કંગનાની ફિલ્મ 'થલાઇવી'ના નિર્માતાઓને મળી HCની નોટિસ, આ સીન્સ પર ઉઠ્યા સવાલ

News18 Gujarati
Updated: February 14, 2020, 10:24 AM IST
કંગનાની ફિલ્મ 'થલાઇવી'ના નિર્માતાઓને મળી HCની નોટિસ, આ સીન્સ પર ઉઠ્યા સવાલ
પણ આ સેટમાં ટીમ એક દિવસ માટે પણ શૂટિંગ ના કરી શકી. આ કારણે મેકર્સને ભારે નુક્શાન વેઠવાનો વારો આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આના કારણે તેમને 5 કરોડનું નુક્શાનન થયું છે. ત્યાં જ ફિલ્મ મેકર્સનું કહેવું છે કે આ ફિલ્મ વરસાદ પહેલા પતી જાય નહીં તો તેમને બીજા મોટા નુક્શાનને વેઠવાનો વારો આવી શકે છે.

  • Share this:
મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી દિવંગત જે જયલલિતા (J Jayalalithaa) ના જીવન પર આધારિત વેબ સીરીઝ ક્વીન અને ફિલ્મ થલાઇવી (Thalaivi)ના નિર્માતાઓને બુધવારે એક નોટિસ મોકલી છે. જયલલિતાની ભત્રીજી જે દીપાએ આ ફિલ્મ અને વેબ સીરીઝની રિલિઝ કરવાની અનુમતિ આપતી એક પીઠના નિર્ણયને પડકાર ફેંક્યો છે. અને આ વિરુદ્ધ એક અરજી દાખલ કરી છે. જે પર અદાલતે આ નોટિસ જાહેર કરી છે.

ન્યાયમૂર્તિ એમએસ સુંદ્રેશ અને ન્યાયમૂર્તિ કૃષ્ણન રામાસામીએ થલાઇવી ફિલ્મના નિર્માતાઓ અલ વિજય અને વિષ્ણુ વર્ધન ઇંદૂરી તથા વેબ સીરીઝ ક્વીનના નિર્માતા ગૌતમ વાસુદેવ મેનનને બે સપ્તાહની અંદર જવાબ આપવાનું કહ્યું છે. ન્યાયમૂર્તિ સેંથિલ કુમાર રામમૂર્તિની એકલ પીઠે 11 ડિસેમ્બરે વેબ સીરિઝ અને ફિલ્મની રિલીઝ પર રોક લગાવાની ના પાડી હતી. જે પછી વેબ સીરીઝ રીલીઝ થઇ ગઇ હતી. અને દીપાએ વેબ સીરીઝ દેખ્યા પછી ઉચ્ચ ન્યાયાલયમાં આ અરજી દાખલ કરી છે.

દીપાએ તેની અપીલમાં કહ્યું છે કે તેમને વેબ સીરીજ દેખવાની તક મળી અને તે એ વાત જાણીને હેરાન છે કે મેનને આ ફિલ્મમાં અનેક તેવા દ્રશ્યો મૂક્યા છે જે દિગંવત જયલલિતાની છબીને ખરાબ કરવાનું કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મકાર એએલ વિજય. વિષ્ણુ વર્ધન ઇંદુરી અને ગૌતમ વાસુદેવ મેનને જયલલિતાના જીવન પર આધારીત ફિલ્મ બનાવાની જાહેરાત કરી હતી. તમિલમાં ફિલ્મનું નામ થલાઇવી અને હિંદીમાં જયા રાખવાનું હતું. સાથે વેબ સીરીઝનું નામ ક્વીન રાખવામાં આવ્યું હતું. તમિલના નિર્દેશક એએલ વિજય કરશે અને વેબ સીરિઝનું નિર્દેશન ગૌતમ મેનને કર્યું છે.

વેબ સીરિઝમાં મુખ્ય ભૂમિકા રમ્યા કૃષ્ણને કરી છે અને ફિલ્મમાં આ પાત્ર કંગનાએ નિભાવ્યું છે. ત્યારે ન્યાયમૂર્તિ સેંથિલ કુમાર રામમૂર્તિએ દીપાની યાચિકા પર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. પણ હવે કોર્ટે નિર્માતાઓને નોટિસ મોકલી છે.
First published: February 14, 2020, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading