Home /News /entertainment /રસપ્રદ કિસ્સો : શ્રીદેવી અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માંગતી ન હતી, પરંતુ Big B ની આ યુક્તિ કરી ગઈ કામ
રસપ્રદ કિસ્સો : શ્રીદેવી અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માંગતી ન હતી, પરંતુ Big B ની આ યુક્તિ કરી ગઈ કામ
અમિતાભ બચ્ચન અને શ્રીદેવી
Bollywood Intresting Story : શ્રીદેવી (Sridevi) ને લેડી અમિતાભ કહેવામાં આવતી હતી, પરંતુ એકવાર એવું બન્યું કે, અભિનેત્રીએ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે કામ કરવાની ના પાડી દીધી હતી, ના પાડવા પાછળ શું કારણ હતું? કેવી રીતે અમિતાભ બચ્ચને શ્રીદેવીને રાજી કરી?
Bollywood Intresting Story : શ્રીદેવી (Sridevi) હિન્દી સિનેમાની એક એવી અભિનેત્રી રહી છે જેની સાથે બોલિવૂડના દરેક કલાકાર કામ કરવા માંગતા હતા. તેમની ફિલ્મોની સફળતાને કારણે શ્રીદેવીને લેડી અમિતાભ કહેવામાં આવતી હતી, પરંતુ એકવાર એવું બન્યું કે, અભિનેત્રીએ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે કામ કરવાની ના પાડી દીધી. બોલિવૂડમાં સ્ટાર્સને લગતી, ફિલ્મોને લગતી, ફિલ્મ મેકિંગને લગતી ઘણી ખાટી અને મીઠી વાતો છે. આજે અમે તમને શ્રીદેવી અને અમિતાભ સાથે જોડાયેલો આ રસપ્રદ કિસ્સો જણાવીએ છીએ.
શ્રીદેવી અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માંગતી ન હતી
શ્રીદેવીએ 80-90ના દાયકામાં 'જૂલી', 'સોળ સાવન', 'નાગિન', 'હિમ્મતવાલા', 'ચાંદની' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો કરીને બોલિવૂડમાં પોતાના અભિનયનો સિક્કો જમાવ્યો હતો. શ્રીદેવીએ ફિલ્મ 'નાગિન' 'ચાંદની'માં પોતાના સુંદર અભિનય સાથે એટલો બધો ડાન્સ કર્યો હતો કે આજે પણ આ ફિલ્મોના ગીતો પર છોકરીઓ ડાન્સ કરતી જોવા મળે છે. એક સમય હતો જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી શ્રીદેવીના નામથી જ ફિલ્મો ચાલતી હતી. દર્શકો શ્રીદેવીને જોવા જ સિનેમા હોલમાં જતા હતા. સફળતાના શિખરે શ્રીદેવીએ અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ના પાડી દીધી.
અમિતાભ 'ખુદા ગવાહ'માં શ્રીદેવી સાથે કામ કરવા માંગતા હતા
આની પાછળ કોઈ અંગત દુશ્મનાવટ નહોતી, પરંતુ શ્રીદેવીને લાગ્યું કે, જે ફિલ્મમાં અમિતાભ બચ્ચન છે, તે ફિલ્મની અભિનેત્રી માત્ર એક શોપીસ બની જાય છે, તેને કરવાનું કંઈ ખાસ હોતુ નથી. આવી સ્થિતિમાં જ્યારે જાણીતા નિર્માતા-નિર્દેશક મુકુલ આનંદે 'ખુદા ગવાહ' (khuda gawah) ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે અમિતાભે કહ્યું કે, હું ઈચ્છું છું કે આ ફિલ્મમાં શ્રીદેવી હીરોઈન બને. અગાઉ બિગ બીએ 'ઇન્કલાબ' અને 'આખરી રાસ્તા' જેવી સુપર-ડુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. દર્શકોને અમિતાભ અને શ્રીદેવીની જોડી ખૂબ પસંદ આવી હતી. અમિતાભ જાણતા હતા કે, જો આ ફિલ્મમાં શ્રીદેવી હશે તો ફિલ્મને સફળ થતાં કોઈ રોકી શકશે નહીં.
જો કે અમિતાભ બચ્ચન પણ જાણતા હતા કે, શ્રીદેવી તેમની સાથે ફિલ્મ કરવા માંગતી નથી. આવી સ્થિતિમાં અમિતાભે એવો અદ્ભુત રસ્તો અપનાવ્યો કે, ઈચ્છા ન હોવા છતાં પણ શ્રીદેવી ફિલ્મ કરવાની ના પાડી શકી નહીં. અમિતાભને ખબર હતી કે, શ્રીદેવી તે સમયે ફિરોઝ ખાન સાથે એક ગીતનું શૂટિંગ કરી રહી હતી. અમિતાભે તેમના શૂટિંગ લોકેશન પર ગુલાબના ફૂલોથી ભરેલી ટ્રક મોકલી હતી. શ્રીદેવીની આગળ ગુલાબના ફૂલોથી ભરેલો ટ્રક ઠલવી દેવામાં આવ્યો હતો. શ્રીદેવી એટલી ખુશ થઈ ગઈ કે, તે 'ખુદા ગવાહ' કરવા રાજી થઈ ગઈ અને અમિતાભની યુક્તિ કામ કરી ગઈ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર