કોરોના વાયરસ (Coronavirus)ના કારણે આપણે બધા લોકડાઉનમાં ઘરે રહેવા મજબૂર છીએ. ત્યારે કોરોના વાયરસના આ સમયે બોલિવૂડ સેલેબ્રિટી પણ તેમના ઘરમાં બંધ છે. અને સોશિયલ મીડિયા પર પોતાના અલગ અલગ વીડિયો મૂકતા રહે છે. ત્યારે બોલિવૂડના જાણીતા સ્ટાર રિતિક રોશને પાપા રાકેશ રોશનનો એક તેવો વીડિયો મૂક્યો છે જેને જોઇને તમને પણ વર્કઆઉટ કરવાની ઇચ્છા થઇ જશે. ઉલ્લેખનીય છે કે WHOનું પણ કહેવું છે કે કોરોના વાયરસમાં 60 વર્ષની મોટી ઉંમરના લોકોનું મોટી સંખ્યામાં નિધન થયું છે. મોટી ઉંમરે આ લોકોની ઇમ્યૂનિટી ઓછી થઇ જતા વયોવુદ્ધ લોકો કોરોના વાયરસની ઝપેટમાં જલ્દી આવી શકે છે. ત્યારે પહેલાથી જ પોતાને ફિટ રાખવામાં માનતા પાપા રાકેશ રોશને વીડિયો રિતિકે મૂક્યો છે.
જેમાં તે ઘરમાં લોકડાઉનમાં બંધ હોવા છતાં કસરત કરીને પોતાના મગજ અને શરીરને ફીટ રાખી રહ્યા છે. રિતિક રોશને આ વીડિયોમાં લખ્યું છે કે ઉફ્ફ આ મારા પિતા છે. જે કદી હાર નથી માનતા. આવા સમયે લડવા માટે ઇચ્છા શક્તિ જરૂરી છે. PS: તે આ વર્ષે 71 વર્ષ થઇ જશે અને તેમ છતાં દિવસમાં 2 કલાક વર્કઆઉટ કરે છે. અને હાલમાં જ તેમણે કેન્સરને પણ માત આપી છે. મને લાગે છે કે વાયરસને પણ તેમનાથી ડર લાગે છે. આ વીડિયોમાં રાકેશ રોશન જોગિંગ અને હાર્ડકોર વર્કડાઉટ પૂરી ઇચ્છાશક્તિથી કરતા નજરે પડે છે.
આ વીડિયોને જોઇને તમને પણ ચોક્કસથી કસરત કરવા માટે મોટિવેશન મળશે. કારણ કે આ ઉંમરે વર્કઆઉટ કરવું સરળ નથી. ત્યારે રિતિક રોશનના પિતાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર જોરદાર શેર થઇ રહ્યો છે. અને આ વીડિયો નીચે લોકો કોમેન્ટમાં રાકેશ રોશનની લગન અને ઇચ્છાશક્તિને વખાણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં રિતિક રોશન પણ તેનો પિયાનો વગાડતો વીડિયો મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે તે 21 દિવસના લોકડાઉનનો સદઉપયોગ કરી રહ્યા છે. અને તેમના પુત્ર પાસેથી પિયાનો વગાડતા શીખી રહ્યા છે.
Published by:News18 Gujarati
First published:April 04, 2020, 10:15 am