આ ડાયરેક્ટરની ફિલ્મથી હલી ગયું હતું અંડરવર્લ્ડ, મળી હતી ધમકીઓ

રાકેશ રોશન

રાકેશ રોશન પોતાના પુત્ર ઋત્તિક રોશનને ખુબ પ્રેમ કરે છે, અને તેને ક્યારે પણ બોલતા કે મારતા નથી

 • Share this:
  પુત્ર ઋત્તિક રોશનની સાથે પાપા રાકેશ રોશનનો સંબંધ ઘણો ખાસ રહ્યો છે. બંને એક-બીજાની ખુબ નજીક છે, પરંતુ કેટલાક એવા પણ કિસ્સા છે, જેને સાંભળી આશ્ચર્ય થાય છે, અને હસવાનું પણ આવે છે. જાણીતા એક્ટર, ફિલ્મમેકર અને ઋત્તિક રોશનના પાપા રાકેશ રોશનનો આજે જન્મ દિવસ છે, તો આનાથી સારો મોકો ન મળે, કે તેમને યાદ કરવામાં આવે.

  માનવામાં આવે છે કે, રાકેશ રોશન પોતાના પુત્ર ઋત્તિક રોશનને ખુબ પ્રેમ કરે છે, અને તેને ક્યારે પણ બોલતા કે મારતા નથી, પરંતુ એક વખત તેમણે ઋત્તિકની ખુબ પીટાઈ કરી હતી. બન્યું એવું હતું કે, ઋત્તિક રોશન એક વખત પોતાના મિત્રો સાથે ઘર પર પાર્ટી કરી રહ્યો હતો. તે સમયે તેણે નાસમજમાં કાચની બોટલો ઘરના ટેરેસ પરથી નીચે ફેકવાનું શરૂ કરી દીધુ.

  આ જોઈ રાકેશ રોશનને ખુબ ગુસ્સો આવ્યો અને ઋત્તિકના મિત્રોની સામે જ તેની પીટાઈ કરી દીધી. કહેવામાં આવે છે કે આ પહેલી અને છેલ્લી વખતની પીટાઈ છે, જ્યારે રાકેશ રોશને ઋત્તિકને માર્યો હોય. જોકે બંનેની બોડિંગ તો આજે પણ મિશાલ છે.

  જે રીતે રાકેશ રોશને ઋત્તિકને બોલિવુડમાં લોન્ચ કર્યો, તે એક રેકોર્ડ છે. રાકેશ રોશનના નિર્દેશનમાં બનેલી ઋત્તિકની ડેબ્યુ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' વર્ષ 2000ની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની, સાથે સૌથી વધારે એવોર્ડ મેળવવામાં પણ અવ્વલ નંબર પર રહી, જેના કારણે આ ફિલ્મનું નામ 'લિમ્કા બુક ઓપ રેકોર્ડ'માં પણ નોંધવામાં આવ્યું. આ ફિલ્મની કમાણીની અસર એ હતી કે, અંડરવર્લ્ડ તરફથી પણ રાકેશ રોશનને ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી કે, તે પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'ના પ્રોફિટમાંથી અડધો ભાગ આપી દે. માનવામાં આવે છે કે, 10 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મએ 62 કરોડની કમાણી કરી હતી.
  Published by:kiran mehta
  First published: