રસપ્રદ કિસ્સોઃ જ્યારે સલમાન અને તેના ભાઈઓએ પિતાના પગારના પૈસા સળગાવી દીધા, ત્યારે સલીમ ખાને શીખવ્યો આવો પાઠ

સલીમ ખાન અને તેમનો પરિવાર

આવો જ એક કિસ્સો છે જ્યારે સલમાન અને તેના ભાઈઓને પૈસાના મહત્વ વિશે સમજાયું હતું. ઉલ્લેખનીય છે કે, તેમણે તેમના પિતાનો આખો પગાર બાળીને રાખ કરી દીધો હતો.

  • Share this:
બોલિવૂડના પ્રખ્યાત સ્ક્રિપ્ટ રાઈટર અને સલમાન ખાન (Salman Khan)ના પિતા સલીમ ખાન (Salim Khan)ને આજે પણ ઘણા કલાકારોને સ્ટાર બનાવવા માટે યાદ કરવામાં આવે છે. તે લોકોને જેટલા મદદગાર હતા તેટલા જ તે એક સારા પિતા તરીકે પણ ઓળખાય છે. તેમણે તેમના ત્રણ પુત્રોના ઉછેરમાં કોઈ કસર છોડી ન હતી. આજે તેમના બાળકો બોલીવુડના જાણીતા નામ છે. તેમના પિતાની જેમ તેઓ પણ બોલિવૂડમાં નવા આવનારાઓને ઓળખ આપવા માટે જાણીતા છે. પરંતુ આજે અમે તમને એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જ્યારે સલમાન અને તેના ભાઈઓએ મળીને તેમના પિતા સલીમના મહિનાના પગારમાંથી મળેલા પૈસાને બાળીને રાખ કરી નાખ્યા હતા. જે પછી તેના પિતાએ જે કર્યું તે દરેક પિતા માટે સબક છે.

પુસ્તકમાં થયો હતો ખુલાસો

સંજુક્તા નંદીના પુસ્તક 'ખંટાસ્ટિકઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ બૉલીવુડ ટ્રિયો'માં સલમાન અને તેના પરિવાર સાથે સંબંધિત ઘણા કિસ્સાની વાત કરવામાં આવી છે. આવો જ એક કિસ્સો છે જ્યારે સલમાન અને તેના ભાઈઓને પૈસાના મહત્વ વિશે સમજાયું હતું. ઉલ્લેખનીય છે કે, તેમણે તેમના પિતાનો આખો પગાર બાળીને રાખ કરી દીધો હતો.

દિવાળી પર સળગાવ્યા કાગળ

વાત એ સમયની છે જ્યારે સલમાન અને તેનો પરિવાર ઈન્દોરમાં હતો. દિવાળીના દિવસે સલમાન તેના ભાઈ-બહેન સાથે કાગળ સળગાવી રહ્યો હતો. પેપર ખતમ થયા પછી સલમાને કંઈક સળગાવવા માટે આસપાસ જોયું, પરંતુ કંઈ ન મળતાં તેણે ઘરની અંદર આવીને શોધખોળ શરૂ કરી.

સળગાવી દીધા પૈસા

સલમાન તેના પિતાના સ્ટડી રૂમમાં ગયો અને ત્યાંથી કાગળોનું બંડલ ઉપાડ્યું. સલમાને તેના ભાઈઓને સળગાવવા માટે કાગળનું બંડલ આપ્યું. જેને તે કાગળ ગણતો હતો તે તેના પિતાનો મહિનાનો પગાર હતો. થોડી જ ક્ષણમાં સલીમ ખાનના પગારમાંથી 750 રૂપિયા એક જ ક્ષણમાં બળીને રાખ થઈ ગયા હતા.

આ પણ વાંચોSalim Khan Birthday : ચાર બાળકોના પિતા સલીમ ખાન હેલેનની Love Story, છૂટાછેડા વગર કર્યા હતા બીજા લગ્ન

જ્યારે સલીમ ખાનને ખબર પડી કે, તેમના બાળકોએ એક મહિનાનો પગાર બાળી કાઢ્યો છે. ત્યારે, તેઓ બાળકો પર ગુસ્સે થયા વિના, તેમને શાંતિથી પૈસાનું મહત્વ સમજાવ્યું. જેની સલમાન અને તેના ભાઈ-બહેનો પર ઊંડી અસર પડી હતી. સલમાન અને તેના ભાઈઓએ તેમના પિતાને વચન આપ્યું હતું કે, તે આખી જિંદગી પૈસાના મહત્વને ક્યારેય નહીં ભૂલે.
Published by:kiran mehta
First published: