સમીર વાનખેડે (Sameer Wankhede)ના નામથી હવે કોઈ પણ અજાણ નથી રહ્યું. ફિલ્મમાં તો આપણે સિંઘમ જોઈ લીધો, પરંતુ સમીર વાનખેડે રિયલ લાઈફ સિંઘમ (Singham) છે. નોર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના સિંઘમ એટલે કે સમીર વાનખેડે ડ્રગ્સ (drugs) મામલે બોલિવુડ સેલબ્સને નિશાના પર લઈ ચૂક્યા છે અને આ જ કારણે તે લાઈમ લાઈટમાં આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં રહેલા આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસમાં પણ સમીર વાનખેડેની મહત્વની ભૂમિકા છે. આર્યન ખાનની ધરપકડ કરી અને તેને જેલ મોકલનાર ઓફિસર NCBના જનરલ ડાયરેક્ટર સમીર વાનખેડે જ હતા. જણાવી દઈએ આર્યન ખાનને 27 દિવસ બાદ જામીન આપવામાં આવ્યા છે, આ દરમ્યાન શાહરુખ ખાન (Shahrukh Khan)એ પોતાના પુત્રને જેલમાંથી બહાર કાઢવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું.
Sameer Wankhede NCB: આ કોઈ પ્રથમ વખત નથી કે જ્યારે કોઈ બોલીવુડ સેલિબ્રીટીનું NCB ચીફ સમીર વાનખેડે સાથે સામનો થયો હોય. જેમ બધા જાણે છે આ પહેલા પણ સમીર વાનખેડે (Sameer Wankhede)ની ટીમ દ્વારા વિવિધ મુદ્દે ફેમસ બોલીવુડ સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે. જણાવી દઈએ કે સમીર વાનખેડે તેમના કડક મિજાજને લઈને જાણીતા છે. બોલિવુડ (Bollywood) સેલેબ્સ સાથે કરવામાં આવેલા ઈન્ટરોગેશન દરમિયાન સમીર વાનખેડે (Sameer Wankhede) દ્વારા કેટલાક સેલેબ્સ પર ભારે દંડ પણ ફટકારવામાં આવ્યા છે.
આજે અમે આપને જણાવીશું કે આર્યન ખાન પહેલા કયાં કયાં સેલેબ્સનો સમીર વાનખેડે સાથે પાલો પડી ચુક્યો છે.
1. શાહરુખ ખાન
આ લિસ્ટમાં પહેલું જ નામ બોલિવુડના કિંગ ખાન (king Khan) એટલે કે શાહરુખ ખાન (Shahrukh Khan)નું છે. પોતાના પુત્ર પહેલા શાહરુખ પણ સમીર વાનખેડેના રડારમાં આવી ચુક્યાં છે. જોકે શાહરુખનો સામનો સમીર સાથે ડ્રગ્સ મામલે થયો ન હતો. વર્ષ 2011માં શાહરુખ ખાનને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા વધુ લગેજના કેસમાં 1.5 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જણાવી દઈએ આ વખતે કસ્ટ્મ ટીમને સમીર વાનખેડે દ્વારા જ લીડ કરવામાં આવી રહી હતી.
2. રણબીર કપૂર
શાહરુખ ખાનની જેમ રણબીર કપૂર (Ranbir Kapoor)ને પણ એરપોર્ટ પર સમીર વાનખેડેનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2013માં રણબીર કપૂર માત્ર એરપોર્ટ સ્ટાફ માટે રિઝર્વ રસ્તેથી જઈ રહ્યા હતાં. રણબીરની આ ભૂલ માટે સમીર વાનખેડે દ્વારા રણબીર પર 60,000 રુપિયાનો દંડ ફટકારાયો હતો.
3. અનુષ્કા શર્મા
બોલિવુડ દિવા અનુષ્કા શર્મા (Anushka Sharma)ની વર્ષ 2011માં કસ્ટમ વિભાગમાં કાર્યરત સમીર વાનખેડે દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જણાવી દઈએ સમીર વાનખેડેએ 11 કલાક સુધી અનુષ્કાની પૂછપરછ કરી હતી.
4. કેટરીના કૈફ
વર્ષ 2012માં બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ કોઈ પણ લગેજ ક્લેઈમ કર્યા વિના એરપોર્ટથી બહાર જતી રહી હતી. આવું કરવા પર સમીર વાનખેડેની ટીમે તેમને પકડ્યા હતા અને ત્યાર બાદ કેટ પાસેથી 12,000 રુપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
5. બિપાશા બસુ
બોલિવુડ એક્ટ્રેસ બિપાશા બસુ મુંબઈ એરપોર્ટમાંથી કોઈ પણ સૂચના વગર 60 લાખ રુપિયાનો સામાન લઈને બહાર નિકળી રહી હતી, તે વખતે સમીર વાનખેડેની ટીમ દ્વારા બિપાશાને રોકવામાં આવી અને તેની પર 12,000નો દંડ લગાવવામાં આવ્યો હતો.
6. વિવેક ઓબરોય
બોલિવુડ સ્ટાર વિવેક ઓબરોયની વર્ષ 2013માં સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વિસ ટેક્સની ચોરી કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે સમીર વાનખેડે સર્વિસ ડિપાર્ટમેન્ટના કેપ્યુટી કમિશનર હતા.
7. મીકા સિંહ
વર્ષ 2013માં મીકા સિંહનો સમીર વાનખેડે સાથે સામનો થયો હતો. 2013માં મીકા બેંકોકથી પરત આવ્યા હતા ત્યારે તેમના બેગમાં 9 લાખના સામાન અંગે જાણ કર્યા વગર તે મુંબઈ એરપોર્ટથી બહાર નિકળવાની કાશિશ કરી રહ્યા હતા, ત્યારે વાનખેડેની ટીમ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા.
8. રિયા ચક્રવર્તી
સુશાંત સિંહ રાજપૂત સ્યુસાઈડ કેસમાં ડ્રગ્સ એંગલ સામે લાવાનો શ્રેય સમીર વાનખેડેને જ જાય છે. ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાગ સમીર વાનખેડેએ સૌ પ્રથમ રિયા ચક્રવર્તી અને ત્યાર બાદ તેના ભાઈ શૌવિકની પણ ધરપકડ કરી હતી.
9. દીપિકા પાદુકોણ
સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ આવ્યા પછી બોલિવુડમાંથી સૌથી પહેલા ફેમસ અને એ લિસ્ટેડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukon)ની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન સમીર અને તેમની ટીમ દ્વારા દીપિકાની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ ઘણા દિવસ સુધી ચાલી હતી.
10. સારા અલી ખાન
સુશાંતસિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી પછી સારા અલી ખાન (Sara Ali Khan)ની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સારાનું નામ ડ્રગ્સનો ઉપયોગ કરતા સેલેબ્સનાં લિસ્ટમાં નામ આવ્યા પછી એનસીબી દ્વારા તેની પૂછપરછ કરાઈ હતી. આ દરમિયાન સારાએ સુશાંત જોડે પોતાના સંબંધ અને તેની સાથે ડ્રગ્સ લેતી હોવાની વાત પણ કબૂલી હતી.