Bollywood Interesting Story: ગંદુ કામ કરતા રંગેહાથ પકડાઈ ચુક્યા છે આ 7 સેલેબ્સ

વિવાદોમાં ફસાયેલા બોલિવુડ સેલિબ્રિટીસ

આજે આ લેખમાં આપણે એવા 7 સેલેબ્સ વિશે જાણીશું, જેઓ ખોટું કરતા રંગે હાથે ઝડપાઈ ગયા છે અને તેઓ કઈંક એવું કરી બેઠ્યાં છે, જેનાથી તેની કારકિર્દી (Career) અને આબરૂ પર પાણી ફરી વળે.

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Stars) ઘણા દિલોની ધડકન હોય છે, લોકો તેમના જેવા બનવા માંગે છે, બોલિવૂડનો ક્રેઝ (Craze) એવો છે કે દરેક જણ બોલિવૂડમાં પોતાનું નસીબ (Luck) અજમાવવા માંગે છે, પરંતુ બોલિવૂડની રંગીન દુનિયાની પાછળ એવા ઘણા સત્ય (Truth) છે જેના વિશે વ્યક્તિ જાણે તો તેમના માટેનો જુસ્સો ગુસ્સા (Angry)માં અને અણગમા (Dislike)માં ફેરવાઈ જાય, ફ્લ્મિ પડદે હીરો (Hero)નો રોલ (Role) કરતા આ અભિનેતા અસલી જિંદગી (Real Life)માં વિલેન (Villain)પણ નીકળે છે. તેમનું ખાનગી જીવન ઘણા બધા એવા સત્યોને છુપાવીને હોય છે, જેને જાણીને તમારો તમારા ફેવરિટ સ્ટાર પ્રત્યેનો પ્રેમ પણ ઓછો થઇ જાય એવું પણ બની શકે. આજે આ લેખમાં આપણે એવા 7 સેલેબ્સ વિશે જાણીશું, જેઓ ખોટું કરતા રંગે હાથે ઝડપાઈ ગયા છે અને તેઓ કઈંક એવું કરી બેઠ્યાં છે, જેનાથી તેની કારકિર્દી (Career) અને આબરૂ પર પાણી ફરી વળે.

  સંજય દત્ત

  મુંબઈમાં 1993ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તેના ઘરમાંથી એકે 56 રાઈફલ સહિત ઘણી ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી હતી. આ કેસમાં તેને સજા થઈ હતી.

  શાઇની આહુજા

  એક્ટર શાઈની આહુજાએ ફિલ્મ 'ગેંગસ્ટર'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, આ ફિલ્મ પછી બધા તેને ઓળખવા લાગ્યા હતા, શાઈની આહુજાનો કારકિર્દીના પીક પર હતી, પરંતુ એક ભૂલે તેનું જીવન બદલી નાખ્યું, 2011માં તેણે હેલ્પર સાથે બળાત્કાર કર્યો હોવાનો આરોપ લાગયો હતો. જે પછી તે દોષિત સાબિત થતા તેને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2015માં તેણે ફિલ્મ 'વેલકમ બેક'માં એક નાનકડા રોલથી પુનરાગમન કર્યું પરંતુ ખરાબ ઈમેજને કારણે તેને ફરીથી કામ મળી શક્યું નહીં.

  વિજય રાજ

  અભિનેતા વિજય રાજ ​​કોમેડીનો જાણીતો ચહેરો હતો, ફિલ્મ 'રન'માં તેની કોમેડી માટે હંમેશા યાદ કરવામાં આવતો હતો. પરંતુ હાલ તે ક્યાં છે અને તેને ફિલ્મો કેમ ન મળી તે કદાચ જ તમે જાણતા હશો. 'દીવાને હુએ પાગલ'ના શૂટિંગ દરમિયાન અબુ ધાબી પોલીસે વિજય રાજને ડ્રગ્સ સાથે પકડ્યો હતો.

  મંદાકિની

  ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' આજ સુધી લોકોના મનમાં તાજી છે, આ ફિલ્મ પછી મંદાકિની રાતોરાત સ્ટાર બની ગઈ, પરંતુ તે પોતાની સફળતાને વધુ સમય સુધી જાળવી શકી નહીં, અભિનેત્રી મંદાકિનીનો દાઉદ ઈબ્રાહિમ સાથેનો ફોટો વાયરલ થયો હતો. જે બાદ તેમના બ્રેકઅપના સમાચાર પણ આવવા લાગ્યા હતા. આવા સમાચારે તેની કારકિર્દી કાયમ માટે બરબાદ કરી દીધી.

  શક્તિ કપૂર

  શક્તિ કપૂર બોલિવૂડના જાણીતા વિલન અને કોમેડિયન રહી ચૂક્યા છે, પરંતુ શક્તિ કપૂરની ઈમેજને લઈને હંમેશા ચર્ચા થતી રહી છે, વર્ષ 2005માં એક ટીવી રિપોર્ટર સાથે શક્તિ કપૂરે દુર્વ્યવહાર કર્યો હતો. સ્ટિંગ ઓપરેશન દરમિયાન શક્તિ કપૂરે કહ્યું હતું કે "હું તમને પ્રેમ આપવા માંગુ છું અને જો તમારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવું હોય તો તમારે તે કરવું પડશે જે હું તમને કહું." જેના કારણે શક્તિ કપૂરની ઈમેજ ખરાબ થઈ હતી અને લોકો તેમનાથી દૂર થવા લાગ્યા હતા.

  રાજ કુન્દ્રા

  એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા એક જાણીતું નામ છે અને ભૂતકાળમાં રાજ કુંદ્રા વિશે એક કરતા વધુ ખુલાસા થયા છે, જે બાદ તેનું નામ અને આબરૂ પર પાણી ફરતું જોવા મળ્યું હતું. મુંબઈ પોલીસે તેની અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા તેને રિલીઝ કરવા બદલ ધરપકડ કરી હતી. તાજેતરમાં જ રાજ કુન્દ્રા બે મહિના જેલમાં ગાળીને જામીન પર છૂટ્યો છે. જોકે, હજુ આ કેસ ચાલી રહ્યો હોવાથી તે આ કેસમાં દોષિત સાબિત થાય છે કે પછી નિર્દોષ તે જોવાનું રહ્યું.

  આ પણ વાંચોBollywood Interesting Story : બાળકોને એક વખત અવશ્ય દેખાડો આ શ્રેષ્ઠ ફિલ્મો, પ્રેરણા અને ઉત્સાહથી છે ભરપૂર

  ફરદીન ખાન

  એક્ટર ફરદીન ખાને પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો કરી હતી અને તે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ પણ રહ્યો હતો, પરંતુ ખરાબ નશાના કારણે તેની કારકિર્દી દાવ પર લાગી ગઈ હતી. તમને જણાવી દઈએ કે પ્રખ્યાત અભિનેતા ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાન વર્ષ 2001માં કોફીન ખરીદતો રંગે હાથ ઝડપાઇ ગયો હતો. મુંબઈ પોલીસે તેની જુહુમાંથી ધરપકડ કરી હતી.
  Published by:kiran mehta
  First published: