હર્ષવર્ધન રાણે અને સંજીદા શેખે તેમની નવી ફિલ્મને લઇને કંઇક આ રીતે કરી જાહેરાત

હર્ષવર્ધન રાણે અને સંજીદા શેખે તેમની નવી ફિલ્મને લઇને કંઇક આ રીતે કરી જાહેરાત
હર્ષવર્ધન રાણે અને સંજીદા શેખ

આ ફિલ્મમાં, આ બંને પહેલી વાર સાથે કામ કરવા જઈ રહ્યા છે, જો કે હાલમાં તેમણે આ મામલે ખૂબ જ યુનિક સ્ટાઇલ સાથે જાહેરાત કરી હતી.

 • Share this:
  હાલ એક પછી એક ઘણી મોટી ફિલ્મો આવી રહી છે. આ લિસ્ટમાં હવે હર્ષવર્ધન રાણે અને સંજીદા શેખની આગામી ફિલ્મનું નામ પણ જોડાયું છે. જે હાલ ચર્ચામાં આવી છે. આ ફિલ્મમાં, આ બંને પહેલી વાર સાથે કામ કરવા જઈ રહ્યા છે, જો કે હાલમાં તેમણે આ મામલે ખૂબ જ યુનિક સ્ટાઇલ સાથે જાહેરાત કરી હતી. આ માટે તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં પહેલી નજરે જ તેમની કેમેસ્ટ્રી જોવા મળતી હતી.

  હર્ષવર્ધન રાણે અને સંજીદા શેખની આગામી ફિલ્મ 'કુન ફાયા કુન' છે. બંનેની આ ફિલ્મની જાહેરાત ખૂબ જ ખાસ રીતે કરવામાં આવી છે. ફિલ્મને યુનિક રીતે શેર કરવા માટે હર્ષવર્ધન અને સંજીદાએ એક વીડિયો શેર કર્યો છે. અને આ દ્વારા તેની એક ઝલક બતાવવાનો પ્રયાસ કર્યો છે.હર્ષવર્ધન રાણેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં, તે બંને તેમની આગામી ફિલ્મ 'કુન ફાયા કુન' માટેની જાહેરાત રહ્યા છે. તે જ સમયે, જ્યારે આ ફિલ્મની ઝોનરા વિશે કહેવાની વાત આવે છે, ત્યારે તે બંને એકદમ મૂંઝવણમાં દેખાય હતી. તે પહેલા કહે છે કે હોરર છે પછી અને કહે છે થ્રિલર બાદ છેવટે એક્શન થ્રિલર પર સંમત થયા હતા. તે જ સમયે, આ વિડિઓ દરમિયાન, સેટ પર કંઈક અજુગતું બને છે. સંજીદાને હર્ષના ફોન પરથી એક સંદેશ મળ્યો, જે પછી તે એક વ્યક્તિને જુએ છે. આ જોયા પછી, કેમેરા પાછળ ખૂબ જ હલચલ મચી ગઈ છે. વિડિઓ અહીં જુઓ
  ત્યારે યુનિક રીતે પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન દ્વારા સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યો છે. આ પછી બંને સ્ટાર્સના પ્રસશંકો પણ આ ફિલ્મને લઇને ખૂબ જ ઉસ્તાહિત છે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મ 'કુન ફાયા કુન' નું નિર્દેશન કુશન નંદી કરી રહ્યા છે. તો આ ફિલ્મના નિર્માતા નદ્દીમ એ. સિદ્દીકી છે.

  વીડિયોમાં જણાવ્યા મુજબ આ ફિલ્મનું શૂટિંગ આવતીકાલે એટલે કે 12 નવેમ્બરથી શરૂ થશે. ત્યારે હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અને લોકો આ ફિલ્મને લઇને ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે હર્ષવર્ધન રાણે આ પહેલા તેલુગુ ફિલ્મ કરી છે. 2016માં તેણે સનમ તેરી કસમ દ્વારા હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું છે. બીજી તરફ વાત કરીએ સંજીદા શેખની તો તે જાણીતી ટીવી એક્ટ્રેસ છે. અને હવે રૂપેરી પડદે પ્રદાર્પણ કરી છે.
  Published by:Chaitali Shukla
  First published:November 11, 2020, 18:23 pm