આ છે કૈટરિના કૈફનો હેન્ડસમ બોડીગાર્ડ દિપક સિંહ, લુકમાં બોલીવુડ સ્ટાર્સને પણ આપે છે માત
આ છે કૈટરિના કૈફનો હેન્ડસમ બોડીગાર્ડ દિપક સિંહ, લુકમાં બોલીવુડ સ્ટાર્સને પણ આપે છે માત
કેટરીના કૈફ પર્સનલ બોડીગાર્ડ
આજે અમે તમને એક એવા બોડીગાર્ડ (bodyguard) વિશે જણાવીશું જે બોલીવુડ સ્ટાર્સને પણ તેમના લુક્સમાં માત આપી શકે. એ વાતમાં કોઈ બે મત નથી કે બોડીગાર્ડ કે પર્સનલ ગાર્ડ એ કોઈપણ બોલીવુડ સેલિબ્રિટી (Bollywood celebs)ની જરિયાતોમાંથી એક છે
બોલીવુડ સ્ટાર્સ (Bollywood stars) તેમના ગુડ લુક્સ અન એક્ટિંગ સ્કિલ્સને લઈને પોપ્યુલર હોય છે. બોલીવુડ સ્ટાર્સના લુકને લઈને તે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા બોડીગાર્ડ (bodyguard) વિશે જણાવીશું જે બોલીવુડ સ્ટાર્સને પણ તેમના લુક્સમાં માત આપી શકે. એ વાતમાં કોઈ બે મત નથી કે બોડીગાર્ડ કે પર્સનલ ગાર્ડ એ કોઈપણ બોલીવુડ સેલિબ્રિટી (Bollywood celebs)ની જરિયાતોમાંથી એક છે. અનવોન્ટેડ મિડીયા અટેન્શનથી લઈ પાગલ ફેન્સથી પ્રોટેક્ટ કરવા માટે બોડીગાર્ડ એક હ્યુમન શિલ્ડનું કામ કરે છે. અમે વાત કરી રહ્યાં છીએ કૈટરિના કૈફના બોડીગાર્ડ દિપક સિંહ (Deepak Singh) વિશે.
કૈટરિનાનો બોડીગાર્ડ છે દિપક સિંહ
દિપક ઘણા લાંબા સમયથી ફિલ્મ જગત સાથે સંકળાયેલા છે, જોકે તે ફિલ્મોમાં નહીં પણ ફિલ્મ સ્ટાર્સની સાથે રહે છે. 6 ફૂટ હાઈટ સાથે હેન્ડસમ લુક ધરાવતા દિપક હાલમાં બોલીવુડ દીવા કૈટરીના કૈફના બોડીગાર્ડ (Katrina kaif’s Bodyguard) છે. ફિલ્મ સ્ક્રિનીંગ, એરપોર્ટ્સ અને સેટ જેવી પબ્લિક સ્પેસમાં તે કેટની સાથે જ રહે છે અને તેમને પ્રોટેક્ટ કરે છે.
હંમેશા રહે છે વેલ ડ્રેસ્ડ
જ્યારે પણ દિપક સિંહના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર નજર કરવામાં આવે તો તેમની લાઈફ સ્ટાઈલ અને ફોટો લોકોને આકર્ષિત કરે છે. દિપક વિશે એક ખાસ વાત એ છે કે તે કેમેરાથી દૂર હોય છે, છતા હંમેશા તે પોતાની ડ્યુટી પર એકદમ વેલ ડ્રેસ્ડ જોવા મળે છે. આ જ કારણે ઘણી બધી વખત જ્યારે તેને સેલેબ્સની સાથે જોવામાં આવે છે તો લોકો તેને મોડલ સમજવાની ભૂલ પણ કરી બેસે છે. જો કે આ વાતમાં કોઈ બેમત નથી કે દિપક પોતે એક સેલિબ્રિટી જ છે.
પોતાના સ્ટાઈલ વિશે દિપકનું કહેવું છે કે, તેનું સામાન્ય લોકો કરતા અલગ દેખાવું જરૂરી છે. સાથે જ સારી ડ્રેસિંગ તમારી પર્સનીલિટીમાં પણ વધારો કરે છે. જો તમે સામાન્ય સફારી પહેરો તો લોકો તરત સમજી લે છે કે તમે બોડીગાર્ડ છો. જો તમે વીવીઆપી જોડે ટ્રાવેલ કરી રહ્યાં હોવ તો તમારુ પ્રેઝન્ટેબલ હોવું જરૂરી છે.
અન્ય સેલેબ્સના પણ રહી ચુક્યાં છે બોડીગાર્ડ
કેટ સિવાય દિપક કેટલાક બોલીવુડ સેલેબ્સ અને ઈન્ટરનેશનલ સેલેબ્સનો પણ બોડીગાર્ડ રહી ચુક્યો છે. તેની લિસ્ટમાં સલમાન ખાન, માધુરી દીક્ષિત, જેક્લિન ફર્નાન્ડિસ, પેરિસ હિલ્ટન અને દીપિકા પાદુકોણ પણ શામેલ છે.
દિપક સિંહની સફર
દિપકનો જન્મ એક એરફોર્સ ઓફિસરના ઘરે આગ્રામાં થયો હતો અને વર્ષ 1999માં તે મુંબઈ આવ્યા હતા. દિપકનું સપનું એક ક્રિકેટર બનવાનું હતું અને તેની માટે જ તે મુંબઈ આવ્યો હતો. દિપક અનુસાર તે ક્રિકેટ સમર કેમ્પ માટે મુંબઈ આવ્યો હતો. તે ચન્દ્રકાંત પંડિત દ્વારા ટ્રેઈન્ડ છે. જોકે તેને આ ક્ષેત્રમાં કોઈ મોટો બ્રેક ન મળ્યો અને તે માત્ર કોલેજ ક્રિકેટ જ રમી શક્યો.
ક્રિકેટમાં નિષ્ફળ થયા બાદ તેના બનેવી રોનિત રોય દ્વારા તેને એક્ટર્સની સિક્યોરિટીમાં લગાડવામાં આવ્યો. શરૂઆતમાં તેનું કામ ડોરમેનનું હતું. ત્યાર બાદ મોરેશિયસમાં તેણે પ્રથમ વખત રાની મુખર્જીના બોડીગાર્ડ તરીકેનું કામ સોંપવામાં આવ્યું અને ત્યારથી તેણે પોતાના બોડીગાર્ડ જર્નીની શરૂઆત કરી.
શાહરુખ ખાનનો રહી ચુક્યો છે ખાસ
કૈટરિના કૈફ સાથે કામ કરતા પહેલા દિપક બોલીવુડના કિંગ શાહરુખ ખાન સાથે પણ કામ કરી ચુક્યો છે. આઈપીએલ અને ફિલ્મ ઈવેન્ટ્સમાં તે શાહરુખ ખાનના બોડીગાર્ડ તરીકે તેને પ્રોટેક્ટ કરતો નજરે આવ્યો છે. દિપક શાહરુખના પડછાયાની જેમ તેની સાથે રહી ચુક્યો છે.
2016માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં જ્યારે દિપકને પૂછવામાં આવ્યું કે શું તેને કોઈ ફિલ્મો ઓફર થઈ છે તો તેણે જવાબ આપ્યો કે તેને ફિલ્મ મેકર્સ, કોરિયોગ્રાફર્સ અને એક્ટર્સ તરફથી ઘણી વખત કહેવામાં આવે છે કે તેણે એક્ટિંગમાં હાથ અજમાવવો જોઈએ, પણ તેનું પોતાની ફિલ્ડમાં જ શાહરુખ ખાન જેવું નામ કમાવવાની ઈચ્છા છે. તેથી તેને એક્ટિંગ ક્ષેત્રમાં જવાની કોઈ રુચિ નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર