ઓફિસથી બેડરૂમ સુધી, હિના ખાન શું કરે છે? Hackedનું ડરામણું ટ્રેલર રીલિઝ

હેકર્સનું ટ્રેલર

ફિલ્મ હેક્ડમાં હિના ખાન સમીરા નામની યુવતીનો રોલ ભજવી રહી છે.

 • Share this:
  યે રિશ્તા ક્યા કહેલાતા હૈ (Yeh Rishta Kya Kehlata hai)થી લઇને બિગ બૉસ અને પછી ફિયર ફેક્ટર અને હવે જલ્દી જ રૂપેરી પડદે નજરે પડશે હિના ખાન (Hina Khan). હિના ખાનની ફિલ્મ હેક્ડ (Hacked સાથે રૂપેરી પડદે ડેબ્યૂ કરવાની છે. ફિલ્મ હેક્ડનું ટ્રેલર રીલિઝ થઇ ચૂક્યું છે. હિના ખાન આમાં લીડ રોલમાં નજરે પડશે. ફિલ્મ સાઇબર ક્રાઇમને લઇને છે અને તેમાં ગ્લેમરનો તડકો મેળવવામાં આવ્યો છે. આ ફિલ્મને વિક્રમ ભટ્ટ ડાયરેક્ટ કરી રહ્યા છે.

  ફિલ્મ હેક્ડમાં હિના ખાન સમીરા નામની યુવતીનો રોલ ભજવી રહી છે. જે કૉર્પોરેટ ઓફિસમાં કામ કરે છે. ટ્રેલરમાં જોવા મળે છે કે કેવી રીતે 19 વર્ષનો એક યુવક જે તેને ખૂબ જ પ્રેમ કરે છે તે તેને મેળવવા માટે કોઇ પણ હદ જવા તૈયાર થઇ જાય છે. જ્યારે હિના ખાન તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે તો. ફિલ્મોમાં યુવક સમીરાના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી લે છે. અને પછી બ્લેકમેલિંગની ગેમ શરૂ થાય છે. 19 વર્ષના છોકરાનું પાત્ર યૂટ્યૂબ સ્ટારર રોહન શાહ ભજવી રહ્યા છે. જુઓ તેનું ટ્રેલર.


  જ્યારે તમારા ફોન, મેલ્સ બધાને જ કોઇ હેક કરીને તમારું જીવન બગાડવાનું કોઇ હેકર્સ વિચારે છે ત્યારે શું થાય છે તેની નરી વાસ્તવિકતા આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. જે ખરેખરમાં ચોંકવનારી છે. ફિલ્મમાં પ્રેમ, ક્રાઇમ અને ગ્લેમરનો તડકો છે. ટ્રેલરમાં ઇન્ટરનેટ અને ઓનલાઇન ઉપલબ્ધ ડિટેલથી કેવી રીતના ડિઝિટલ ક્રાઇમ થઇ શકે છે તે પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મ 17 ફ્રેબુઆરીએ રીલિઝ થશે. અને આ સાથે જ હિના ખાન બોલીવૂડમાં હિરોઇન તરીકે ડેબ્યૂ કરશે.
  Published by:Chaitali Shukla
  First published: