઓની મારી ખોજ મને એક દુર્લભ બીમારી સુધી પહોંચાડી દેશે. મે ક્યારેય હાર નથી માની. અને હમેશાં મારી પંસદ માટે લડ્યો છું અને આગળ પણ આમજ કરીશ. મારા પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે. અમે સૌથી શ્રેષ્ઠ પ્રયાસથી તેનાંથી નિપટવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. ત્યાં સુધી આપ લોકો કૃપ્યા કરીને કોઇ જ અંદાજ ન લગાવતાં કારણ કે અઠવાડિયા દસ દિવસમાં જ્યારે તમામ રિપોર્ટ્સ આવી જશે ત્યારે હું પોતે મારી કહાની આપ સૌને જણાવીશ. ત્યાં સુધી મારા માટે દુઆ કરજો.'




    આપને જણાવી દઇએ કે આ પહેલાં ઇરફાન ખાને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેને જોન્ડિસ થઇ ગયો છે. જે બાદ ડોક્ટરે તેને આરામની સલાહ આપી હતી. કારણ કે ઇરફાન ખાન તેની ફિલ્મ બ્લેકમેલનાં ટ્રેલર લોન્ચ
    ઇવેન્ટમાં નહોતો પહોચ્યો. આ ફિલ્મમાં તે એક એવા પતિનો રોલ અદા કરે છે જેની પત્ની બેવફા છે અને તે ફિલ્મમાં તેનો બ્લેકમેઇલર બની જાય છે.
    Published by:Margi Pandya
    First published: