મુંબઈઃ મુંબઈના કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan)નું બુધવારે નિધન થયું છે. આ સમાચાર સાંભળતા જ તેમના લાખો પ્રશંસકોનું દિલ તૂટી ગયું છે. પડદા પર પાત્રોને જીવંત કરનારા આ શ્રેષ્ઠ કલાકાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. ઈરફાન છેલ્લા કેટલાક વર્ષથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા પરંતુ તેમને તે બીમારી પણ હરાવી ન શકી. પરંતુ શનિવારે જ્યારે 95 વર્ષની તેમની માતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું તો ઈરફાન ખાન કદાચ આ આઘાતને સહન ન કરી શક્યા.
ઈરફાન ખાનની 95 વર્ષીય માતા સઈદા બેગમનું ત્રણ દિવસ પહેલા જયપુરમાં નિધન થયું હતું. અભિનેતા કોરોના વાયરસના કારણે લાગુ લૉકડાઉનના કારણે પોતાની માતાના અંતિમ સંસ્કારમાં સામેલ નહોતા થઈ શક્યા.
નોંધનીય છે કે અભિનેતા ઈરફાન ખાનને મંગળવારે પેટના સંક્રમણ બાદ મુંબઈની હૉસ્પિટલના આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પ્રવક્તાએ મંગળવારે આ જાણકારી આપતાં કહ્યું હતું કે 53 વર્ષીય અભિનેતાને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાનની 2018થી કેન્સરની બીમારીની સારવાર ચાલી રહી હતી.
કેન્સરની બીમારીનો સામનો કર્યા બાદ ઈરફાન ખાને બોલિવૂડમાં વાપસી કરતાં 'અંગ્રેજી મીડિયમ' ફિલ્મ કરી હતી.
આ પણ વાંચો, ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનનું મુંબઈ ખાતે નિધન