Home /News /entertainment /Bollywood Interesting Story: આ 11 ફિલ્મના એવા ભાવુક દ્રશ્યો, જેણે ભલ ભલાને ઈમોશનલ કરી દીધા

Bollywood Interesting Story: આ 11 ફિલ્મના એવા ભાવુક દ્રશ્યો, જેણે ભલ ભલાને ઈમોશનલ કરી દીધા

આજે પણ દર્શકોને ફિલ્મના આ દ્રશ્યો હજુ પણ યાદ હશે.

અહીં બોલીવુડ ફિલ્મ (Bollywood Movie)ના 11 દ્રશ્યો વિશે વાત કરવામાં આવી છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. આજે પણ દર્શકોને ફિલ્મના આ દ્રશ્યો હજુ પણ યાદ હશે.

  ફિલ્મો ખૂબ જ મેજિકલ હોય છે. અભિનેતાઓ સહિત ફિલ્મની આખી ટીમ ફિલ્મમાં બનાવવામાં તનતોડ મહેનત કરે છે અને દર્શકો સમક્ષ અદભુત ફિલ્મ રજૂ કરે છે. બોક્સ ઓફિસ (Box Office) પર થયેલ કલેક્શનની મદદથી ફિલ્મ હિટ (Hit Film) ગઈ છે કે ફ્લોપ તે નક્કી કરવામાં આવે છે. ‘ધ સ્કાય ઈઝ પિંક’ ફિલ્મ આયેશા ચૌધરી (Ayesha Chaudhary) અને તેમના પરિવાર માટે ખૂબ જ ઈમોશનલ ફિલ્મ હતી. ફરહાન અખ્તર (Farhan Akhtar) અને પ્રિંયકા ચોપરા (Priyanka Chopra)એ આ ફિલ્મમાં ખૂબ જ અદભુત કામ કર્યું છે. આ ફિલ્મ જોઈને દર્શકો ભાવુક થઈ ગયા હતા. અહીં બોલીવુડ ફિલ્મ (Bollywood Movie)ના 11 દ્રશ્યો વિશે વાત કરવામાં આવી છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. આજે પણ દર્શકોને ફિલ્મના આ દ્રશ્યો હજુ પણ યાદ હશે.

  ફિલ્મ ‘શેરશાહ’ માં વિક્રમ બત્રાના અંતિમ સંસ્કારનો સિન

  ફિલ્મ ‘શેરશાહ’નો સીન વિક્રમના જુડવા ભાઈ વિશાલ બત્રાની હાજરીમાં શૂટ કરવામાં આવ્યો હતો. પાલમપુરમાં જે જગ્યાએ વિક્રમ બત્રાના અંતિમ સંસ્કાર થયા હતા, તે જ જગ્યાએ આ સીનનું શુટીંગ કરવામાં આવ્યું હતું. બહુ જ ઓછા લોકોને આ વાત વિશેની જાણ હશે. આ સીનનું શુટીંગ કરતા સમયે શુટીંગ ટીમ ખૂબ જ ભાવુક જોવા મળી હતી. "મન ભરેયા" ગીત આ સીનમાં પરફેક્ટ બંધબેસતુ હોવાથી દર્શકો પણ આ સીનને જોઈને ભાવુક થઈ ગયા હતા.

  ‘કપૂર્સ એન્ડ સન્સ’ ફિલ્મમાં હર્ષ કપૂરના નિધનનો સીન

  આ ફિલ્મમાં હર્ષ કપૂરના નિધન બાદનો સીન ખૂબ જ ભાવુક છે. કોઈપણ વ્યક્તિ આ સીન જોઈને ભાવુક થઈ જશે, રત્ના પાઠક અને હર્ષ કપૂરનું લગ્ન જીવન પરફેક્ટ ન હતું, પરંતુ રત્ના પાઠકને તેના પતિના નિધનનું ખૂબ જ દુખ છે. આ સીન ખૂબ જ સુંદર રીતે શૂટ કરવામાં આવ્યો હતો.

  રામ પ્રસાદ કી તેહરવીનો લાસ્ટ સીન

  આ ફિલ્મ તમને હંમેશા યાદ રહેશે. ક્રાફ્ટની માસ્ટર સુપ્રિયા પાઠકે પોતાના દુખને ખૂબ જ અલગ રીતે ચિત્રિત કર્યા છે. લાસ્ટ સીનમાં સુપ્રિયા તેના પતિને યાદ કરે છે અને તેના જીવનની શરૂઆત કરે છે. આ સીન તમને હંમેશા યાદ રહેશે.

  ફિલ્મ મિમીના ભાવુક દ્રશ્યો

  ફિલ્મ ‘મિમી’ માં જ્યારે મિમી અને તેના પરિવારને લાગે છે કે, તેમણે હવે રાજ વગર રહેવું પડશે. તે સમયે ફિલ્મમાં ખૂબ જ ભાવનાત્મક દ્રશ્યો જોવા મળે છે. આ સીનને ખૂબ જ ભાવુક રીતે રજૂ કરવામાં આવે છે. રાજના ના હોવાથી જ પરિવાર કેટલો ભાવુક થઈ જાય છે, તે સીન આ ફિલ્મમાં ખૂબ જ ઈમોશનલ છે.

  માલતી જ્યારે ખુદને અરીસામાં જોવે છે તે સીન

  માલતી એસિડ એટેક બાદ પોતાના ભાગ્યનો અને વાસ્તવિક જીવનનો સ્વીકાર કરે છે. તે જ્યારે અડધી રાત્રે ઉઠે છે અને એસિડ એટેક બાદ પહેલી વાર ખુદને અરીસામાં જોવે છે, ત્યારે તે ખૂબ જ દર્દનાક ચીસ પાડે છે. ફિલ્મનો આ સીન ખૂબ જ ભાવુક છે.

  ફિલ્મ ‘દિલ બેચારા’માં મેનીના નિધનનો સીન

  આ ફિલ્મ જોન ગ્રીનની ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ માંથી હિન્દી રિમેક બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત તેમના મિત્રોને પૂછે છે કે, શું તેના મર્યા બાદ તેઓ તેને યાદ કરશે? ફિલ્મનો આ સીન ખૂબ જ ઈમોશનલ છે.

  ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિન્ક’ ના ભાવુક દ્રશ્યો

  ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિન્ક’ માં અદિતિ અને વિરેન એક બીજાને જોવે છે અને તેઓ વિચારી રહ્યા છે કે, તેઓ આયેશાને ગુમાવી દેશે. ફિલ્મનો આ સીન ખૂબ જ ભાવુક છે. આયેશા પોતાના પરિવાર સાથે સૌથી સારા દિવસો જીવવાની કોશિશ કરી રહી છે. આ પરિસ્થિતિમાં આયેશા અને વિરેન વાસ્તવિકતા વિચારીને દુખી થઈ રહ્યા છે.

  ફિલ્મ બુલબુલના ઈમોશનલ સીન

  ઈન્દ્રાણીની ગુંડાગડદીની હરકતો ખૂબ જ ભયંકર છે. તે પોતાની તાકાત ઘરની મહિલાઓ પર દર્શાવે છે. તે બુલબુલનું શારીરિક શોષણ કરે છે. ફિલ્મનો આ સીન ખૂબ જ ઈમોશનલ છે, જેને જોઈને તમને તેના પર ગુસ્સો આવશે.

  ફિલ્મ કામયાબનું ક્લાઈમેસ

  આ ફિલ્મ જોઈને તમે ભાવુક થઈ જશો. ખૂબ જ મુશ્કેલી બાદ તેમને તેમના હક મળે છે. આ ફિલ્મને ખૂબ જ સુંદર રીતે લખવામાં આવી છે. સંજય મિશ્રાનું પર્ફોર્મન્સ જોઈને તમે ખૂબ જ ઈમોશનલ થઈ જશો.

  ફિલ્મ સરનો ઈમોશનલ સીન

  આ ફિલ્મમાં અશ્વિન રત્નાને ઘરે મુકી જવા માટેની ઓફર કરે છે. રત્ના અશ્વિન સાથે બેઠી છે. ફિલ્મનો આ સીન ખૂબ જ ભાવુક છે. તિલોતમા શોમે આ ફિલ્મમાં ખૂબ જ અદભુત એક્ટીંગ કરી છે.

  આ પણ વાંચોIndian Food: આ હોલીવુડ સેલિબ્રીટીસને લાગ્યો ભારતીય ફુડ ચસ્કો, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

  ઉરી ફિલ્મનો ઈમોશનલ સીન

  ફિલ્મ ઉરીમાં મેજર કશ્યપની પુત્રી ભારતીય સેનાનું વાક્ય ‘શૌર્યમ.. દક્ષમ... યુદ્ધેયા....’ બોલે છે, ત્યારે તમે કંઈ જ બોલી નહીં શકો. ફિલ્મનો આ સીન ખૂબ બાવુક છે. પુત્રીની દેશભક્તિ અને પિતા પ્રત્યેનું ગૌરવ આ સીનમાં જોવા મળે છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Interesting story, Bollywood News in Gujarati

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन