રાજસ્થાનના અણમોલ હીરાએ દુનિયાને કહી અલવિદા, ટોંકમાં વીત્યું ઈરફાનનું બાળપણ

રાજસ્થાનના અણમોલ હીરાએ દુનિયાને કહી અલવિદા, ટોંકમાં વીત્યું ઈરફાનનું બાળપણ
બોલિવૂડ અને રાજસ્થાનના અણમોલ હીરો ટોંકમાં ઘટાડો, પતંગબાજી અને ક્રિકેટ માટે હંમેશા રહેશે યાદ

બોલિવૂડ અને રાજસ્થાનના અણમોલ હીરો ટોંકમાં ઘટાડો, પતંગબાજી અને ક્રિકેટ માટે હંમેશા રહેશે યાદ

 • Share this:
  મનોજ તિવારી, જયપુરઃ રાજસ્થાને પોતાનો અણમોલ હીરો ગુમાવી દીધો છે. બહુમુખી પ્રતિભા ધરાવતા ફિલ્મ અભિનેતા ઈરફાન ખાન (Film actor Irfan Khan)નું અવસાન થયું છે. મૂળે રાજસ્થાનના ટોંક (Tonk)ના નિવાસી ઈરફાન ખાનનું 53 વર્ષની ઉંમરે બુધવારે મુંબઈમાં નિધન થયું છે. તેઓ કેન્સરથી પીડિત હતા. ઈરફાનનું બાળપણ ટોંકમાં વીત્યું હતું. તેમનું જયપુર (Jaipur) સાથે પણ કનેક્શન રહ્યું હતું. ઈરફાનના મોત બાદ ટોંક અને જયપુરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ઈરફાનના નિધન પર રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને ઊંડા શોક વ્યક્ત કર્યો છે.

  ટોંક છેલ્લીવાર બે વર્ષ પહેલા આવ્યા હતા  ઈરફાન ખાનના મામા-મામી ટોંકમાં રહે છે. મામા હકીમ બુરકાત ટોંકના જાણીતા હકીમ છે. ટોંક શહેરથી ઈરફાન ખાનની હજારો યાદો જોડાયેલી છે. ઈરફાન અહીં ક્રિકેટ રમતા હતા. તેઓ પતંગબાજીના પણ શોખીન હતા. ઈરફાને ટોંકમાં ગલીથી લઈને મેદાન સુધી ખૂબ ક્રિકેટ રમ્યું હતું. તેઓ લગભગ બે વર્ષ પહેલા છેલ્લીવાર અભિનેતા અને નિર્દેશક વિનય પાઠકની સાથે ટોંક આવ્યા હતા. અહીં તેઓ ‘હર ઘર કુછ કહેતા હૈ’,ના શૂટિંગ માટે આવ્યા હતા. તે દરમિયાન ઈરફાને પોતાના મામૂના મકાનની છત પર પતંગ ચગાવ્યો હતો. ત્યારબાદ તબીયત ખરાબ થવાના કારણે તેઓ ટોંક નહોતા આવી શક્યા.

  ઈરફાન ખાન રાજસ્થાનના પ્રતિભાશાળી અભિનેતા હતાઃ અશોક ગહલોત

  મુખ્યમંત્રી અશોક ગહલોતે ઊંડો શોક વ્યકત કરતા કહ્યું કે, ઈરફાન ખાન રાજસ્થાનના પ્રતિભાશાળી અભિનેતા હતા. તેઓએ પોતાની એક્ટિંગથી ઊંચાઈઓ સ્પર્શી. ઈરફાન થિયેટર આર્ટિસ્ટ અને સાથી કલાકારો માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે. બીજી તરફ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ પણ ઊંડી સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે માત્ર 53 વર્ષની ઉંમરે ઈરફાનનું ચાલ્યા જવું સિનેમા તથા સાહિત્ય જગત માટે પૂરી ન શકાય તેવી ક્ષતિ છે. તેમનો દમદાર અભિનય અને સંવાદ બોલવાની છટા ક્યારેય નહીં ભૂલાય. ઈરફાને સિનેમા જગતમાં માત્ર જયપુર જ નહીં રાજસ્થાનનું નામ બુલંદ કર્યું, ઉપરાંત અભિનયની નવી મિસાલ પણ રજૂ કરી.


  આ પણ વાંચો, કેન્સર પણ હરાવી ન શક્યું, પરંતુ માતાના મોતના આઘાતે લઈ લીધો ઈરફાનનો જીવ!

  ત્રણ દિવસ પહેલા જ જયપુરમાં માતાનું થયું હતું નિધન

  ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું ત્રણ દિવસ પહેલા જ જયપુરમાં નિધન થયું હતું. બીમારી અને લૉકડાઉનના કારણે ઈરફાન અંતિમવિધિમાં નહોતા આવી શક્યા. જયપુરમાં રામગઢ રોડ પર ઈરફાનના બે નાના ભાઈ રહે છે. માતા પણ અહીં રહેતા હતા. ઈરફાન અહીં પારિવારિક પ્રસંગોમાં અચૂક હાજરી આપતા હતા.

  આ પણ વાંચો, જ્યારે ઈરફાન ખાને ગુમાવી દીધી હતી હિંમત, કરવા લાગ્યા હતા મરવાની વાત પરંતુ પછી...
  Published by:News18 Gujarati
  First published:April 29, 2020, 14:40 pm

  ટૉપ ન્યૂઝ