અક્ષય કુમારની Housefull 4 ફિલ્મે રીલિઝના ચોથા દિવસે કરી સૌથી વધુ કમાણી

News18 Gujarati
Updated: October 29, 2019, 10:12 AM IST
અક્ષય કુમારની Housefull 4 ફિલ્મે રીલિઝના ચોથા દિવસે કરી સૌથી વધુ કમાણી
હાઉસફુલ 4

  • Share this:
ધનતેરસ પર રિલિઝ થયેલી અક્ષય કુમાર (Akshay kumar) ની મલ્ટી સ્ટારર ફિલ્મ હાઉસફુલ 4 (Housefull 4 Box) ના નસીબ આખરે દિવાળીના ચોથા દિવસે ચમક્યા. હાઉસફુલ સીરીઝની આ ચોથી ફિલ્મ છે. અને રિલીઝના ચોથા દિવસે એટલે કે સોમવારે તેણે બમ્પર કમાણી કરી. જે અંગે ટ્રેડ એક્સપર્ટ પણ અનુમાન લગાવ્યું હતું. અક્ષય કુમારની આ ફિલ્મની ઓપનિંગ તો ઠીક-ઠાક જ રહી હતી. આ ફિલ્મે પહેલા દિવસે લગભગ 19 કરોડની કમાણી કરી હતી.

અક્ષય કુમારની આ બિગ બજેટ ફિલ્મથી આ કરતા વધુ આશા રખાઇ હતી. પણ હવે જઇને આ ફિલ્મો મેકર્સની આશાઓ પર સફળ સાબિત થઇ છે. ત્યાં જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આર્દશે જે રીતે અનુમાન લગાવ્યું હતું તે રીતે આ ફિલ્મ રીલિઝના ચોથા દિવસે સારી કમાણી કરી શક્યું છે. અને દિવાળી પછી આ ફિલ્મે શાનદાર કમાણી કરી હતી. એનડીટીવીની રિપોર્ટ મુજબ હાઉસફુલ 4 એ સોમવારે 31 થી 32 કરોડની કમાણી કરી હતી.

એટલે કે અત્યાર સુધી આ ફિલ્મ 80 કરોડ સુધી પહોંચી છે. તેવામાં એવું મનાય છે કે હાઉસફુલ 4 તેના પાંચમા દિવસે સારું પ્રદર્શન કરે છે તો 100 કરોડને આંબી જશે. અને બોક્સ ઓફિસ ઇન્ડિયાની વેબસાઇટ મુજબ હાઉસફુલ 4 યુપી, બિહાર, રાજસ્થાન, ગુજરાત જેવા રાજ્યોમાં સારી કમાણી કરે છે.

25 ઓક્ટોબર એટલે કે ધનતેરસના રોજ હાઉસફુલ 4 રિલિઝ થઇ હતી. જે દિવસે રાજકુમાર રાવની ફિલ્મ મેડ ઇન ચાઇના અને તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ સાંડની આંખી પણ રિલિઝ થઇ હતી. જો કે હાઉસફૂલ 4ની રિલિઝ પછી સોશિયલ મીડિયા પર તેને ખૂબ જ ખરાબ રિવ્યૂ મળ્યા પણ તેમ છતાં દર્શકોને આ ફિલ્મ પસંદ પડી અને તે આ ફિલ્મને જોવા માટે થિયટર સુધી આવી રહ્યા છે.
First published: October 29, 2019, 10:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading