બોલિવૂડની આ હાઇ બજેટ 9 ફિલ્મો મચાવશે પડદા પર ધમાલ, જુઓ કઈં ફિલ્મ કેટલા બજેટની છે?

અપકમિંગ બોલિવુડ હાઈ બજેટ ફિલ્મ

થીએટરો બંધ થતા અને બિગ બજેટ ફિલ્મો(Big Budget Films)ની રીલીઝ તારીખ પાછળ ઠેલવાઇ હતી. જે હવે આગામી સમયમાં રીલીઝ થઇ શકે છે.

 • Share this:
  કોરોના મહામારીના(Coronavirus) કારણે અનેક વ્યવસાયો બંધ થઇ ગયા હતા, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી(Film Industry) તેમાંથી હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. કારણ કે લોકોને મનોરંજન(Entertainment) માટે નવી ફિલ્મો તો જોઇએ જ. થીએટરો બંધ થતા અને બિગ બજેટ ફિલ્મો(Big Budget Films)ની રીલીઝ તારીખ પાછળ ઠેલવાઇ હતી. જે હવે આગામી સમયમાં રીલીઝ થઇ શકે છે.

  રાધે શ્યામ

  રાધા ક્રિષ્ના કુમારે ડાયરેક્ટ કરેલી અને 350 રૂપિયાનું બજેટ ધરાવતી આ ફિલ્મમાં સુપરસ્ટાર પ્રભાસ, પુજા હેગડે મુખ્ય પાત્રો ભજવતા જોવા મળશે. અગાઉ આ ફિલ્મ જાન્યુઆરી, 2021ના રોજ રીલીઝ થવાની હતી. પરંતુ કોરોના મહામારીના કારણે આ ફિલ્મની રીલીઝ ડેટ કેન્સલ કરાઇ હતી.

  ટાઇગર 3

  ટાઇગર સીરીઝના આ ત્રીજા ભાગમાં સલમાન ખાન અને કેટરીના કેફ જોવા મળશે. સાથે જ ઇમરાન હાશ્મી પાકિસ્તાની આઇએસઆઇ જાસૂસના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું બજેટ રૂ.350 કરોડ છે.

  પ્રોજક્ટ કે

  દિપિકા, અમિતાભ અને પ્રભાસ આ ફિલ્મમાં મુખ્ય કેરેક્ટરમાં જોવા મળશે. આ ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા છે.

  આદિપુરૂષ

  આ ફિલ્મને ભારતીય સિનેમા જગતની સૌથી મોંઘી ફિલ્મ કરાર કરવામાં આવી રહી છે. આ ફિલ્મ રામાયણ આધારિત હશે. ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હશે. જેમાં સૈફ અલી ખાન, પ્રભાસ અને ક્રિતી સેનન જોવા મળશે.

  પુષ્પા

  આલ્લુ અર્જુન, ફહાદ ફાસિલ, રશ્મિકા મંદાના આ ફિલ્મમાં મુખ્ય કેરેક્ટરમાં જોવા મળશે. ફિલ્મ 25 ડિસેમ્બર, 2021ના રોજ રીલીઝ થવા તૈયાર છે. ફિલ્મનું આખું નામ પુષ્પાઃ ધ રાઇઝ – પાર્ટ 1 છે. ફિલ્મનું બજેટ રૂ. 250 કરોડનું છે.

  ફાઇટર

  દીપિકા પાદુકોણ અને હ્રતિક રોશન આ ફિલ્મમાં એક સાથે દેખાશે. જેથી ફેન્સ પણ બંનેને એક સાથે જોવા આતુર છે. આ ફિલ્મ 2023માં રીલીઝ થઇ શકે છે અને તેનું બજેટ 250 કરોડ રૂપિયા કહેવામાં આવી રહ્યું છે.

  RRR

  1920માં દેશ માટે લડનારા ક્રાંતિકારીઓ આધારીત આ ફિલ્મ એસ. એસ. રાજામૌલીએ ડાયરેક્ટ કરી છે. કોરોનાવાયરસના કારણે આ ફિલ્મ વર્ષ 2020માં રીલીઝ થઇ શકી નહોતી. ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા છે. અને ફિલ્મમાં જૂનિયર એનટીઆર, આલિયા ભટ્ટ, રામ ચરણ, અજય દેવગન જોવા મળશે.

  પઠાન

  શાહરૂખ ખાનની સાથે જોહ્ન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં દેખાશે. ફિલ્મનું અંદાજીત બજેટ રૂ.280 કરોડ છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ રીલીઝ થશે તેવા અહેવાલો છે.

  આ પણ વાંચોSara Ali Khan Bikini પહેરીને પૂલમાં ચીલ કરતી જોવા મળી, માલદીવ વેકેશનનો ગ્લેમરસ ફોટો કર્યો શેર

  પોનિયીન સેલવાન

  આ ફિલ્મ કલ્કી ક્રિષ્નામૂર્તીએ લખેલી નોવલ આધારિત છે. ફિલ્મમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને વિક્રમ મુખ્ય પાત્રો ભજવતા નજરે પડશે. ફિલ્મનું બજેટ અંદાજે રૂ.500 કરોડનું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
  First published: