Diwali પર ઉજવણીના પૈસા નથી? ચિંતા ના કરો, આ 13 ફિલ્મો તમારી ઉદાસી દૂર કરી ખડખડાટ હસાવશે

હિન્દી કોમેડી ફિલ્મ

આજે અમે અહીં તેમનું દુઃખ દૂર કરી આનંદિત કરી શકે તેવી કોમેડી ફિલ્મો (Comedy Film)ની યાદી લઈને આવ્યા છીએ. આ ફિલ્મો તમને ખડખડાટ હસાવશે.

  • Share this:
Dhanteras 2021: દિવાળીના તહેવાર (Diwali festival) નજીક આવી રહ્યા છે. ખરીદી (shopping)નો માહોલ જામ્યો છે. ત્યારે આજે પણ ઘણાં લોકોની આર્થિક સ્થિતિ પર કોરોના (Corona)ની અસર જોવા મળે છે. જેથી તેઓ ખરીદી કરી શકશે નહીં. પરંતુ તેમને નિરાશ થવાની જરૂર નથી. આજે અમે અહીં તેમનું દુઃખ દૂર કરી આનંદિત કરી શકે તેવી કોમેડી ફિલ્મો (Comedy Film)ની યાદી લઈને આવ્યા છીએ. આ ફિલ્મો તમને ખડખડાટ હસાવશે. આ ફિલ્મોની ખાસ વાતએ છે, તેમાં કલાકારોને પૈસા પાછળ ભાગતા બતાવવામાં આવ્યા છે.

હેરાફેરી

વર્ષ 2000માં આવેલી હેરાફેરીએ લોકોને ખૂબ હસાવ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ સહિતના કલાકારોના કોમેડી ટાઇમિંગના વખાણ થયા છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું છે અને એ.જી.નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની કથા પૈસાની આસપાસ ફરે છે.

ફિર હેરાફેરી

રાજુ, બાબુરાવ અને શ્યામના પાત્રોએ આ ફિલ્મમાં પણ જમાવટ કરી હતી. આ ફિલ્મ પણ પૈસાની આજુબાજુ ફરે છે. ફિર હેરાફેરીના ડાયરેક્ટર નીરજ વોરા છે.

ભાગમ ભાગ

અક્ષય કુમાર, પરેશ રાવલ, ગોવિંદા અને રાજપાલ યાદવની આ ફિલ્મ પણ ખૂબ કોમેડી છે. આ ફિલ્મને પ્રિયદર્શને ડિરેક્ટ કરી છે.

ધમાલ

બોક્સ ઓફીસ અને લોકોના મનમાં ધમાલ મચાવનાર ધમાલ ફિલ્મ 2007માં આવી હતી. આ ફિલ્મ સિરિઝ મલ્ટીસ્ટાર છે અને દરેક સ્ટોરીમાં પૈસા મુખ્ય વિષયવસ્તુ છે.

ચૂપ ચૂપ કે

શાહિદ કપૂર, કરીના કપૂર અને પરેશ રાવલ સહિતના કલાકાર આ ફિલ્મમાં જોવા મળે છે. 2006માં આવેલી આ ફિલ્મ પણ પ્રયદર્શને ડિરેક્ટ કરી હતી.

હંગામા

પ્રિયદર્શન અને પરેશ રાવલની જોડીએ ફરી કમાલ કરી બતાવી હતી. હંગામા ફિલ્મ પણ લોકોને ખૂબ જ ગમી હતી. તેમાં અક્ષય ખન્ના અને આફતાબ શિવદાસની સહિતના કલાકાર હતા.

હલચલ

2004માં આવેલી રોમાન્સ કોમેડી હલચલ પણ તમને પેટ પકડી હસાવશે. આ ફિલ્મ પણ પ્રિયદર્શને ડિરેક્ટ કરી છે. તેમાં અક્ષય કુમાર અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

ગરમ મસાલા

આ ફિલ્મ પણ પ્રયદર્શને ડિરેક્ટ કરી હતી. તેમાં અક્ષય કુમાર, જોન અબ્રાહમ, પરેશ રાવલ અને રિમી સેન સહિતના કલાકાર હતા. ફિલ્મનું કોમિક ટાઇમિંગ લોકોને ખૂબ ગમ્યું હતું.

ખટ્ટા મીઠા

અક્ષય કુમાર, જોની લીવર અને અસરાની સહિતના કલાકર આ ફિલ્મમાં ખૂબ હસાવે છે. પ્રિયદર્શનની વધુ એક ફિલ્મ તમને તહેવારોમાં આનંદ કરાવશે.

માલા માલ વિકલી

આ ફિલ્મમાં પણ પૈસા કેન્દ્રમાં છે. લોટરી ટીકીટની આસપાસ ફરતી આ ફિલ્મમાં કલાકારોએ લોકોને ખૂબ જ હસાવ્યા છે. 2006માં આવેલી અને પ્રિયદર્શને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ જોવાનું ચૂકશો નહિ.

દે દના દન

અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની આ ફિલ્મ પણ તહેવાર પર એક વખત જોવા જેવી છે. આ ફિલ્મ 2009માં આવી હતી અને તેના ડાયરેકટર પ્રિયદર્શન હતા.

આ પણ વાંચો11 બોલિવુડ લીડ કેરેક્ટર્સ, જેમની અનૈતિકતા દર્શકોને આશ્ચર્યચકિત કરે છે અને સમાજમાં અસ્વીકાર્ય છે

ઢોલ

2007માં આવેલી ઢોલ પૈસા કમાવા ઈચ્છતા ચાર આળસુ મિત્રોની આસપાસ ફરે છે. ફિલ્મમાં તુષાર કપૂર, શર્મન જોશી, કુણાલ ખેમુ અને રાજપાલ યાદવનું કોમિક ટાઇમિંગ ખૂબ સારું છે.
Published by:kiran mehta
First published: