Home /News /entertainment /IFFI 2022: લતા મંગેશકરથી લઈને બપ્પી લહેરી સુધી, આ દિગ્ગજોને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અપાશે શ્રદ્ધાંજલિ

IFFI 2022: લતા મંગેશકરથી લઈને બપ્પી લહેરી સુધી, આ દિગ્ગજોને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અપાશે શ્રદ્ધાંજલિ

ફાઇલ ફોટો

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં લતા મંગેશકર, બપ્પી લહેરી, સિંગર કે.કે જેવી 17 હસ્તીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ફિલ્મ ફેસ્ટિવલ 20 થી 28 નવેમ્બર સુધી ગોવા ખાતે યોજાશે.

    મુંબઈઃ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI 2022) આ વખતે ખાસ છે, કારણ કે આ ફેસ્ટિવલ દરમિયાન ભારતીય સિનેમાની મહાન દિવંગત હસ્તીઓને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વર્ષે આપણે મનોરંજન જગતની જે પણ હસ્તીઓને ગુમાવી છે તેમને ગોવામાં યોજાનારી 53માં એડિશનમાં સ્ક્રિનિંગમાં દેખાડશે. સિનેમામાં લતા મંગેશકર, બપ્પી લહેરી, સિંગર કેકે, સાવન કુમાર ટાક સહિત 17 હસ્તીઓના અનુકરણીય યોગદાનને તેમની યાદગાર ફિલ્મો દ્વારા ફરી એકવાર યાદ કરવામાં આવશે.

    ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાને એશિયામાં સૌથી જૂનો અને ભારતમાં સૌથી મોટા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તરીકે ગણવામાં આવે છે. IFFI ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે જોડાયેલ છે. દર વર્ષે ફેસ્ટિવલ દરમિયાન સિનેમા જગતના બેસ્ટ કામોની પ્રશંસા કરવામાં આવે છે અને ભારત સહિત વિશ્વભરની સર્વશ્રેષ્ઠ ફિલ્મ બતાવવામાં આવે છે.

    આ પણ વાંચોઃ શું મલાઇકાએ અર્જુનને લગ્ન માટે હા પાડી દીધી? જાણો એક્ટ્રેસે શું કર્યા ખુલાસા

    થી 28 નવેમ્બર સુધી ગોવામાં IFFI 202220 યોજાશે


    ગોવામાં 20 થી 28 નવેમ્બર દરમિયાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનું આયોજન થવાનું છે. આ દરમિયાન બપ્પી લાહિરીને ફિલ્મ 'ડિસ્કો ડાન્સર' દ્વારા, લતા મંગેશકરને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સ્ટારર ફિલ્મ 'અભિમાન' દ્વારા, સિંગર કે.કેને ફિલ્મ 'ભૂલભૂલૈયા' દ્વારા યાદ કરવામાં આવશે.

    દિગ્ગજ હસ્તીઓના ફેન્સ માટે ખાસ મોકો


    વળી 'સરસ્વતીચંદ્ર'થી રમેશ દેવ, રવીના ટંડનના પિતા રવિ ટંડનને 'અનહોની', સાવન કુમાર ટાકને 'સૌતન' ફિલ્મોની સ્ક્રીનિંગ ગોવામાં કરવામાં આવશે. તેના સિવાય યશ ચોપડાની'લમ્હે', વિધુ વિનોદ ચોપડાની 'પરિંદા' જેવી ફિલ્મો બતાવવામાં આવશે. દિગ્ગજ ફિલ્મી હસ્તીઓની ફિલ્મોને જોવા માટેનો આ એક મોકો તેમના ફેન્સ અને ફેમિલી માટે ખાસ છે.

    આ પણ વાંચોઃ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે છૂટાછેડા લઈ લીધા? નજીકના મિત્રએ આપ્યું મોટું નિવેદ

    ગોવામાં વિદેશી ફિલ્મ પણ બતાવવામાં આવશે


    ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ગોવામાં કરવામાં આવશે. આ મહોત્સવમાં ભારતીય અને વિદેશી ફિલ્મોને પણ બતાવવામાં આવશે. વિદેશી ફિલ્મોની કેટેગરીમાં આ વર્ષે આસ્ટ્રિયન ફિલ્મ Alma and Oskar જોવાની દર્શકો મજા માણી શકે છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, મનોરંજન, લતા મંગેશકર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन