Bollywood Interesting Story : જો તમને હિન્દી ફિલ્મો (Hindi Movie) જોવી ખૂબ જ ગમે છે, તો તમને બોલીવુડ સાથે જોડાયેલ રોચક તથ્યો (Bollywood Interesting Facts) વિશે જાણકારી હોવી જરૂરી છે. અમે તમને હિન્દી ફિલ્મોના એવા રોચક તથ્યો (Hindi Film Interesting Facts) વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમને કોઈ જાણકારી નહીં હોય. બોલીવુડ ફિલ્મો, બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓ સાથે જોડાયેલ કેટલીક બાબતો અહીં રજૂ કરવામાં આવી છે.
હિન્દી ફિલ્મો વિશેના કેટલાક રોચક તથ્યો ((Hindi Film Interesting Facts)
1 – ઐતિહાસિક ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ ત્રણ ભાષાઓમાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મના તમામ સીન હિન્દી, તમિલ અને અંગ્રેજી ભાષામાં ત્રણ વાર શૂટ કરવામાં આવ્યા હતા. તમિલ ભાષામાં આ ફિલ્મ સંપૂર્ણપણે ફ્લોપ થઈ રહી હતી.
2 – બોલીવુડમાં સૌથી પહેલી વેનિટી વેન બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે હતી. મનમોહન દેસાઈએ આ વેનિટી વેન અમિતાભ બચ્ચનને ગિફ્ટમાં આપી હતી.
3 – ફિલ્મ ‘મેરા નામ જોકર અને એલઓસી’ આ બંને ફિલ્મો અત્યાર સુધીની સૌથી લાંબી ફિલ્મ છે. આ ફિલ્મો 255 મિનિટની છે.
4 – ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ ના ગીત ‘દર્દે ડિસ્કો’ ના શુટીંગ દરમિયાન ફરાહ ખાન પ્રેગનેન્ટ હતી.
5 – બોલીવુડ અભિનેતા શશી કપૂરે અમિતાભ બચ્ચન સાથે અનેક ફિલ્મોમાં કામ કરીને બોલીવુડને સુપરહિટ ફિલ્મો આપી છે. ફિલ્મ ‘દેવર’, ‘સુહાગ’, ‘દો ઓર દો પાંચ’ અને ‘નમક હલાલ’ માં અમિતાભ બચ્ચને મોટા ભાઈનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ ‘સિલસિલા’ (1981) એક માત્ર એવી ફિલ્મ છે, જેમાં શશી કપૂરે અમિતાભ બચ્ચનના મોટા ભાઈનું પાત્ર ભજવ્યું છે.
6 – સમગ્ર દુનિયામાં ભારતીય લોકો ફિલ્મો જોવામાં આગળ પડતા છે. ભારતમાં દર વર્ષે 270 કરોડ મૂવી ટિકિટ્સ ખરીદવામાં આવે છે.
7 – શેખર કપૂરે નિર્મિત કરેલ ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં અનિલ કપૂરે મુખ્ય પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ મુખ્યરૂપે અમિતાભ બચ્ચન માટે લખવામાં આવી હતી. જોકે, બિગ બી એ આ ફિલ્મમાં કામ કરવાની અને ઈનવિસિબલ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી.
8 – રજનીકાંત ફિલ્મોમાં કામ કરતા પહેલા બસ કંડક્ટર, કુલી અને પેઈન્ટરનું કામ કરતા હતા. તેમની સ્ટાઈલ જોઈને તેમને ફિલ્મમાં કામ કરવાની તક આપવામાં આવી હતી.
9 - "હ્રિતિકની અસલી સરનેમ રોશન નહીં પરંતુ નાગરથ છે."
10- બોલીવુડ અભિનેતા રણવીર સિંહનું સાચુ નામ રણવીર સિંહ ભવનાની છે અને તેઓ સોનમ કપૂરના કઝિન છે.
11- સલમાન ખાનનું આખું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે.
12 - ફિલ્મ “કહો ના પ્યાર હૈ” ને સૌથી વધુ કુલ 92 એવોર્ડ મળ્યા છે. તેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યા છે.
13 - "સલમાન ખાન તેમના જૂના કપડાને જલ્દી ફેંકી દેતા નથી. તેઓ હજુ પણ ક્યારેક ક્યારેક 10 વર્ષ જૂના જીન્સ અને શુઝ પહેરતા જોવા મળે છે."
14 - આમિર ખાન તેમની શરૂઆતના દિવસોમાં રમતોમાં ખૂબ જ એક્ટીવ હતા. તેઓ મહારાષ્ટ્રના સ્ટેટ ટેનિસ ચેમ્પિયન હતા. આ કારણોસર તેમને ટેનિસ ખૂબ જ પસંદ છે. રોજર ફેડરર આમિર ખાનના ફેવરિટ પ્લેયર છે.
15 - “અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં” ગીત અત્યાર સુધીનું સૌથી લાંબુ ગીત છે. આ ગીતની અવધિ 20 મિનિટ છે.
16 - ફેમસ ફિલ્મ 'શોલે'નો "કિતને આદમી થે" ડાયલોગ 40 રીટેક બાદ ઓકે કરવામાં આવ્યો હતો.
17 - ફિલ્મ 'રંગ દે બસંતી'માં આમિર ખાને ડીજેનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર મનોજ બાજપેયીને આપવાનું હતું. મનોજના મિત્ર રાકેશને લાગ્યું કે, આ રોલ મનોજને શોભશે નહીં અને ત્યારબાદ આ પાત્ર માટે આમિરને ફાઇનલ કરવામાં આવ્યો."
18 - શ્રીદેવીએ માત્ર 13 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ 'મોન્દરુ મૂડીચુ'માં રજનીકાંતની સાવકી માતાનું પાત્ર ભજવ્યું હતું.
19 - કહેવામાં આવે છે કે, મિથુન ચક્રવર્તી અને શ્રીદેવીએ ગુપચુપ લગ્ન કરી લીધા હતા. થોડા સમય બાદ તેઓ અલગ થઈ ગયા હતા. તેમના લગ્નનું સર્ટીફિકેટ મીડિયાકર્મીઓને મળી ગયું હતું.
20 - ફિલ્મ “શોલે"માં ગબ્બરના પાત્ર માટે અમજદ ખાનની જગ્યાએ ડેનીને લેવાના હતા. કોઈક કારણોસર અમજદ ખાનને આ પાત્ર માટે ફાઈનલ કરવામાં આવ્યા હતા.