Home /News /entertainment /bollywood interesting story : જિતેન્દ્ર જ્યારે બની ગયા હતા હીરોઈનના ડુપ્લીકેટ, પોતાના ગેટઅપથી વી શાંતારામને પણ કર્યા હતા અચંબિત

bollywood interesting story : જિતેન્દ્ર જ્યારે બની ગયા હતા હીરોઈનના ડુપ્લીકેટ, પોતાના ગેટઅપથી વી શાંતારામને પણ કર્યા હતા અચંબિત

જીતેન્દ્રના ફિલ્મી કરિયરની રસપ્રદ વાત

bollywood interesting story : જિતેન્દ્ર (Jitendra) ના જીવનમાંથી શીખ લઈ શકાય છે કે જો તમે કંઈક કરવા માટે મક્કમ છો તો તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં, વર્ષ 1959મા તેમની કિસ્મતના દરવાજા ખુલ્યા

  bollywood interesting story : જીતેન્દ્ર (Jeetendra)ને હિન્દી સિનેમાના એવરગ્રીન એક્ટર માનવામાં આવે છે. જિતેન્દ્રએ પોતાની ડાન્સિંગ સ્ટાઈલ અને વ્હાઈટ ડ્રેસના કારણે દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી હતી. રેખા (Rekha), હેમા માલિની (Hema Malini), જયા પ્રદા અને શ્રીદેવી સાથેની જિતેન્દ્રની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આજે જિતેન્દ્રએ ઘણી ખ્યાતિ અને સંપત્તિ કમાઈ છે, પરંતુ આ સ્થાન સુધી પહોંચવા માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે.

  જિતેન્દ્રના જીવનમાંથી શીખ લઈ શકાય છે કે જો તમે કંઈક કરવા માટે મક્કમ છો તો તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં. ઘણી વખત એવું બને છે કે સખત પ્રયાસ કર્યા પછી ક્યારેક સફળતા નથી મળતી, જ્યારે આવુ થાય ત્યારે આપણે હાર માની બેસી જઈએ છીએ. આવું જ કંઈક વર્ષો પહેલા જિતેન્દ્ર સાથે પણ બન્યું હતું, પરંતુ તેમણે હાર ન માની અને કંઈક એવું કર્યું જે સાંભળીને તમે પણ ચોંકી જશો. આપને જણાવી દઈએ કે જિતેન્દ્રના પિતા આર્ટિફિશિયલ જ્વેલરીનું કામ કરતા હતા. તે ફિલ્મ નિર્માતાઓને ભાડા પર જ્વેલરી આપતા હતા. આમ તો તે સમયે જીતેન્દ્ર અભ્યાસ કરતા હતા, પરંતુ ઘણી વખત તેમના પિતા અમરનાથ કપૂર જિતેન્દ્રને ઘરેણાં આપવા માટે સ્ટુડિયોમાં પણ મોકલતા હતા. અહીંથી જ જિતેન્દ્રને એક્ટિંગમાં રસ જાગ્યો હતો.

  સ્ટૂડિયોમાં ઈમિટેશન જ્વેલરી આપવા જતા હતા જીતેન્દ્ર

  જણાવી દઈએ કે જિતેન્દ્રનું સાચું નામ રવિ કપૂર છે, તેમને ફિલ્મી દુનિયામાં નવું નામ જિતેન્દ્રનુ મળ્યું હતું. રવિ અવારનવાર રાજકમલ સ્ટુડિયોમાં ઈમિટેશન જ્વેલરી પહોંચાડવા જતા હતા. જિતેન્દ્ર દેખાવમાં પણ ખૂબ સારા લાગતા હતા. તે જ્યારે પણ સ્ટડિયોમાં જતા ત્યારે તે વખતના જાણીતા નિર્માતા-નિર્દેશક વી શાંતારામને પણ ચોક્કસથી મળતા. એકવાર હિંમત ભેગી કરીને જીતેન્દ્રએ કહ્યું કે મારે પણ ફિલ્મોમાં આવવું છે, તમે મદદ કરો. એ સમયે તો શાંતારામે તેમને ઈન્કાર કર્યો પણ જીતેન્દ્રએ પોતાની હિંમત ન હારી અને અવારનવાર પ્રયત્નો ચાલુ જ રાખ્યા. વર્ષ 1959મા તેમની કિસ્મતના દરવાજા ખુલ્યા. આ જ સમયે શાંતારાત ફિલ્મ નવરંગ બનાવી રહ્યાં હતા તો તે ફિલ્મમાં જીતેન્દ્રને પણ તેમણે એક નાનકડો રોલ આપ્યો, જે કર્યા બાદ જીતેન્દ્ર ખુશખુશાલ થઈ ગયા હતા.

  એક લાઈનનો ડાયલોગ બોલવામાં આવી ગયો હતો પરસેવો

  આ બાદ વી શાંતારામે ફિલ્મ 'સેહરા' બનાવી અને તેમાં પણ જિતેન્દ્રને રોલ આપ્યો. કહેવાય છે કે આ ફિલ્મમાં કેમેરાની સામે એક નાનો ડાયલોગ બોલવામાં જિતેન્દ્રની હાલત ખરાબ થઈ ગઈ હતી, લગભગ 20 ટેક આપ્યા બાદ તેઓ એક લીટીનો ડાયલોગ બોલી શક્યા હતા.

  આ પણ વાંચોJhund OTT Release : આવતીકાલે ઓટીટી પર 'ઝુંડ' રિલીઝ થશે, SC તરફથી મળી લીલી ઝંડી

  ‘સેહરા’ની હીરોઈનના ડુપ્લીકેટ બન્યા હતા જીતેન્દ્ર

  જિતેન્દ્રએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 1962માં આવેલી ફિલ્મ 'સેહરા'નું શૂટિંગ બીકાનેરમાં ચાલી રહ્યું હતું. ફિલ્મની હિરોઈન સંધ્યા હતી. એક સીનમાં સંધ્યાનના ડુપ્લિકેટની જરૂર હતી, પરંતુ ત્યાં કોઈ ડુપ્લિકેટ ન મળ્યું. હું તે નાના મોટા રોલ પ્લે કરતો હતો. અને તેથી જ હું શાંતારામજીને ખુશ કરવાની કોઈ તક છોડવા માંગતો નહોતો. આ જ કારણે ત્યાં ને કહ્યું કે જો કોઈ મળી રહ્યું નથી તો હુ આ રોલ કરવા માટે તૈયાર છું. જો કે આ બિલકુલ પણ સહેલુ નહતું. ડુપ્લિકેટ બનવા માટે મારો ગેટઅપ બિલકુલ મહિલા જેવો બનાવવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે વી શાંતારામ જ એ વ્યક્તિ હતા, જેમણે રવિને જીતેન્દ્ર નામ આપ્યું હતું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Jitendra singh

  विज्ञापन
  विज्ञापन