Bollywood Interesting Story: મનોજ બાજપેયીના આ 11 લાઈફ લેસન્સ મુશ્કેલીમાં આપશે તમને પ્રેરણા

મનોજ બાજપેયીના આ 11 લાઈફ લેસન્સ તમને મુશ્કેલીમાં આપશે તમને પ્રેરણા

શું તમે જાણો છો કે, મનોજ બાજપેયીનું નામ મહાન અભિનેતા મનોજ કુમાર (Manoj Kumar) ના નામ પરથી રાખવામાં આવ્યું હતું? મનોજ વાજપેયીના માતા-પિતા મનોજ કુમારના ચાહક હતા

  • Share this:
મનોજ બાજપેયી (Manoj Bajpayee) આજે ભારતીય સીને જગત (Indian cinema)ના મહાન કલાકારોમાં શામેલ થઈ ચૂક્યા છે. તેમના દમદાર અભિનયના ઘણા દાખલા છે. તેમના જીવન અંગે ઘણું લખાઈ ચૂક્યું છે. પરંતુ શું તમે જાણો છો કે, મનોજ બાજપેયીનું નામ મહાન અભિનેતા મનોજ કુમાર (Manoj Kumar) ના નામ પરથી રાખવામાં આવ્યું હતું? મનોજ વાજપેયીના માતા-પિતા મનોજ કુમારના ચાહક હતા, જેથી તેમણે તેમના નામ પરથી મનોજ બાજપેયીનું નામ રાખ્યું હતું.

મનોજ કુમારના નામ સાથે અભિનેતા બનવાનું સ્વપ્ન પણ તેમનામાં આત્મસાત થયું હતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સિનેમા પ્રત્યેનો તેમનો પ્રેમ વધતો ગયો. જેથી તેઓ કોલેજના દિવસોમાં થિયેટરના અભિનયને આગળ વધારવા માટે તેમના ગામથી દિલ્હી શિફ્ટ થઈ ગયા હતા. જોકે, તેઓને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (National school of drama)માં રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. જેથી અભિનેતા રઘુબીર યાદવ ( Raghubir Yadav)ની સલાહથી બેરી જ્હોનના વર્કશોપમાં (Barry John’s workshop)થી અભિનયની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમની કારકિર્દી ગોવિંદ નિલહાનીની દ્રોખલ (1994)થી શરૂ થઈ અને બેનડીટ ક્વીન (Bandit Queen) ફિલ્મમાં પણ કામ કર્યું હતું. જોકે, તેમને શૂલ (Shool) ફિલ્મથી ઓળખ મળી હતી.

મનોજ વાજપેયીની ફિલ્મ કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે. પરંતુ કામ પ્રત્યે પોતાના સમર્પણ અને એક્ટિંગ સ્કીલના કારણે તેમણે ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમને ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. આ તો થઈ ફિલ્મોની વાત, પરંતુ તેમને રૂબરૂમાં મળી ચૂકેલા લોકો તેમની મહાનતાના ગુણગાન ગાતા થાકતા નથી અને તેમના શબ્દો ભૂલતા નથી. આજે અહીં અમે જીવનમાં માર્ગદર્શન અને હિંમત આપી શકે તેવા કેટલાક બોધપાઠ (Life Lessons) લઈ આવ્યા છીએ.

1) વિનમ્રતા તમને ખૂબ આગળ લઈ જશે. સફળતાને તમારા મગજમાં ન ભરાવા દો. તમારું શ્રેષ્ઠ આપતા રહો અને સુસંગત રહેવાનો પ્રયત્ન કરો.

2) દરેક પરિસ્થિતિમાં બોધ છુપાયેલો છે. તમે તેને ઓળખો અને તેનો ઉપયોગ તમારા ફાયદા માટે કરો તે માત્ર સમયની વાત છે.

3) જીવનમાં સરળ વસ્તુઓનો આનંદ માણવો ખૂબ જ જરૂરી છે. પૈસા બધું ખરીદી શકે છે, પરંતુ વ્યક્તિગત રીતે પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવું તે શ્રીમંત અને ખ્યાતનામ લોકો માટે પણ આનંદ આપતી પ્રવૃત્તિ છે.

4) આદર આપવો સારી બાબત છે, પરંતુ તમારી સાથે અન્યાય થાય ત્યારે લડત આપવી તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે.

5) પ્રયાસ કરતા રહો. જો તમે સતત મહત્વકાંક્ષા રાખશો તો તમે અનુભવ મેળવશો અને તે જ સૌથી કિંમતી છે.

6) કેટલીક વખત હારી જવાનો વિકલ્પ જ નથી હોતો, સતત નિષ્ફળતા પછી પણ પ્રયત્ન ચાલુ રાખવો પડે છે.

7) જ્યાં સુધી તે તંદુરસ્ત હોય ત્યાં સુધી હરીફાઈ સારી છે. દરેકની પોતાની સફર છે. તમારી પોતાની ઝડપ જાળવવી જરૂરી છે.

8) ખામીઓ હોય તેનો વાંધો નહીં. તેમને સ્વીકારવાથી જ તમારી પોતાની પ્રગતિમાં મદદ મળશે.

9) આશા ગુમાવવી અને હાર માનવી એ સૌથી સરળ છે. વ્યક્તિ હતાશાને હરાવી શકે અને મજબૂતીથી ઉભરી શકે, તો તે સાચો વિજય છે.

10) આસપાસના લોકોની સલાહ લેવાની જગ્યા પોતાના મનનું સાંભળો. તે તમને મુશ્કેલ માર્ગ પર લઈ જઈ શકે છે પરંતુ તે સૌથી વધુ સંતોષકારક હશે

આ પણ વાંચો - Bollywood Interesting Story: આ 11 ફિલ્મના એવા ભાવુક દ્રશ્યો, જેણે ભલ ભલાને ઈમોશનલ કરી દીધા

11) જો તમારા સપના તમને રાત જગાડતા નથી, તો શું તે જોવાને લાયક છે?
Published by:kiran mehta
First published: