ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files)ને 53માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 'પેનોરમા' સેક્શનમાં બતાવવામાં આવી હતી. ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરૂ હેડ Nadav Lapidએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને 'વલ્ગર' જણાવી તેની ટીકા કરી હતી.
નવી દિલ્હીઃ ગોવામાં 53માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં જ્યૂરીએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files)ની નિંદા કરી છે, જેની સ્ટોરી વર્ષ 1990માં કાશ્મીર ઘાટીથી કાશ્મીર પંડિતોના પલાયન અને તેની હત્યાઓની આસપાસ બનાવવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યૂરીએ હેડ ઇસ્ત્રાઇલી ફિલ્મ નિર્માતા Nadav Lapid એ તેને 'પ્રોપોગેન્ડા' અને 'વલ્ગર ફિલ્મ' કહ્યુ. સાથે તેમણે કહ્યુ કે હું એ વાતથી હેરાન છુ કે ફિલ્મને આ સમારોહમાં બતાવવામાં આવી હતી.
Nadav Lapid એ પોતાના સંબોધનમાં કહ્યુ કે, 'આ ફિલ્મ આપણે આ પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહના આર્ટિસ્ટક, કમ્પેટિટિવ સેક્શન માચે અનુપયુક્ત લાગી. આ એક પ્રોપોગેન્ડાની જેમ લાગી રહી હતી. હું આ સ્ટેજ પર તમારી સાથે મારી આ ભાવનાને સહજ રીતે શેર કરુ છુ. ફેસ્ટિવલ ઉજવવાનો સાર ત્યારે છે, જ્યારે આપણે ટીકાત્મક ચર્ચાનો પણ સ્વીકાર કરીએ, જે કળા અને જીવન માટે જરૂરી છે.'
અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશીના અભિનયથી સજેલી અને વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ફિલ્મ ફેસ્ટિવલના 'પેનોરમા' સેક્શનમાં બતાવવામાં આવી હતી.ભાજપાએ તેની પ્રશંસા કરી છે અને ભાજપ શાસિત રાજ્યોમાં તેને કર-મુક્ત પણ ઘોષિત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ ફિલ્મના વખાણ કર્યા હતાં.
જોકે, ઘણા લોકોએ ફિલ્મના કોન્ટેન્ટની ટીકા કરી છે, તેને ઘટનાઓનું એકતરફી ચિત્રણ માનવામાં આવે છે અને ફિલ્મને પ્રોપોગેન્ડા જણાવવામાં આવી રહ્યુ છે. ખબરોની માનીએ તો, મે મહિનામાં સિંગાપુરે આ ફિલ્મ પર પ્રતિબંધ લાદી દીધો હતો, જેથી અલગ-અલગ સમુદાયો વચ્ચે દુશ્મનીની ભાવના પેદા ના થાય.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર