Lockdown પછી રિતિક રોશન નજરે પડશે આ સુપરહિટ ફિલ્મના રિમેકમાં?

News18 Gujarati
Updated: April 4, 2020, 6:02 PM IST
Lockdown પછી રિતિક રોશન નજરે પડશે આ સુપરહિટ ફિલ્મના રિમેકમાં?
રિતિક રોશન

લાંબા સમયથી ખબરો ચાલી રહી હતી કે 1980ની બ્લોકબસ્ટર ફિલ્મ ધ બર્નિંગ ટ્રેનનું રિમેક બનાવવામાં આવશે.

  • Share this:
કોરોના વાયરસના કારણે હાલ અનેક બોલિવૂડ ફિલ્મોનું કામ અટવાઇને પડ્યું છે. અનેક જાણીતા ફિલ્મ મેકર અને ફિલ્મ પ્રોડ્યૂસર લોકડાઉન પતવાની રાહ જોઇને બેઠા છે. જેથી કરીને તે તેમના નવા પ્રોજેક્ટ આ લોકડાઉન પછી પાછા શરૂ કરી શકે. સાથે જ આ ખાલી સમયમાં કેટલાક ફિલ્મ મેકર મોટી ફિલ્મો બનાવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા છે. અને આ જાણકારી જે સામે આવી છે તેમાં પણ કંઇક આવી જ વાત છે. માનવામાં આવી રહ્યું છે કે લોકડાઉન પૂર્ણ થતા જ બોલિવૂડના હેન્ડસમ હંક રિતિક રોશન (Hritik Roshan) એક મોટો ધમાકો કરશે. જો કે આની કોઇ ઓફિશિયલ જાહેરાત નથી થઇ. પણ લોકડાઉન પછી આ અંગે જાહેરાત થશે તેમ મનાય છે.

લાંબા સમયથી ખબરો ચાલી રહી હતી કે 1980ની બ્લોકબસ્ટર ફિલ્મ ધ બર્નિંગ ટ્રેનનું રિમેક બનાવવામાં આવશે. ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, જીતેન્દ્ર જેવા મોટા સ્ટાર્સ સાથે બનાવવામાં આવેલી આ સુપરહિટ ફિલ્મની રિમેક બનાવાની વાત તેજીથી ફેલાઇ ગઇ હતી. જો કે રીમેકની કાસ્ટને લઇને પણ સસ્પેંસ બનેલું છે. ત્યારે આ તમામની વચ્ચે પિંકવિલાની એક રિપોર્ટ સામે આવી છે. જે મુજબ આ રિમેકમાં લીડ એક્ટર તરીકે રિતિક રોશનની પસંદગી થઇ ચૂકી છે. જો કે આ અંગો કોઇ અધિકૃત જાહેરાત નથી થઇ અને ના જ ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટી કરે છે. પણ તેમ છતાં રિપોર્ટનું માનીએ તો જૈકી અને જૂનો ફિલ્મના રિમેકને લઇને મન બનાવી ચૂક્યા છે. જે માટે રિતિક રોશન ઓલમોસ્ટ ફાઇનલ છે. અને બસ આ લોકડાઉન પૂરું થતા જ આની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રિતિક રોશનની આ પહેલાની વોર અને સુપર 30 જેવી ફિલ્મો પણ સુપર હિટ સાબિત થઇ હતી. એક્શન અને થ્રીલથી બરેલી ધ બર્નિંગ ટ્રેનમાં જોવાનું તે રહેશે કે રિતિક સિવાય બીજા બે સ્ટાર એટલે કે વિનોદ ખન્ના અને જીતેન્દ્રનો રોલ કોણ ભજવશે. અને તેના માટે કયા સ્ટારની પસંદગી કરવામાં આવશે.
First published: April 4, 2020, 5:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading