Happy b'day Prabhas: અજય દેવગણની આ ફિલ્મથી પ્રભાસે કર્યું હતું ડેબ્યુ, બાહુબલીથી બન્યો ઇન્ટરનેશનલ સ્ટાર

પ્રભાસ જન્મ દિવસ

દુનિયા તેમને પ્રભાસ નામથી જાણે છે, પરંતુ તેમનું આખું નામ ઉપ્પલાપતી વેંકટા સૂર્યનારાયણ પ્રભાસ રાજૂ છે. તેમના પિતાનું નામ ઉપ્પલાપતી વેંકટા સૂર્યનારાયણ રાજૂ છે

  • Share this:
    આજે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas Birthday) પોતાનો 42મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. દુનિયા તેમને પ્રભાસ નામથી જાણે છે, પરંતુ તેમનું આખું નામ ઉપ્પલાપતી વેંકટા સૂર્યનારાયણ પ્રભાસ રાજૂ છે. તેમના પિતાનું નામ ઉપ્પલાપતી વેંકટા સૂર્યનારાયણ રાજૂ છે, જેઓ ફિલ્મ પ્રોડ્યુસર હતા, તેમજ પ્રભાસની માતાનું નામ શિવા કુમારી છે. તેમનો પરિવાર પશ્ચિમી ગોદાવરી જિલ્લાના ભીમાવારમ પાસે આવેલા મોગલથુરના રહેવાસી છે. પ્રભાસે પોતાનું 12મા ધોરણ સુધીનું શિક્ષણ હૈદરાબાદની નાલંદા કોલેજમાંથી મેળવ્યું છે. જે બાદ તેમણે વિશાખાપટ્ટનમના સત્યાનંદ ફિલ્મ ઇન્સ્ટીટયુટમાંથી અભિનય કળા શીખી હતી.

    પ્રભાસે અત્યાર સુધીમાં મોટેભાગે તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રભાસે વર્ષ 2002માં આવેલી ફિલ્મ 'ઈશ્વર'થી પદાર્પણ કર્યું હતું. જે બાદ 2003માં આવેલી ફિલ્મ 'રાઘવેન્દ્ર'થી મુખ્ય અભિનેતા તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું. પ્રભાસે વર્ષ 2005માં 'ચકરમ' અને રાજામૌલીની 'છત્રપતિ'માં લીડ રોલ ભજવ્યો હતો. પ્રભાસે ફિલ્મ છત્રપતિમાં એક શર્ણાર્થીની ભૂમિકા ભજવી હતી, જેનું ગુંડાઓ શોષણ કરતા હતા. આ ફિલ્મે લગભગ 3 મહિના સુધી સિનેમાઘરોમાં ટંકશાળ પાડી હતી.

    વર્ષ 2010માં પ્રભાસે રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'ડાર્લિંગ'માં કામ કર્યું હતું, જે બાદ 2011માં પ્રભાસે કાજલ અગ્રવાલ અને તાપસી પન્નુ (Taapsee Pannu) સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મ મિ.પર્ફેકટમાં કામ કર્યું હતું. જોકે 2012માં પ્રભાસને રાઘવ લોરેન્સ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'રિબેલ'થી બ્રેક મળ્યો હતો. ત્યાર બાદ 2013માં આવેલી ફિલ્મ 'મિર્ચી' એ પ્રભાસને ઘણા એવોર્ડ અપાવ્યા હતા.

    તમને જણાવી દઈએ કે પ્રભાસે 2014માં આવેલી 'એક્શન જેક્સન' માં આઈટમ નંબર 'પંજાબી મસ્ત'માં એક કેમિયો કરીને હિન્દી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યું હતું. જે બાદ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે હિટ 'બાહુબલી: ધ બિગિનિંગ' આપી. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં સમગ્ર દેશમાં રિલીઝ કરાઈ હતી. આ ફિલ્મે પ્રભાસને મોટા પ્રમાણમાં ખ્યાતિ અપાવી હતી. એટલું જ નહીં, 2017માં પણ પ્રભાસે આ જ ભૂમિકા 'બાહુબલી 2: કન્કલુઝન'માં પણ ભજવી હતી, જેણે કમાણીના તમામ રેકોર્ડ્સ તોડી નાંખ્યા હતા. આ ફિલ્મ એક હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર દેશની પ્રથમ ફિલ્મ બની હતી.

    આ પણ વાંચોPrabhas Birthday: સાઉથમાં પ્રભાસના જન્મદિવસની ઉજવણી, તેની 8 વર્ષ જૂની આ ફિલ્મ ફરી થીએટર્સમાં

    ત્યાર બાદ પ્રભાસે 2019માં એક્શન થ્રિલર 'સાહો' (Saaho) માં કામ કર્યું. જોકે, આ ફિલ્મને જોઈએ એવો રિસ્પોન્સ ન મળ્યો. આગામી સમયમાં પ્રભાસ 'રાધે શ્યામ', 'સલાર' અને 'આદિપુરુષ'માં જોવા મળશે.
    First published: