વર્ષ 2022માં પડદા પર રીલીઝ થશે આ 10 ફિલ્મો, જાણો - આખું List

વર્ષ 2022માં આવશે આ નવી ફિલ્મો

જેથી વર્ષ 2022માં ફિલ્મ (Films) જોવાના શોખીનો માટે ખૂબ મનોરંજક ફિલ્મો રીલીઝ (New Films) થવા જઈ રહી છે. જેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) થી લઇને વિકી કૌશલ (Vicky Kaushal) સુધી તમામ સિતારાઓની ફિલ્મો પડદા પર રીલીઝ થશે.

  • Share this:
કોરોના મહામારી (Covid-19) ધીમી-ધીમે હળવી થતા વર્ષ 2021ના અંત સુધીમાં તમામ થીયેટરો ખોલી દેવાયા છે. જેથી વર્ષ 2022માં ફિલ્મ (Films) જોવાના શોખીનો માટે ખૂબ મનોરંજક ફિલ્મો રીલીઝ (New Films) થવા જઈ રહી છે. જેમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) થી લઇને વિકી કૌશલ (Vicky Kaushal) સુધી તમામ સિતારાઓની ફિલ્મો પડદા પર રીલીઝ થશે. તો આવો જાણી 2022ની 10 મોસ્ટ અવેટેડ ફિલ્મો (10 Upcoming Movies 2022) વિશે.

દેઢ બિઘા જમીન – હંસલ મહેતા

સ્કેમ 1992થી લોકપ્રિય બનેલા હંસલ મહેતા વધુ એક દમદાર ફિલ્મ 2022માં લાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર રીલીઝ થઇ ચૂક્યું છે, જેમાં પ્રતિક ગાંધી અને ખુશાલી કુમાર લીર રોલમાં દેખાશે.

કુત્તે – વિશાલ ભારદ્વાજ

જેવું ફિલ્મનું ટાઇટલ છે તેવું જ ફિલ્મનું રીલીઝ થયેલું પોસ્ટર પણ છે. જેમાં માણસોના ચહેરા કુતરાના ચહેરાથી કવર કરાયા છે. આ ફિલ્મ વિશાલ ભારદ્વાજ નિર્મિત છે. અહેવાલો છે કે આ ફિલ્મમાં રાધિકા મદાન, તબુ, નસરુદ્દીન શાહ મુખ્ય પાત્રોમાં જોવા મળશે.

ઓપરેશન ખુકરી – આશુતોષ ગોવારીકર

રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ અને આશુતોષ ગોવારીકરે બનાવેલી આ ફિલ્મ એરફોર્સના યુદ્ધ પર આધારિત હશે. જેમાં શાહરૂખ ખાન મુખ્ય પાત્ર નિભાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મમાં રાજકુમાર રાવ અને આયુષ્માન ખુરાના પણ જોવા મળી શકે છે.

બ્રહ્માસ્ત્ર – અયાન મુખર્જી

આ એક મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. કારણ કે તેમાં બોલીબૂડ અને ટોલીવૂડ બંનેના કલાકારો જોવા મળશે. આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, મોની રોય અને નાગાર્જુન અક્કીનેની જોવા મળશે. ફિલ્મનું બજેટ 300 કરોડનું છે.

લાઇફ ઇન અ મેટ્રો સિક્વલ – અનુરાગ બાસુ

લાઇફ ઇન અ મેટ્રોની સફળતા બાદ ફેન્સ તેની સિક્વલની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અનરાગ બાસુ દર્શકોની આ ઇચ્છાને ટૂંક સમયમાં જ પૂરી કરી શકે છે.

લવ, સેક્સ ઔર ધોખા 2 – દિબાકર બેનર્જી

બોક્સ ઓફિસ પર આ ફિલ્મના પહેલા ભાગે મેળવેલી સફળતા બાદ દિબાકર બેનર્જી હવે તેની સિક્વલ લાવી રહ્યા છે. લોકોને પણ આ ફિલ્મ પાસેથી ઘણી આશાઓ છે.

બજરંગી ભાઇજાન 2 – કબીર ખાન

આ ફિલ્મની પહેલા ભાગની કહાનીએ પહેલા જ લોકોને થીએટરમાં ખૂબ ભાવુક કર્યા હતા. હવે કબીર ખાન બજરંગી ભાઇજાન 2 લાવવાની તૈયારી કરી રહ્યા છે. જેની ફિલ્મ રસીયાઓને પણ રાહ છે.

જી લે ઝરા – ઝોયા અખ્તર

અનુમાન છે કે આ ફિલ્મ ઝીંદગી ના મીલેગી દોબારાનું ગર્લ વર્ઝન છે. લાંબા સમય પછી પ્રિયંકા ચોપરા જોનસ આ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પર્દાપણ કરશે. આ સિવાય આલિયા ભટ્ટ, કેટરીના કેફ પણ જોવા મળી શકે છે.

એનિમલ – સંદિપ રેડ્ડી વાંગા

આ ફિલ્મ 5 ઓક્ટોબર, 2022ના રોજ રીલીઝ થશે. જેમાં રણબીર કપૂર, પરિણીતિ ચોપરા અને બોબી દેઓલ જોવા મળી શકે છે.

આ પણ વાંચોકરોડો દિલો પર રાજ કરતી બોલિબૂડની આ સુંદર હસીનાઓ વિશેના રસપ્રદ તથ્યો, જાણીને તમે પણ ચોંકી જશો

સેમ બહાદુર – મેઘના ગુલઝાર

આ ફિલ્મ સેમ માનેકશો/સેમ બહાદુરની આત્મકથા પર આધારિત હશે. ફિલ્મનું શુટિંગ હજુ પૂર્ણ થયું નથી. ફિલ્મમાં વિકી કૌશલ મુખ્ય પાત્ર ભજવશે. આશા છેકે 2022માં આ ફિલ્મ પડદા પર દર્શકોને જોવા મળશે.
Published by:kiran mehta
First published: