Home /News /entertainment /

Kareena kapoor: આ 11 સુપરહિટ ફિલ્મોને બેબોએ કરી દીધી હતી રિજેક્ટ, હજુ પણ અફસોસ થઈ રહ્યો હશે

Kareena kapoor: આ 11 સુપરહિટ ફિલ્મોને બેબોએ કરી દીધી હતી રિજેક્ટ, હજુ પણ અફસોસ થઈ રહ્યો હશે

કરીના કપૂર (ફાઈલ ફોટો)

શાહરૂખ ખાનને આ પાત્ર પસંદ આવ્યું ન હતું. ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં સૌથી પહેલા કામ કરવા માટે સલમાન ખાનને ઓફર આપવામાં આવી હતી. આમિર ખાન અને સૈફ અલી ખાને દિલવાલે દુલ્હનિયા (DDLJ) માં કામ કરવાની ના પાડી દીધી હતી.

બોલીવુડ (Bollywood)ની અનેક સુપરહિટ ફિલ્મો (Super Hit Films) છે, જે બોલીવુડના સુપરસ્ટાર્સે (Bollywood Stars) વારંવાર રિજેક્ટ કરી દીધી હતી. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો, શાહરૂખ ખાને (Shahrukh Khan) ફિલ્મ ‘લગાન’ કામ કરવાની ના પાડી દીધી હતી. શાહરૂખ ખાનને આ પાત્ર પસંદ આવ્યું ન હતું. ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’માં સૌથી પહેલા કામ કરવા માટે સલમાન ખાન (Salman Khan)ને ઓફર આપવામાં આવી હતી. આમિર ખાન (Amir Khan) અને સૈફ અલી ખાને (Saif Ali Khan) દિલવાલે દુલ્હનિયા (DDLJ) માં કામ કરવાની ના પાડી દીધી હતી. આવી જ રીતે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, તેને આયુષ્માન ખુરાનાને બોલિવુડમાં લોન્ચ કરનારી ફિલ્મ ‘વિકી ડોનર’ની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે આ ફિલ્મને રિજેક્ટ કરી દીધી હતી.

કરીના કપૂર બોલીવુડની સફળ અભિનેત્રીઓમાંથી એક છે. તેણે અનેક ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી. આ વાતનો તેને હજુ પણ અફસોસ થઈ રહ્યો હશે. કરીનાએ જણાવ્યું છે કે, ‘મારા જેવી કોઈ હિરોઈન નથી જેણે સૌથી વધુ ફિલ્મો છોડી દીધી હોય. મને લાગે છે કે હું પાગલ છું, જો હું વિચારું કે મારે આ ફિલ્મ નથી કરવી, તો હું તે ફિલ્મ નથી કરતી. ઘરે રહીને એન્જોય કરું છું અને પાર્ટી કરું છું.’

અહીંયા એવી ફિલ્મોની જાણકારી આપવામાં આવી છે, જેમાં કરીના કપૂર ખાને કામ કરવાની ના પાડી દીધી હતી.

કલ હો ના હો (Kal Ho Naa Ho)

એક ચેટ શોમાં કરણ જોહરે આ વાત અંગે જાણકારી આપી હતી. કરીનાએ ના પાડતા કલ હો ના હો ફિલ્મ માટે પ્રીતિ ઝિન્ટાને રોલ કરવા માટેની ઓફર કરવામાં આવી હતી. જોહર કરીનાથી એટલો નારાજ હતો કે, તેણે કરીના સાથે 9 મહિના સુધી વાત કરી ન હતી.

તેણે એક પુસ્તકમાં જણાવ્યું છે કે, "કરીનાએ આ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ પૈસા માંગ્યા હતા. તે સમયે અમને એક પ્રકારનો ફોલઆઉટ થયો હતો." "હું ખૂબ જ હર્ટ થયો હતો. મેં મારા પિતાને કહ્યું, નેગોસિએશન ના કરશો અને મેં કરીનાને ફોન કર્યો, પરંતુ તેણે મારો ફોન રિસીવ ન કર્યો. મેં જણાવ્યું કે, 'અમે કરીનાને નથી લઈ રહ્યા.' તેના બદલે પ્રીતિ ઝિન્ટાને સાઈન કરી લીધી. કરીના અને મેં લગભગ એક વર્ષ સુધી એકબીજા સાથે વાત કરી ન હતી. કરીના એક બાળક હતી અને તે મારા કરતાં 10 વર્ષ નાની છે."

ગોલિયો કી રાસલીલા રામલીલા (Goliyon Ki Rasleela Ram-Leela)

ગોલિયો કી રાસલીલા રામલીલામાં કામ કરવા માટે કરીનાને ઓફર આપવામાં આવી હતી. આ ફિલ્મ માટે કરીનાએ સાઈન અપ કર્યું હતું, પરંતુ તેમાં દીપિકા પાદુકોણે કામ કર્યું. કરીનાએ ફિલ્મ ‘ગોરી તેરે પ્યાર મે’ માં કામ કરવા માટે ગોલિયો કી રાસલીલા રામલીલામાંથી બહાર નીકળી ગઈ હતી. કરીના કપૂરે જણાવ્યું કે, નિર્ણયો સામાન્ય રીતે તેના મૂડ પર આધાર રાખે છે અને રામ-લીલા તેને યોગ્ય લાગતી નથી.

ક્વીન (Queen)

ક્વીન ફિલ્મથી કંગનાને બોલિવુડની ક્વીનનું ટાઈટલ આપવામાં આવ્યું. આ ફિલ્મના કારણે કંગનાએ નેશનલ એવોર્ડ જીત્યો હતો. કરીના કપૂર ખાને આ ફિલ્મ રિજેક્ટ કરી હતી. કરીનાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ આવી ન હતી.

ફેશન (Fashion)

કરીના કપૂર ખાન મધુર ભંડારકરની ફિલ્મ ‘ફેશન’માં એક્ટીંગ કરવાની હતી. કરીનાએ આ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી. આ ફિલ્મમાં કરીનાએ પ્રિયંકાનો રોલ પ્લે કરવાનો હતો.

કહો ના પ્યાર હૈ(Kaho Na Pyaar Hai)

રાકેશ રોશનની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ થી હૃતિક રોશન અને કરીના કપૂર બંનેએ ડેબ્યુ કર્યું હોત. પરંતુ કરીના ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ હતી. કરીનાએ આ ફિલ્મ માટે થોડા દિવસો સુધી શૂટિંગ કર્યું અને ત્યારાબાદ રેફ્યુજી માટે ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ હતી.

બ્લેક(Black)

ટાઇમ મેગેઝિન દ્વારા વિશ્વભરની 10 શ્રેષ્ઠ મૂવીઝની યાદીમાં, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બ્લેક’ એ એન્ટ્રી કરી છે. આ ફિલ્મે બે નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા. કોઈ પણ કલાકાર ફિલ્મને રિજેક્ટ કરવા ઈચ્છતું નથી, પરંતુ બેબોએ તે સમયે આ ફિલ્મને પણ રિજેક્ટ કરી દીધી હતી.

જજમેન્ટલ હે ક્યાં (Judgmental Hai Kya)

અફવા છે કે કંગના રનૌતને આ ફિલ્મ માટે સાઇન કરતા પહેલાં, કરીના કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કરીનાએ આ ફિલ્મને રિજેક્ટ કરી દીધી હતી કે, તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મ ખૂબ જ ડાર્ક છે અને સમય કરતાં વધુ આગળ છે.

દિલ ધડકને દો(Dil Dhadakne Do)

ઝોયા અખ્તરની આ ફિલ્મને રિજેક્ટ કરવા બદલ કરીનાને ખૂબ જ અફસોસ છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે, "તે મારો લોસ છે કારણ કે, હું ઝોયાને પ્રેમ કરું છું, પરંતુ હું તેની ફિલ્મનો ભાગ બની ન શકી. હું તેની સાથે કામ કરવા માટે ખૂબ જ રાહ જોઈ રહી છું. તેની આગામી ફિલ્મમાં મારા માટે ચોક્કસ કોઈ રોલ હશે અને હું તે રોલ ચોક્કસથી કરીશ".

ઝોયા ઇચ્છતી હતી કે, વાસ્તવિક જીવનના કઝીન્સ કરીના કપૂર અને રણબીર કપૂર એક મૂવીમાં સાથે એક્ટીંગ કરે. સંજોગોવશાત્ ઝોયાએ બાદમાં પ્રિયંકા અને રણવીરને રોલ કરવા માટે પસંદ કર્યા.

ચેન્નઈ એક્સપ્રેસ(Chennai Express)

અફવા એવી છે કે, કરીના કપૂર ચેન્નાઈ એક્સપ્રેસમાં કામ કરવાની હતી, પરંતુ તારીખની સમસ્યાઓને કારણે કરીનાએ રોહિત શેટ્ટીની ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી.

હમ દિલ દે ચૂકે સનમ(Hum Dil De Chuke Sanam)

આ ફિલ્મ માટે પણ, સંજય લીલા ભણસાલીએ કરીનાનો સંપર્ક કર્યો હતો. બાદમાં ઐશ્વર્યા રાય બચ્ચનને આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી હતી.

આ પણ વાંચોNeelam Kothari B’day Spl: જો ગોવિંદાની માતાએ હા પાડી હોત તો આજે નીલમ તેની હોત

શુદ્ધિ (Shuddhi)

ફિલ્મ ‘શુદ્ધિને’ કરણ જોહરનો સૌથી મહત્વનો પ્રોજેક્ટ માનવામાં આવતો હતો. અહેવાલો અનુસાર કે હૃતિક રોશન અને કરીના કપૂર આ ફિલ્મમાં કામ કરવાના હતા, પરંતુ કંઈક કારણોસર બંને સેલેબ્સે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
First published:

Tags: Bollywood Interesting story, Kareena kapoor, Kareena kapoor instagram, Kareena kapoor khan

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन