Bollywood Interesting Story: હેમા માલિનીના પ્રેમમાં પાગલ સંજીવ કુમારે આ અભિનેત્રીના પ્રેમને ફગાવી દીધો હતો

સંજીવ કુમાર હેમા માલિનીને પ્રેમ કરતા હતા

હેન્ડસમ એક્ટર સંજીવ પાછળ છોકરીઓ એટલી દીવાની હતી કે, તેઓ તેને સિલ્વર સ્ક્રીન પર જોતા જ પ્રેમમાં પડી જતી હતી. સંજીવ માત્ર અપરિણીત રહ્યા નહીં, અન્ય એક બીજી અભિનેત્રીએ પણ ક્યારેય લગ્ન કર્યા ન હતા.

 • Share this:
  મુંબઈઃ હિન્દી સિનેમાના પીઢ અભિનેતા સંજીવ કુમાર (Sanjeev Kumar) જ્યારે પણ પડદા પર આવતા ત્યારે પોતાની ગંભીરતાથી દર્શકોને દિવાના બનાવી દેતા હતા. ડાયલોગ ડિલિવરીની અનોખી શૈલી સંજીવને અન્ય તમામ કલાકારોથી અલગ પાડતી હતી. હેન્ડસમ એક્ટર સંજીવ પાછળ છોકરીઓ એટલી દીવાની હતી કે, તેઓ તેને સિલ્વર સ્ક્રીન પર જોતા જ પ્રેમમાં પડી જતી હતી. કહેવાય છે કે, પુરુષના હૃદયનો રસ્તો પેટથી પસાર થાય છે, તેથી સંજીવને પોતાનો જીવનસાથી બનાવવા માટે ઘણી છોકરીઓ ટિફિન મોકલતી હતી. આવા ફેમસ એક્ટર પરણ્યા ન હોય તે વાત પચતી નથી. આનું કારણ અંજુ માહેદ્રુ (Anju Mahedru)એ જણાવ્યું હતું.

  સંજીવ કુમાર ડ્રીમ ગર્લના પ્રેમમાં હતા

  એવું નહોતું કે સંજીવ કુમાર ક્યારેય કોઈના પ્રેમમાં પડ્યા ન હતા. જો આ રિપોર્ટ્સનું માનીએ તો સંજીવ કુમાર ઈચ્છતા હતા કે ડ્રીમ ગર્લ હેમા માલિનીનું બ્રેકઅપ થઈ જાય. હેમાની સુંદરતા પાછળ પાગલ એવા સંજીવ તેને પોતાની જીવન સંગીની બનાવવા માંગતા હતા, તેમણે હેમાને પોતાના દિલની વાત કહી દીધી હતી. પરંતુ હેમાને ધર્મેન્દ્ર સાથે પ્રેમ થઈ ગયો, તેથી સંજીવના પ્રેમ પ્રસ્તાવને ફગાવી દીધો. ધર્મેન્દ્ર અને હેમાના લગ્ન થયા ત્યારે સંજીવ કુમારે બીજા કોઈને પોતાની જીવનસાથી બનાવી નહીં. હેમાના કારણે સંજીવ માત્ર અપરિણીત રહ્યા નહીં, અન્ય એક બીજી અભિનેત્રીએ પણ ક્યારેય લગ્ન કર્યા ન હતા.

  સુલક્ષણા પંડિત સંજીવ કુમારને ખૂબ પ્રેમ કરતી હતી

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 70ના દાયકાની સુંદર અભિનેત્રી સુલક્ષણા પંડિતનું દિલ સંજીવ કુમાર પર આવી ગયું હતું. પણ સંજીવના હૃદયમાં કોઈ બીજીની મૂર્તિ હતી. સુલક્ષણાએ સંજીવ સાથે લગ્ન કર્યા ન હતા, પણ સુલક્ષણાએ પણ આખી જિંદગી બીજે ક્યાંય લગ્ન કર્યા ન હતા.

  આ પણ વાંચોprabhas birthday: આલીશાન બંગલા અને કરોડોની કાર્સ, જુઓ - બાહુબલીની luxury lifestyle

  શંકાશીલ પણ હતા સંજીવ કુમાર

  સુપરસ્ટાર રાજેશ ખન્નાની ગર્લફ્રેન્ડ રહેતી અંજુ મહેન્દ્રુએ, એક વખત મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'સંજીવ કુમારના દિલમાં એક વાત એવી ઘર કરી ગઈ કે, જે મહિલાઓ તેને પ્રેમ કરે છે તે તેમના પૈસાના કારણે છે. આજ કારણે સંજીવ કુમાર ક્યારેય લગ્ન કરી શક્યા નહીં.'
  Published by:kiran mehta
  First published: